ગુજરાત

gujarat

રાણાવાવ સિમેન્ટ ફેક્ટરી વિસ્તારમાં મગર ચડી આવ્યો

By

Published : Apr 23, 2019, 6:33 AM IST

પોરબંદર: જિલ્લામાં આવેલા રાણાવાવ ખાતે સૌરાષ્ટ્ર સિમેન્ટ ફેક્ટરીના વિસ્તારમાં એકાએક મગર આવી ચડી હતા. જેને કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ અંગે લોકો દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ વન વિભાગ દ્વારા રેસ્કયુ ઓપરેશન હાથ ધરાયુ હતું.

રાણાવાવ સિમેન્ટ ફેક્ટરી વિસ્તારમાં મગર ચડી આવ્યો

રાણાવાવ નજીક આવેલા સૌરાષ્ટ્ર સિમેન્ટ ફેક્ટરીના કડી માટીના ખાડામાં સવારના સમયે એક ઈંચ ચાર ફૂટની મગર આવી ચડી હતી. જેના કારણે ત્યાં કામ કરતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. લોકોએ વન વિભાગને જાણ કરતા વન વિભાગનો સ્ટાફ પહોંચી ગયો હતો.

દસ ફૂટ ઉંડા ખાડામાંથી એકાદ કલાકની જહેમત બાદ દોરડા વડે આ મગરને રેસ્ક્યૂ કરીને બહાર કાઢવામાં આવ્યો હતો.તે સાથે જ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ત્યારબાદ વનવિભાગના કર્મચારીઓ દ્વારા ફોદાળા ડેમમાં તેને મુક્ત કરવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details