ગુજરાત

gujarat

પાટણમાં તલાટીઓએ તિરંગા યાત્રા યોજી પોતાની માંગ બુલંદ કરી

By

Published : Aug 8, 2022, 4:02 PM IST

ગુજરાતમાં તલાટીઓની પડતર માંગણીઓને(Talati strike in Gujarat )લઈને રાજ્ય તલાટી મંડળ દ્વારા અચોક્કસ મુદત માટે હડતાલ જાહેર કરવામાં આવી છે. પાટણ જિલ્લા તલાટી કમ મંત્રીઓ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરી (Protest of Talatis in Patan)પડતર માંગણીઓ સરકાર ઝડપથી પૂર્ણ કરે તેવી પણ માંગ કરી હતી.

પાટણમાં તલાટીઓએ તિરંગા યાત્રા યોજી પોતાની માંગ બુલંદ કરી
પાટણમાં તલાટીઓએ તિરંગા યાત્રા યોજી પોતાની માંગ બુલંદ કરી

પાટણઃ જિલ્લાના તલાટી કમ મંત્રીઓએ (Talati cum Mantri Strike )આઝાદી કા અમૃત મહોત્સવ(Azadi ka Amrit Mohotsav) અંતર્ગત તિરંગા યાત્રાયોજી ઐતિહાસિક રાણીની વાવ ખાતે પહોંચ્યા હતા. આ યાત્રામાં વંદે માતરમ, ભારત માતાકી જય ના નારાઓ લગાવ્યા હતા. સાથે જ પોતાની પડતર માંગણીઓ સરકાર ઝડપથી પૂર્ણ કરે તેવી પણ માંગ કરી હતી.

તલાટીઓની હડતાલનો મામલો -આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર દેશમાં હાલમાં ઉજવણી કરવામાં આવી રહી છે. દેશના વડાપ્રધાન દ્વારા હર ઘર તિરંગાને (Har ghar Tiranga champion) લઈને ઠેર ઠેર તિરંગા યાત્રાઓ યોજાઈ રહી છે. પાટણ જિલ્લા તલાટી કમ મંત્રીઓ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં (Protest of Talatis in Patan)આવ્યું હતું. જેમાં તમામ કર્મચારીઓ હાથમાં તિરંગા લઈ ઐતિહાસિક રાનીની વાવ સંકુલ ખાતે પહોંચ્યા હતા.

ગુજરાતમાં તલાટીઓની હડતાલ

આ પણ વાંચોઃતલાટીઓની રાજ્ય વ્યાપી હડતાલ: ઉપલેટાના તલાટીઓએ કચેરીની ચાવી તાલુકા મથકે જમાં કરાવી

અચોક્કસ મુદતની હડતાલ -રાજ્યમાં હાલમાં તલાટીઓ પોતાની વિવિધ પડતર માંગણીઓ લઈને અચોક્કસ મુદતની હડતાલ(Protest of Talatis ) ઉપર ઉતર્યા છે. ત્યારે પાટણ જિલ્લામાં કર્મચારીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઘર ઘર તિરંગાને સમર્થન આપી તિરંગા યાત્રા યોજી હતી. સાથે સાથે પોતાની પડતર માંગણીઓ પણ બુલંદ કરી હતી.

આ પણ વાંચોઃTalati cum Mantri Strike : તલાટીઓએ હડતાળના ત્રીજા દિવસે આ રીતે દર્શાવ્યો વિરોધ

પડતર માંગણીઓ પૂર્ણ કરે -જિલ્લા તલાટી કમ મંત્રી એસોસીના પ્રમુખ સતીષ જાદવે જણાવજો સરકાર દ્વારા અમારી જે માંગણીઓ છેલ્લા કેટલાય વર્ષથી છે તેનું આજ દિન સુધી નિરાકરણ કરવામાં આવ્યું નથી. તેને લઈને ચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતર્યા છીએ, ત્યારે દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે અને હર ઘર તિરંગા લહેરાવવામાં આવી રહ્યા છે ત્યારે અમારી પડતર માંગણીઓ સરકાર સત્વરે પૂર્ણ કરી નિરાકરણ લાવે તેવી માંગ છે.

ABOUT THE AUTHOR

...view details