ગુજરાત

gujarat

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના અધિકારીઓ સામે આચારસંહિતા ભંગની ફરિયાદ

By

Published : Apr 12, 2019, 4:21 PM IST

પોરબંદરઃ ગત 10 એપ્રિલના રોજ મોતીબાગ ખાતે કૃષિ યુનિવર્સિટીના સંકુલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં સભા યોજાઈ હતી. યુનિવર્સિટીના અધિકારીઓ દ્વારા સભામાં આવેલ મુખ્યપ્રધાન અને અન્ય કાર્યકર્તાઓ માટે યુનિવર્સિટીની બિલ્ડિંગમાં રહેવાની વ્યવસ્થા કરાતાં આચારસંહિતાનો ભંગ થયાની ફરિયાદ કરવામાં આવી છે.

આચારસંહિતા ભંગની ફરીયાદ

મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને ભાજપના કાર્યકરો તથા અન્ય પ્રધાન કાર્યકરો માટે કૃષિ યુનિવર્સિટીના ગેસ્ટ હાઉસમાં તથા અન્ય ઇમારતોમાં વ્યવસ્થા કરવામાં આવી હતી. આ બધી વ્યવસ્થા કૃષિ યુનિવર્સિટીના જવાબદાર અધિકારીઓએ કરતા આચાર સંહિતાનો ભંગ થવાનો આક્ષેપ પોરબંદરના એડવોકેટ ભનુ ઓડેદરાએ ચૂંટણી પંચને કર્યો છે. તદ્ઉપરાંત અમુક અધિકારીઓએ વડાપ્રધાન અને મુખ્યપ્રધાનને ફૂલ આપી સ્વાગત પણ કર્યું હતુ.

9-10 એપ્રિલના CCTV અને આ બધા ફોટોગ્રાફ્સના આધારે તપાસ કરતાં કૃષિ યુનિવર્સિટીના બિલ્ડીંગનો ચૂંટણીના પ્રચાર સંદર્ભે ઉપયોગ થયો હોવાનું જાણવા મળ્યું હતું. આ બધી વિગતો સાથે તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ એડવોકેટ ભાનુ ઓડેદરાએ કરી છે.


R_GJ_PBR_05_ભાજપ કાર્યકર્તાઓને સવલતો પૂરીપાડનાર જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી ના અધિકારીઓ સામે કાર્યવાહી કરવા માંગ _nimesh



ભાજપ કાર્યકર્તાઓને   સવલતો પૂરીપાડનાર જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી ના અધિકારીઓ  સામે કાર્યવાહી કરવા માંગ  





(પ્રતીકાત્મક ફોટો મુકવો )





ગત તારીખ 10 ના રોજ મોતી બાગ ખાતે કૃષિ યુનિવર્સીટી ના સંકુલ માં વડાપ્રધાન  નરેન્દ્ર મોદીની  ઉપસ્થિતિ માં સભા યોજાઈ હતી આ સભા માં આવેલ 



ભાજપ ના કાર્યકરો અને મુખ્ય પ્રધાન રૂપાણી ને રહેવા માટે અને અન્ય પ્રધાન કાર્યકરો માટે કૃષિ યુનિવર્સીટી ના ગેસ્ટ હાઉસ માં તથા અન્ય બિલ્ડીંગ માં વ્યવસ્થા કૃષિ યુનિવર્સીટી ના જવાબદાર અધિકારીઓ એ કરી દેતા આચાર સંહિતા નો ભંગ કર્યો હોય તેવો આક્ષેપ પોરબંદર ના એડવોકેટ ભનુભાઇ  ઓડેદરા એ ચૂંટણી પંચ ને કર્યો છે ઉપરાંત અમુક અધિકારીઓ એ વડાપ્રધાન અને મુખ્ય પ્રધાન ને ફૂલ આપી સ્વાગત પણ કર્યું હોય આથી તમામ ફોટો ગ્રાફ અને તારીખ 9-04-2019 અને 10-04-2019 સીસીટીવી ના આધારે તપાસ કરી કૃષિ યુનિવર્સીટી ના બિલ્ડીં નો ચૂંટણીના પ્રચાર સંદર્ભે ઉપયોગ થયો હોય વિગતો તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ પોરબંદરના એડવોકેટ ભાનુભાઇ ઓડેદરા એ કરી છે 


Conclusion:

ABOUT THE AUTHOR

...view details