ગુજરાત

gujarat

Jagannath Rathyatra 2022 : જગન્નાથજી માટે સ્પેશિયલ મંગાવેલા મોરપીંછ બન્યા આકર્ષણનું કેન્દ્ર

By

Published : Jun 30, 2022, 3:03 PM IST

પાટણના પ્રસિદ્ધ જગદીશ મંદિર ખાતે રથયાત્રાને (Maha Abhishek at Jagdish Temple) લઈને આજે અષાઢ સુદ એકમના દિવસે ભગવાનને મહાઅભિષેક અને સહસ્ત્ર ધારા બ્રાહ્મણોના વૈદિક મંત્રોચ્ચાર સાથે કરવામાં આવ્યો હતો. આ પૂજાવિધિ યજમાન (Patan Jagannath Rathyatra) સહિત ભક્તજનો દ્વારા શ્રદ્ધા ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ (Jagannath Rathyatra 2022) સાથે કરવામાં આવી હતી.

Jagannath Rathyatra 2022 : જગન્નાથજી માટે સ્પેશિયલ મંગાવેલા મોરપીંછ બન્યા આકર્ષણનું કેન્દ્ર
Jagannath Rathyatra 2022 : જગન્નાથજી માટે સ્પેશિયલ મંગાવેલા મોરપીંછ બન્યા આકર્ષણનું કેન્દ્ર

પાટણ : પાટણમાં ભગવાન જગન્નાથજીની નીકળનારી 140મી રથયાત્રા (Jagannath Rathyatra 2022) પૂર્વે આજે જગદીશ મંદિર ખાતે સવારથી જ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. મંદિર ખાતે ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા પર યજમાન પરિવાર દ્વાર મંત્રોચ્ચાર સાથે જલાભિષેક સહિતની શોડશોપચાર પૂજા ભક્તિમય માહોલમાં કરવામાં આવી હતી. તો ભગવાન જગન્નાથજી પર સહસ્ત્ર ધારા પણ કરવામાં આવ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ભક્તોએ (Patan Jagannath Rathyatra) ભગવાન પર દૂધની ધારાનો અભિષેક કરી ધન્યતા અનુભવી હતી. તો બીજી તરફ મંદિરના શિખર પર શુભ મુહૂર્તમાં ધજા આરોહણ કરવામાં આવ્યું હતું.

પાટણમાં ભગવાન જગન્નાથજી મહાઅભિષેક અને સહસ્ત્ર ધારા સાથે વૈદિક મંત્રોચ્ચાર

આ પણ વાંચો :Patan Jagannath Rathyatra : જગન્નાથજીના આંખેથી પાટા ખોલતા જ મંદિરનું વાતાવરણ બન્યું આહલાદ

ભાવિક ભક્તોની ભીડ -ભગવાન જગન્નાથજીના અભિષેક પૂજામાં યજમાન પદે બિરાજમાન હરેશ જોષીએ જણાવ્યું હતું કે, ભગવાનની કૃપા દ્રષ્ટિથી અમને આ પૂજા કરવાનો અવસર મળ્યો છે. જે શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. મામેરાની શોભા યાત્રા પણ (Maha Abhishek at Jagdish Temple) અમારા નિવાસ્થાનેથી જ નીકળશે. જેને લઇ પરિવારજનો અનેરો આનંદ અને ઉત્સાહ છે.પાટણ શહેરના જગદીશ મંદિર ખાતે સવારથી જ ભાવિક ભક્તોની ભગવાનના અભિષેક અને દર્શન માટે ભાવિક ભક્તોની ભીડ ઉમટી હતી અને શ્રદ્ધાળુએ ભાવભર ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

મહાઅભિષેક

આ પણ વાંચો :પાટણમાં ભગવાન જગન્નાથજીની પ્રતીકાત્મક રથયાત્રા માટે મંજૂરી માંગવામાં આવી

ભગવાન માટે મથુરાથી મોરના પીછા મંગાવ્યા - જગદીશ મંદિર પૂજારીએ જણાવ્યું હતું કે, નગરની સુખ-સમૃદ્ધિ વધે અને લક્ષ્મીજીની કૃપા પાટણ નગર ઉપર હંમેશા રહે તેવા આશયથી ભગવાન જગન્નાથ સમક્ષ મથુરાથી મંગાવેલા મોરના પીછાની પિછવાઈ (Patan Rathyatra 2022) કરવામાં આવી હતી. જગદીશ મંદિર ખાતે દર વર્ષે અલગ અલગ રીતે ભગવાન જગન્નાથ સમક્ષ આંગી કરવામાં આવે છે, ત્યારે ચાલુ વર્ષે મોરપીંછની કરવામાં આવેલી પિછવાઈ શ્રદ્ધાળુ ભકતોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

ABOUT THE AUTHOR

...view details