ગુજરાત

gujarat

ભારતીય જળસીમા નજીક ગુજરાતની બોટ પર થયેલા ફાયરિંગ મામલે 6 અજાણ્યા શખ્શો વિરુદ્ધ ફરિયાદ

By

Published : Apr 17, 2020, 11:39 AM IST

ભારતીય જળસીમા નજીક પાકિસ્તાની સ્પીડબોટમાં આવેલા 6 જેટલા શખ્સોએ ઓખાની બોટ પર ફાયરિંગ કરી ખલાસીને ઈજા પહોંચાડી હતી. ઉપરાંત બોટમાં પણ નુકસાન કર્યું હતું. જે મામલે ઈજાગ્રસ્ત ખલાસીએ પોરબંદરના નવી બંદર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ભારતીય જળસીમા નજીક ગુજરાતની બોટ પર થયેલા ફાયરિંગ મામલે 6 અજાણ્યા શખ્શો વિરુદ્ધ ફરિયાદ
ભારતીય જળસીમા નજીક ગુજરાતની બોટ પર થયેલા ફાયરિંગ મામલે 6 અજાણ્યા શખ્શો વિરુદ્ધ ફરિયાદ

પોરબંદર: મૂળ યુપીના વતની અને હાલ ઓખા બંદરમાં આર.કે. એરિયામાં રહેતા રામબરોહી રામધની નામના ખલાસીએ નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ તે ઓખા બંદર પર લખન બાબુની ઓમકાર(રજી. નં .જીજે 11 એમ એમ 13791) નામની બોટમાં એક વરસથી ટંડેલ તરીકે ફરજ બજાવે છે અને ગત 2 એપ્રિલના રોજ તે આ બોટમાં 8 ખલાસીઓ સાથે ફિશિંગ માટે જવા રવાના થયા હતા અને ગત 12 એપ્રિલના રોજ ભારતીય જળસીમા નજીક માછીમારી કરી રહ્યા હતા તે દરમિયાન બપોરે 3 વાગ્યે એક સફેદ કલરનું જહાજ આવ્યું હતું અને તેમાંથી લાલ કલરની નાની સ્પીડ બોટ ઉતરી હતી જેમાં 6 જેટલા શખ્સો સવાર હતા. તેમાંથી બે શખ્સોએ પોતાની પાસે રહેલી બંદુકમાંથી રામ બરોહીની બોટ પર આઠેક રાઉન્ડ ફાયર કર્યા હતા. જેથી રામ બરોહીને પાછળના ભાગે ખભા પર ગોળી વાગી હતી અને બીજી ગોળી તેમની બોટની કેબીન પર વાગતા કેબીનનો કાચ તૂટી ગયો હતો.

આ બનાવ બાદ રામ બરોહીએ પોતાની બોટ ભગાડી અને ત્યાંથી નાસી છુટ્યા હતા અને દુર જઈને તેના શેઠની બીજી બોટના દીપક નામના ટંડેલને વાયરલેસ વડે બનાવની જાણ કરતા દીપકે સમગ્ર હકીકત કોસ્ટગાર્ડના અધિકારીઓને જણાવી હતી. આથી જખૌ કોસ્ટગાર્ડની શીપે તેનો સંપર્ક કરીને જખૌથી 45 નોટીકલ માઈલ દુરથી તેની બોટને ટેક ઓવર કરી જખૌ લાવવામાં આવી હતી. અને ગોળી વાગવાથી ઈજાગ્રસ્ત બનેલા રામ બરોહીની સારવાર કરી વધુ સારવાર માટે ભુજની જી કે જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પોલીસે આ અંગે 6 જેટલા અજાણ્યા શખ્સો વિરુધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details