ગુજરાત

gujarat

પાટણ શહેરમાં વરસાદનું આગમન થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી

By

Published : Aug 6, 2020, 8:23 PM IST

પાટણ શહેરમાં ગુરુવારે દિવસભર ભારે ઉકળાટ અને બફારા વચ્ચે બપોર બાદ વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો. એકાએક ભારે પવન સાથે વરસાદી ઝાપટું વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.

પાટણમાં મેઘરાજાની પધરામણી થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી
પાટણમાં મેઘરાજાની પધરામણી થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી

પાટણ: ગુજરાતભરમાં ચોમાસાની ઋતુની શરૂઆત થઈ ગઈ હોવા છતા કેટલાક ભાગોમાં જોઈએ તેટલો વરસાદ નથી પડ્યો, જેના કારણે અસહ્ય ગરમી અને ઉકળાટ જોવા મળી રહ્યા છે તેવામાં ગુરુવારે એકાએક ઠંડા પવનો સાથે વાતાવરણમાં પલટો આવતા વરસાદ વરસ્યો હતો અને લોકોને બફારાથી રાહત મળી હતી.

તો બીજી તરફ વરસાદી ઝાપટું વરસતા ખેડૂતોમાં પણ આનંદની લાગણી પ્રસરી જવા પામી હતી. શહેરમાં વરસાદી ઝાપટાને લઈને મુખ્ય માર્ગો ઉપર પાણી પણ ભરાયા હતા જેમાં બાળકો મસ્તી કરતા જોવા મળ્યા હતા.

પાટણ બાદ અન્ય તાલુકાઓમાં પણ વરસાદ વરસ્યો હતો.જેમાં પાટણમાં 16 એમ.એમ, સરસ્વતીમાં 20 એમ એમ અને સિદ્ધપુરમાં 18 એમએમ વરસાદ વરસ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details