ગુજરાત

gujarat

પાકિસ્તાનની ફરી એક નાપાક હરકત IMBL નજીક 6 બોટ અને 35 માછીમારોનું કર્યું અપહરણ

By

Published : Apr 23, 2021, 7:28 AM IST

પોરબંદર નજીક આવેલા IMBL પાસે 35 જેટલા માછીમારોનું પાકિસ્તાર દ્વારા અપરણ કરવામાં આવ્યું છે. પાકિસ્તાન દ્વારા 6 બોટ કબ્જે કરવામાં આવી છે.

pak
પાકિસ્તાનની ફરી એક નાપાક હરકત IMBL નજીક 6 બોટ અને 35 માછીમારોનું કર્યું અપહરણ

  • પોરબંદરની પાંચ અને ઓખાની એક બોટ મળી કુલ છ બોટનું અપહરણ કરાયું
  • પાકિસ્તાનની જેલ માં હાલ 500 જેટલા માછીમારો સબડી રહ્યા છે
  • અપહરણ કરાયેલી બોટ અંગે નેશનલ ફિશ ફોરમના સભ્ય મનીષ લોઢારીને મળ્યા મેસેજ

પોરબંદર: પાકિસ્તાન મરીનન સીક્યુરીટી દ્વારા જખૌ નજીક IMBL પાસે માછીમારી કરી રહેલી ગુજરાતની 6 બોટો અને 35 જેટલા માછીમારોનું અપહરણ કરી લેવામાં આવ્યું છે. ગુરુવારે જખૌ નજીક માછીમારી કરી રહેલી પોરબંદરની 5 અને ઓખાની 1 મળીને કુલ 6 બોટો અને 35 માછીમારોના બંદૂકના નાળચે અપહરણ કરી લેવામાં આવ્યા હતા. અપહરણ કરાયેલી આ ગુજરાતની 6 ફીશીંગ બોટોને બંધક બનાવી કરાચી બંદર પર લઇ જવામાં આવતા કરાચીના માછીમારો દ્વારા પોરબંદરના માછીમાર અગ્રણી મનીષભાઇ લોઢારીને આ અંગે જાણ કરવામાં આવી હતી.

આ પણ વાંચો :સાંસદ રામ મોકરિયાએ વડાપ્રધાનને માચ્છીમારોને પાકિસ્તાનથી છોડાવવા અપીલ કરી


10 દિવસમાં બોટ અપહરણ નો બીજો બનાવ

પાકિસ્તાન દ્વારા છેલ્લા 10 દિવસોમાં ગુજરાતના માછીમારોના અપહરણની આ બીજીઘટના ઘટી છે.ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન દ્વારા અપહરણ કરી પોતાના કબ્જામાં લેવાયેલ ભારતીય બોટની સંખ્યા 1100 જેટલી છે અને પાકિસ્તાન ની જેલમાં હાલ 500 જેટલા માછીમારો સબડી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details