ગુજરાત

gujarat

પોરબંદરમાં "દરિયા મહેલ બચાવો" અભિયાન અંતર્ગત જનજાગૃતિ રેલી યોજાઈ

By

Published : Aug 5, 2019, 4:47 AM IST

પોરબંદર: જિલ્લાના રાજાએ ભારતની આઝાદી સમયે પોરબંદર માટે પોતાનો મહેલ જેને દરિયામહેલ તરીકે ઓળખવામાં આવે છે, તે સરકારને શિક્ષણના હેતુથી દાનમાં અપાયો હતો અને ત્યાં આર. જી. ટી. કોલેજ ની સ્થાપના કરવામાં આવી હતી. જ્યા ગુજરાતની સૌપ્રથમ B.ed કોલેજ હતી. પરંતુ આ મહેલને તંત્ર દ્વારા જ જર્જરિત જાહેર કરવામાં આવ્યો છે અને ત્યાં શિક્ષણ કાર્ય બંધ કરવામાં આવ્યું છે. જેને લઇને સરકાર તરફથી ગ્રાન્ટ મળી ગઈ છે પરંતુ કાર્ય કરવામાં આવતું નથી. આથી લોકોએ "દરિયા મહેલ બચાવો" અભિયાન આર. જી.ટી. કોલેજ બચાવો નામની એક મુહિમ ચલાવી છે. જે અંતર્ગત ચોપાટી ખાતે પોરબંદરની વિવિધ સંસ્થાઓના લોકોએ મળી ચોપાટી પર જન જાગૃતી રેલી યોજી હતી. તો આ સાથે "દરિયા મહેલ બચાવો" અંગે પેંફ્લેટ વિતરણ પણ કર્યા હતા.

"દરિયા મહેલ બચાવો" અભિયાન અંતર્ગત જનજાગૃતિ રેલી યોજાઈ


જસ્ટિસ ફોર આર. જી.ટી નામની મુહિમ શરૂ કરનાર યુવાન અને ઇતિહાસ વિષય પર સંસોધનકર્તા નિશાંત બધએ જણાવ્યું હતું કે, અભ્યાસ અર્થે આ મહેલની એક વાર મુલાકાત લેતા ખુબજ દયનિય લાગી અને આ મહેલ બચાવવા માટે સોશિયલ મીડિયામાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો છે. જેમાં વહેલી તકે આ મહેલનું રિનોવેશન કરાનવામાં આવે.સાથે ચોપાટી ખાતે રેલીનું આયોજન કરાયું હતું જેમાં વિવિધ સંસ્થાઓ જોડાઈ હતી જ્યાં સુધી કાર્ય શરૂ કરવામાં નહિ આવે ત્યાં સુધી લડત ચાલું રહેશે ઉપરાંત આગામી કાર્યક્રમો પણ કરવામાં આવશે.

"દરિયા મહેલ બચાવો" અભિયાન અંતર્ગત જનજાગૃતિ રેલી યોજાઈ

જ્યારે સામાજિક અગ્રણી હિરલબા જાડેજા એ જણાવ્યું હતું કે, ભારતને આઝાદી મળ્યા બાદ રાજાઓએ પોતાની સંપત્તિ દાનમાં આપી હતી. પરંતુ તેની જાળવણી કરવામાં આવતી નથી જે બાબતનું ખરેખર દુઃખ છે. આ બાબતે સરકાર જાગૃત થાય અને લોકો પણ જાગૃત થાય તે હેતુથી આ રેલીનું આયોજન કરાયું હતું.

પોરબંદરમાં આવેલ આ દરિયા મહેલ જોવા અનેક પ્રવાસી ઓ પણ આવે છે અને જર્જરિત હાલત જોઈને પાછા વળે છે પરંતુ જો આ મહેલ ને રીનોવેશન કરવામાં આવે તો મોટી સંખ્યામાં પ્રવાસીઓ પણ વધી શકે તેમ છે અને પોરબંદર ના અનેક લોકો ને પ્રવાસીઓ મારફતે રોજી રોટી પણ મળી શકે તેમ છે અને પોરબંદર ની સમૃધ્ધિ પણ વધારો થઈ શકે પરંતુ કયા કારણોસર આ મહેલ નું રીનોવેશન નથી કરવામા આવતું તે હજુ અસ્પષ્ટ છે

