ગુજરાત

gujarat

પોરબંદરમાં યોજાયેલ 2 દિવસીય રાષ્ટ્રીય તરણ સ્પર્ધાનું સમાપન

By

Published : Jan 13, 2020, 3:26 PM IST

પોરબંદર: શહેરમાં 11 અને 12 જાન્યુઆરીના રાષ્ટ્રીય તરણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી રામ સ્વિમિંગ કલબ દ્વારા આયોજિત આ સ્પર્ધામાં વિજેતાઓને ઇનામ વિતરણ કરાયા હતા.

completion
પોરબંદરમાં

પોરબંદરમાં 11 થી 12 સુધી શ્રી રામ સ્વિમિંગ કલબ દ્વારા સ્વીમેથોન 2020નું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં અલગ અલગ કેટેગરીના 1 કિલોમીટર 2 કિલોમીટર 5 કિલોમીટર એમ ત્રણ સ્પર્ધા યોજાઇ હતી. જેમાં 1 કિલોમીટરમાં 6 થી 14 વર્ષની કેટેગરી સ્પર્ધામાં 193 યુવાનો અને 57 યુવતીઓ જોડાઈ હતી. 14 થી 40 વર્ષની કેટેગરીમાં 242 યુવાનો અને 36 યુવતીઓ તથા 40 થી 60 વર્ષમાં 96 પુરુષો અને 20 સ્ત્રીઓ તથા 60 વર્ષથી વધુ વયની સ્પર્ધામાં 47 પુરુષો અને 12 સ્ત્રીઓ જોડાઈ હતી.

પોરબંદરમાં યોજાયેલ 2 દિવસીય રાષ્ટ્રીય તરણ સ્પર્ધાનું સમાપન

આ ઉપરાંત 2 કિલોમીટરની કેટેગરીમાં 14 થી 45 વર્ષની કેટેગરીમાં 79 યુવાનો 14 યુવતીઓ તથા 45થી વધુ વયની સ્પર્ધામાં 28 પુરુષો અને 1 સ્ત્રીએ ભાગ લીધો હતો. જ્યારે 2 કિલોમીટર ની પેરા સ્વિમર સ્પર્ધામાં 24 યુવાનો અને 2 સ્ત્રીઓએ ભાગ લીધો હતો. 5 કિલોમીટરની કેટેગરીમાં 14 થી 45 વર્ષની વયમાં 97 પુરુષો અને 32 સ્ત્રીઓએ ભાગ લીધો હતો. જ્યારે 45 થી વધુ વયની કેટેગરીમાં 28 પુરુષ અને બે મહિલાઓ જોડાઈ હતી.

પોરબંદરના સમુદ્રમાં કુલ 600 જેટલા સ્પર્ધકોએ ઝંપલાવ્યું હતું. જેમાં 2 સ્પર્ધકની તબિયત લથડતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. તમામ વિજેતાઓને મહાનુભાવોના હસ્તે શિલ્ડ અને સર્ટીફિકેટ વિતરણ કરાયા હતા.

ABOUT THE AUTHOR

...view details