ગુજરાત

gujarat

પોરબંદરમાં જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગના મદદનીશ ઇજનેર 1,11,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

By

Published : Apr 1, 2021, 10:11 PM IST

પોરબંદર જિલ્લા પંચાયત કચેરીમાં માર્ગ અને મકાન વિભાગના મદદનીશ ઇજનેરે પેટા કોન્ટેક્ટમાં રાખેલા કામના બીલો મંજુર કરવાના અવેજ પેટે 1,11,000 માંગ્યા હતા. જાગૃત નાગરિકે ACBમાં જાણ કરતા માર્ગ અને મકાન વિભાગની કચેરીમાં જ ક્લાસ ટુ અધિકારી રંગેહાથે ઝડપાયો હતો.

પેટા કોન્ટેક્ટમાં રાખેલા કામના બીલો મંજુર કરવાના અવેજ પેટે 111000 માંગ્યા હતા
પેટા કોન્ટેક્ટમાં રાખેલા કામના બીલો મંજુર કરવાના અવેજ પેટે 111000 માંગ્યા હતા

  • પેટા કોન્ટેક્ટમાં રાખેલા કામના બીલો મંજુર કરવાના અવેજ પેટે 111000 માંગ્યા હતા
  • માર્ગ અને મકાન વિભાગની કચેરીમાં જ ક્લાસ ટુ અધિકારી રંગેહાથે ઝડપાયો
  • સુરેન્દ્રનગરની ACB ટીમે અધિકારીને ડિટેન કરી આગળની કાર્યવાહી હાથ ધરી

પોરબંદર: જિલ્લા પંચાયત કચેરીમાં માર્ગ અને મકાન વિભાગના મદદનીશ ઇજનેર (કલાસ 2 અધિકારી) મિલન સુરેશભાઈ રાયઠઠાએ પોરબંદર જિલ્લામાં રસ્તાના કામ માટેના બીલો મંજુર કરવા માટે 1,11,000ની લાંચની માંગણી કરી હતી. જેથી પોરબંદરના જાગૃત નાગરિકે ACBમાં જાણ કરતા ACBએ છટકું ગોઠવી રંગે હાથે પકડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

માર્ગ અને મકાન વિભાગની કચેરીમાં જ ક્લાસ ટુ અધિકારી રંગેહાથે ઝડપાયો

આ પણ વાંચો:અમદાવાદમાં CGST ઓફિસરો લાંચ લેતા ઝડપાયા

પેટા કોન્ટ્રાક્ટમાં રાખેલા કામ પૂર્ણ થતા કામના બીલ મંજૂર કરાવવા પેટે માંગી હતી લાંચ

પોરબંદર જિલ્લા પંચાયત કચેરીમાં મદદનીશ ઇજનેર તરીકે ફરજ બજાવતા મિલનભાઈ સુરેશભાઈ રાયઠઠાએ પોરબંદર જિલ્લામાં ભારવાડાથી રાંદલ મંદિર અને ખાંભોદર તરફ જતો રસ્તો તથા બગવદરથી રાંદલ મંદિર થઈ કિંદરખેડા તરફ જતા રોડના કામોના પેટા કોન્ટ્રાક્ટમાં રાખી કામો પૂર્ણ કરેલા કામના બીલ મંજૂર કરવા ફરિયાદી પાસેથી 1,11,000ની લાંચની માગણી કરી હતી. જે અંગે ફરિયાદીએ ACB ટોલ ફ્રી નંબરમાં સંપર્ક કરી પોતાની ફરિયાદ કરી હતી. લાંચ દરમિયાન ફરિયાદી પાસેથી 1,11,000ની માંગણી કરી અને સ્વીકારતા કચેરીમાં જ ઈજનેર રંગે હાથ પકડાઈ ગયો હતો. રાજ્ય સેવકના હોદ્દાનો દુરુપયોગ કરી ગેરવર્તુંણક કરી ગુનો કરતાં ACBની ટીમે અધિકારી મિલન રાયઠઠા પર ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલી છે.

આ પણ વાંચો:ખેડા ACBએ આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટરને લાંચ લેતા ઝડપી પાડ્યા

સુરેન્દ્રનગર ACB તથા રાજકોટના અધિકારી અને સ્ટાફે કરી કામગીરી

આ કામગીરીમાં ટાઈપિંગ અધિકારી તરીકે ડી. વી. રાણા પોલીસ ઈન્સ્પેક્ટર ACB પોલીસ સ્ટેશન સુરેન્દ્રનગર તથા સ્ટાફ તથા સુપરવિઝન અધિકારી એ. પી. જાડેજા મદદનીશ નિયામક ACB રાજકોટ રોકાયેલા હતા તેમજ ફરજ બજાવી હતી.

ABOUT THE AUTHOR

...view details