Intro:પોરબંદર ના દરિયા મહેલ બચાવો અભિયાન અંતર્ગત જનજાગૃતિ રેલી યોજાઈ



પોરબંદરના રાજાએ ભારતની આઝાદી સમયે પોરબંદર માટે પોતાનો મહેલ જેને દરિયામહેલ તરીકે ઓળખવામાં આવે છે તે સરકારને શિક્ષણના હેતુથી દાનમાં અપાયો હતો અને ત્યાં આર જી ટી કોલેજ ની સ્થાપના કરાઇ હતી જે ગુજરાતની સૌપ્રથમ બીએડ કોલેજ હતી પરંતુ હાલ આ મહેલ એટલી જ જરૂરી બન્યો છે કે તંત્ર દ્વારા જ આ મહેલ જર્જરિત જાહેર કરાયો છે અને ત્યાં શિક્ષણ કાર્ય બંધ કરવામાં આવ્યું છે જેને લઇને સરકાર તરફથી ગ્રાન્ટ મળી ગઈ છે પરંતુ કાર્ય કરવામાં આવતું નથી આથી લોકોએ દરિયા મહેલ બચાવો આર જી ટી કોલેજ બચાવો નામની એક મુહિમ ચલાવી છે જે અંતર્ગત આજે ચોપાટી ખાતે પોરબંદર ની વિવિધ સંસ્થાઓ ના લોકો એ મળી ચોપાટી પર જન જાગૃતી રેલી યોજી હતી સાથે દરિયા મહેલ બચાવો અંગે પેંફ્લેટ વિતરણ પણ કરાયું હતું Body:જસ્ટિસ ફોર આર જીટી નામ ની મુહિમ શરૂ કરનાર યુવાન અને ઇતિહાસ વિષય પર સંસોધનકર્તા નિશાંત બધ એ જણાવ્યું હતું કે અભ્યાસ અર્થે આ મહેલ ની એક વાર મુલાકાત લેતા ખુબજ દયનિય લાગી અને આ મહેલ બચાવવા માતે સોશિયલ મીડિયા માં જાગૃતિ લાવવા નો પ્રયાસ કર્યો છે જેમાં વહેલી તકે આ મહેલ નું રીનોવેશન કરવામાં આવે તેવી માંગ સાથે આજે ચોપાટી ખાતે રેલી નું આયોજન કરાયું હતું જેમાં વિવિધ સંસ્થાઓ જોડાઈ હતી જ્યાં સુધી કાર્ય શરૂ કરવામાં નહિ આવે ત્યાં સુધી લડત ચાલુ રહેશે ઉપરાંત આગામી કાર્યક્રમો પણ કરવામાં આવશે Conclusion:જ્યારે સામાજિક અગ્રણી હિરલબા જાડેજા એ જણાવ્યું હતું કે ભારત ને આઝાદી મળ્યા બાદ રાજાઓ એ પોતાની સંપત્તિ દાન માં આપી હતી પરંતુ તેની જાળવણી કરવામાં આવતી નથી જે બાબત નું ખરેખર દુઃખ છે આ બાબતે સરકાર જાગૃત થાય અને લોકો પણ જાગૃત થાય તે હેતુ થી આ રેલી નું આયોજન કરાયું હતી

પોરબંદરમાં આવેલ આ દરિયા મહેલ જોવા અનેક પ્રવાસી ઓ પણ આવે છે અને જર્જરિત હાલત જોઈને પાછા વળે છે પરંતુ જો આ મહેલ ને રીનોવેશન કરવામાં આવે તો મોટી સંખ્યામાં પ્રવાસીઓ પણ વધી શકે તેમ છે અને પોરબંદર ના અનેક લોકો ને પ્રવાસીઓ મારફતે રોજી રોટી પણ મળી શકે તેમ છે અને પોરબંદર ની સમૃધ્ધિ પણ વધારો થઈ શકે પરંતુ કયા કારણોસર આ મહેલ નું રીનોવેશન નથી કરવામા આવતું તે હજુ અસ્પષ્ટ છે

બાઈટ નિશાંત બધ (ઇતિહાસ વિષયના સંશોધક)

બાઈટ હિરલબા જાડેજા (સામાજિક અગ્રણી)


ABOUT THE AUTHOR

...view details