ગુજરાત

gujarat

ભાજપ અધ્યક્ષ પાટીલ આજે પોરબંદર ખાતે કીર્તિમંદીરની મુલાકાત કરશે

By

Published : Oct 10, 2021, 10:21 AM IST

ભાજપ અધ્યક્ષ CR PATIL આજે કીર્તિમંદીરની મુલાકાત કરશે, ત્યાર બાદ અમદાવાદ જશે
ભાજપ અધ્યક્ષ CR PATIL આજે કીર્તિમંદીરની મુલાકાત કરશે, ત્યાર બાદ અમદાવાદ જશે

પોરબંદર રિવરફ્રન્ટ પાસે સી.આર.પાટીલનું જિલ્લા ભાજપ આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ યુવાભાજપની ભવ્ય રેલી યોજાઈ હતી. જેમાં ઠેર ઠેર પુષ્પહારથી કાર્યકર્તાઓ દ્વારા અનોખું સ્વાગત કરવામાં આવ્યું હતું. જો કે, એકાદ કલાક મોડું થતા કીર્તિ મંદિર જવાનો કાર્યક્રમ રદ કરવામાં અવ્યો હતો .અને સી.આર.પાટીલે પોરબંદર ચોપાટી પર આવેલ પાર્ટી પ્લોટમાં યોજયેલ મહીલા સંમેલનમાં હાજરી આપી સંબોધન કર્યું હતુ.

  • સી.આર.પાટીલનું પોરબંદરમાં ભાજપ દ્વારા ભવ્ય સ્વાગત કરાયુ
  • કીર્તિમંદિરની મુલાકાત કરશે પાટીલ
  • યુવા ભાજપ દ્વારા ડીજે સાથે વિશાળ બાઇક રેલી યોજાઈ
  • 3000 મહિલાઓ ભાજપમાં જોડાઇ

પોરબંદર: પોરબંદરમાં ભાજપ અધ્યક્ષ પાટીલ ગઇકાલે શનિવારના રોજ જૂનાગઢથી સાંજે પોરબંદર આવ્યા હતા, જ્યાં રિવરફ્રન્ટ ખાતે તેમનું ભવ્ય સ્વાગત ધારાસભ્ય બાબુ બોખીરીયા, જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ મોઢવાડિયા સહિતના આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું, ત્યારબાદ યુવા ભાજપ દ્વારા ડીજે સાથે વિશાળ બાઈક રેલી કાઢવામાં આવી હતી.

મહિલાઓ પાસે સમાજમાં કુરિવાજો દૂર કરવાની તાકાત છે: પાટીલ

મહિલા સંમેલનમાં મહિલાઓને સંબોધતા જણાવ્યું હતું કે, મહિલાઓ પાસે સમાજમાં કુરિવાજો દૂર કરવાની તાકાત છે. લોકોએ સૂકન્યા સમૃદ્ધિ યોજનાનો વધુમાં વધુ લાભ લેવા જણાવ્યું હતું. અને દીકરીઓના ભાવી માટે અને તેનો જન્મ લેવા દેવા અને ગર્ભ પરીક્ષણ ન કરાવવું અને આ સમાજમાં દીકરીઓની સંખ્યા વધારવામાં આવે. જેને ઘરે દીકરી નથી તેઓએ ગત જન્મમાં પાપ કર્યું હશે, જેના ઘરે દિકરી છે તે ભાગ્યશાળી છે. સરકારની વિવિધ યોજનાઓનો લાભ દરેક દીકરીઓને અને લોકોને મળવો જોઈએ. મહિલા સંમેલન પૂર્ણ થયા બાદ મીડિયાને જણાવ્યું હતું કે, તાજેતરમાં નવા મુખ્ય પ્રધાને જણાવ્યું છે કે, ગુજરાતમાં ગુંડાગીરી નહિ ચલાવી લેવાય.

ભાજપ અધ્યક્ષ CR PATIL આજે કીર્તિમંદીરની મુલાકાત કરશે, ત્યાર બાદ અમદાવાદ જશે

કીર્તિમંદિરની મુલાકાત કરી અમદાવાદ જશે પાટીલ

પોરબંદરમાં ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલ બાઇક રેલીમાંથી સીધા ગાંધીજીના જન્મ કીર્તિમંદિરમાં પહોંચવાના હતા, પરંતુ કોઈ કારણોસર મોડા પહોચતા આ કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો હતો. અને આજે કીર્તિમંદીરની મુલાકાત કરશે. અને ત્યાર બાદ અમદાવાદ જશે તેમ ભાજપના આગેવાનોએ જણાવ્યું હતું.

આ પણ વાંચો : ભાગેડું પિતાને રાજસ્થાનથી ઝડપી પાડવામાં આવ્યો, વધુ ખુલાસા પુછપરછ બાદ ખુલશે - હર્ષ સંઘવી

આ પણ વાંચો : અરવિંદ કુમાર બન્યા ગુજરાત હાઈકોર્ટના નવા ચીફ જસ્ટિસ, રાષ્ટ્રપતિએ 8 HCના ચીફ જસ્ટિસની નિમણૂક કરી

ABOUT THE AUTHOR

...view details