ગુજરાત

gujarat

સાંતલપુરના ડાભી ઉનરોટ અને મઢુત્રા ગામે કેનાલમાં ગાબડું, જીરાના પાકનો સોથ વળ્યો

By ETV Bharat Gujarati Team

Published : Nov 20, 2023, 9:31 PM IST

પાટણના સાંતલપુરના ડાભી ઉનરોટ અને મઢુત્રા ગામ નજીકથી પસાર થતી નર્મદાની માઇનોર કેનાલમાં ગાબડું પડ્યું છે.જેમાં નહેરનું પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળતા ખેડૂતોને નુકસાન થયું છે. જેને લઈને નર્મદા વિભાગના અધિકારીઓ સામે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

સાંતલપુરના ડાભી ઉનરોટ અને મઢુત્રા ગામે કેનાલમાં ગાબડું, જીરાના પાકનો સોથ વળ્યો
સાંતલપુરના ડાભી ઉનરોટ અને મઢુત્રા ગામે કેનાલમાં ગાબડું, જીરાના પાકનો સોથ વળ્યો

ખેડૂતોમાં ભારે રોષ

પાટણ : છેવાડાના ગામના ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા નર્મદાની મુખ્ય કેનલો અને ત્યારબાદ બ્રાન્ચ કેનલો બનાવી નહેર મારફતે પાણી પહોંચતું કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. કેનાલોની સફાઈ અને મરામત માટેના કોટ્રાક્ટ પણ આપવામાં આવ્યા છે, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા યોગ્ય રીતે કેનાલોની મરામત કરવામાં આવતી ન હોવાને કારણે વારંવાર નહેરમાં ગાબડા પડવાને કારણે ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે.

ગાબડા પડવાનો સિલસિલો યથાવત પાટણ જિલ્લામાં પણ નહેરોમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે. સંતાલપુર નજીકથી પસાર થતી જારુસા માઇનોર કેનલમાં ગાબડું પડતા ડાભી ઉનરોટ ખેતરોમાં પાણી ફરી વળતા ખેતરોમાં વાવેતર કરેલ જીરાના પાકને ભારે નુકસાન થયું છે. સંતાલપુર પંથકમાં વારંવાર કેનાલોમાં ગાબડાં પડવાનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે. જેનો ભોગ ખેડૂતોને બનવો પડે છે.

ખેડૂતને રોવાનો વારોદોલુભા નામના ખેડૂતે જણાવ્યું હતું કે કરજ લઈને ખેતરમાં જીરાનું વાવેતર કર્યું હતું પણ કેનાલનું પાણી ખેતરમાં ફરી વળતા જીરાનો પાક તૈયાર થાય તે પહેલા જ તેના ઉપર પાણી ફરી વળ્યું છે. વારંવાર આ વિસ્તારમાં ચેનલો તૂટવાને કારણે ખેડૂતોને ભારે નુકસાન થાય છે. અનેકવાર રજૂઆતો કરવા છતાં પણ નર્મદા નિગમના અધિકારીઓ યોગ્ય કામગીરી કરાવતાં નથી જેને કારણે ખેડૂતોને ભારે નુકસાની વેઠવી પડે છે.

અનેક રજૂઆતો છતાં ઉકેલ નથી :સંતાલપુર પંથકમાં પસાર થતી નર્મદાની કેનલોમાં વારંવાર ગાબડા પડવા અને કેનલ ઓવર ફ્લો થવા બાબતે વિસ્તારના ખેડૂતોએ અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં અધિકારીઓ દ્વારા ખેડૂતોના હિતમાં આજ દિન સુધી કોઈ યોગ્ય કામગીરી કરવામાં આવી નથી. જેથી નર્મદાના અધિકારીઓ સામે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

  1. નવસારીના વાંસદા તાલુકાના ઝરી ગામે નહેરમાં ગાબડું પડતાં 4 ગામોના ખેડૂતોને નુકસાની
  2. ચુવા ઉચપા માઇનોર કેનાલમાં પડ્યું પાંચ ફૂટનું ગાબડું

ABOUT THE AUTHOR

...view details