ગુજરાત

gujarat

સુરતના વતની પુરુષનો કોરોના રિપોર્ટ કુતિયાણામાં પોઝિટિવ આવ્યો

By

Published : Jul 11, 2020, 8:26 PM IST

ગુજરાતમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે. ત્યારે આજે પોરબંદરના કુતિયાણામાંથી પણ એક કેસ પોઝિટિવ આવ્યો હતો. પોરબંદરમાં આજે કુલ 66 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તેમાંથી 65 સેમ્પલ નેગેટિવ આવ્યા હતા જ્યારે સુરતના 42 વર્ષીય પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

સુરતના વતની પુરુષનો કોરોના રિપોર્ટ કુતિયાણામાં કરાવતા પોઝિટિવ આવ્યો
સુરતના વતની પુરુષનો કોરોના રિપોર્ટ કુતિયાણામાં કરાવતા પોઝિટિવ આવ્યો

પોરબંદર: શહેરના કુતિયાણામાં બહારપુરા વિસ્તારમાં રહેતા અનિલ જવાહરભાઈ હરીયાણી (ઉંમર વર્ષ 42) જેવો સુરતના રહેવાસી હતા અને સુરતમાં છેલ્લા પંદર દિવસથી શરદી ખાંંસીની તકલીફ હતી. જ્યાં તેને સારવાર લઇ રિપોર્ટ પણ

કરાવ્યો હતો. ત્યાંથી ડોક્ટરની સલાહ મુજબ હોમ કવોરંટાઇન થવાની સૂચના આપવામાં આવી હતી. આ વ્યક્તિ 6 જુલાઈ મંગળવારના રોજ રાઘવ ટ્રાવેલ્સમાં સુરતથી કુતિયાણા 7 જુલાઈના રોજ તેમના નિવાસસ્થાન કુતિયાણા ખાતે આવ્યા હતા. ત્યારબાદ બુધવાર અને ગુરુવાર બે દિવસ તેના ઘરમાં હોમ કવોરંટાઇન રહ્યા અને સારું ન થતા તારીખ 9 જુલાઈના રોજ શુક્રવારે કુતીયાણા થી એસ.ટી બસ મારફતે સરકારી હોસ્પિટલમાં ફલૂ ઓપીડીમાં સારવાર માટે આવ્યા હતા અને જ્યાં તેને સે મિલાઈ સોલ્યુશનમાં દાખલ કરી કોવિડ માટે સેમ્પલ લેવામાં આવ્યું હતું. આજે તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. વ્યક્તિના માતા પિતા કુતિયાણામાં છે, જ્યારે તેની પત્ની અને તેનું બાળક બંને સુરતમાં છે. આ વ્યક્તિનું સ્થાયી એડ્રેસ સુરતનું છે. જેથી આ કેસ સુરત જિલ્લામાં ગણવામાં આવશે.

પોરબંદરમાં 7 કેસ એક્ટિવ હતા. જેમાં મોહસીન અયુબ શેરવાની અને વિશાલ માલમ બંનેને રીપીટ ટેસ્ટ કરતાં નેગેટીવ આવતા કોવિડ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આજે ફરીથી એક પોઝિટિવ કેસ આવતા આઇસોલેશન વોર્ડમાં કુલ છ દર્દીઓ સારવાર હેઠળ છે.

ABOUT THE AUTHOR

...view details