ગુજરાત

gujarat

પાટણમાં જળ શક્તિ અભિયાન અંતર્ગત કૃષિ શિબિરનું આયોજન

By

Published : Sep 4, 2019, 11:34 AM IST

પાટણઃ જીલ્લા પંચાયત પ્રમુખના અધ્યક્ષ સ્થાને યુનીવર્સીટી ખાતે કરવામાં આવ્યું હતુ. જેમાં જીલ્લાના ખેડૂતોને સરકારની વિવિધ યોજનાઓ અને ખેતી અંગેનું માર્ગદર્શન તજજ્ઞો દ્વારા આપવામાં આવ્યું હતુ. જીલ્લામાંથી મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અને માર્ગદર્શન મેળવ્યું હતુ.

કૃષિ શિબિરનું આયોજન

આત્મા યોજના અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર પાટણના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ કૃષિ મેળામાં કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને ખેતીમાં પાણીના બચાવ અને જળ સંચય અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ તેમજ આ મેળામાં વિવિધ કંપનીઓના કૃષિ લક્ષી સામગ્રી તથા યોજનાઓના અલગ અલગ સ્ટોલ પણ ગોઠવવામાં આવ્યા હતા જેમાંથી ખેડૂતોને ખેતી લક્ષી માહિતી પૂરી પાડવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ખેડૂતોએ પોતાના ખેતરોમાં વિવિધ યોજનાનાઓના લાભ થકી મેળવેલા લાભ અને ખેતીની વૃદ્ધિ બાબતે પોતાના અભિપ્રાયો રજુ કર્યા હતા.

કૃષિ શિબિરનું આયોજન

આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ૧૦૧ ખેડૂતોને સાફલ્યગાથા પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું તેમજ જીલ્લાના વિવિધ તાલુકાના પ્રગતિશીલ ખેડૂતો ના સફળ ખેતી પ્રયોગોનું વિડીઓ પ્રેઝન્ટ પણ કરવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details