ગુજરાત

gujarat

પાટણમાં વરસાદ બંધ થયા પછી પણ પાણી ભરાયા

By

Published : Jul 17, 2021, 1:18 PM IST

પાટણમાં ગુરુવારે દિવસ દરમિયાન ગરમી અને ઉકળાટ પછી સાંજે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો. વીજળીના કડાકા અને ભારે પવનના સુસવાટા સાથે જોરદાર વરસાદી ઝાપટુ પડતા લોકોએ આનંદની લાગણી અનુભવી હતી. જોકે, આ વરસાદ થોડા સમય પછી બંધ થઇ જતા લોકોની ભારે વરસાદની આશાઓ અધૂરી રહી હતી. વરસાદના વિરામ પછી બીજા દિવસે પણ નીચાણવાળા વિસ્તારોમાં, રોડ ઉપર પાણી ભરાઈ રહેતા રાહદારીઓ અને વાહનચાલકોને હાલાકી ભોગવવી પડી હતી.

પાટણમાં વરસાદી પાણી ભરાયા
પાટણમાં વરસાદી પાણી ભરાયા

  • શહેરમાં ધોધમાર વરસાદી ઝાપટું પડ્યું
  • વરસાદને પગલે માર્ગો પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ
  • નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

પાટણ : શહેર સહિત પંથકમાં છેલ્લા ચાર દિવસથી દિવસભર અસહ્ય ઉકળાટ પછી સાંજે કે મોડી રાત્રે વરસાદી ઝાપટુ પડવાનો સિલસિલો ચાલુ થયો છે. ગુરૂવારે સાંજે પણ એકા-એક વાતાવરણ પલટાયું હતું. આકાશમાં સાંજના સમયે ઘટાટોપ કાળા ડિબાંગ વાદળો ધસી આવ્યા હતા. વીજળીના તેજ લિસોટા તેમજ કડાકા સાથે મેઘરાજાએ એન્ટ્રી કરી હતી.

પાટણમાં વરસાદી પાણી ભરાયા

શહેરના મુખ્ય માર્ગો ઉપર પાણી ફરતા થઇ ગયા

અડધો કલાક ધોધમાર વરસાદ વરસતા શહેરના મુખ્ય માર્ગો ઉપર પાણી ફરતા થઇ ગયા હતા. નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. સાંજના સમયે પડેલા વરસાદથી દિવસભર અસહ્ય ઉકળાટથી પરસેવે રેબઝેબ બનેલા શહેરીજનોએ થોડીવાર માટે ઠંડક અનુભવી હતી.

આ પણ વાંચો : બનાસકાંઠા જિલ્લામાં લાંબા સમયના વિરામ બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી

લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો

શહેરમાં ગુરુવારે સાંજે પડેલા વરસાદી ઝાપટાને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. વરસાદના વિરામ પછી શુક્રવારે સવારથી જ વાતાવરણમાં ઉઘાડ નીકળ્યો હતો. પરંતુ નીચાણવાળા વિસ્તારોમાં જે વરસાદી પાણી ભરાયા હતા જેને લઇ રાહદારીઓ, વાહનચાલકો તેમજ સ્થાનિક રહીશોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

આ પણ વાંચો : ભુજના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા, નગરપાલિકા દ્વારા તાત્કાલિક નિકાલ કરાયો

વરસાદી પાણીમાં મચ્છરો તેમજ જીવાતોનો ઉપદ્રવ થતા રોગચાળાનો ભય

નીચાણવાળા વિસ્તારોમાં માર્ગો ઉપર ભરાઈ રહેલા વરસાદી પાણીમાં મચ્છરો તેમજ જીવાતોનો ઉપદ્રવ થતા રોગચાળાનો ભય લોકોને સતાવી રહ્યો છે. જેને લઈને નગરપાલિકાની પ્રિ-મોન્સૂન પ્લાન સામે પણ શહેરીજનોમાં રોષ જોવા મળ્યો હતો.

પાટણમાં વરસાદી પાણી ભરાયા

આ પણ વાંચો -

ABOUT THE AUTHOR

...view details