ગુજરાત

gujarat

પાટણ યુનિવર્સિટી રોડ પર ફ્લાય ઓવર બ્રિજ બનાવવા માપણી કરાઇ

By

Published : Dec 3, 2019, 11:58 PM IST

પાટણ: કાંસા ભીલડી રેલવે લાઈન પર ટ્રેનોની અવર જવર વધતા શહેરના પ્રવેશ દ્વાર સમાન રાજમહેલ રોડથી યુનિવર્સિટી માર્ગ પર આવેલ ફાટક પર ફ્લાય ઓવર બ્રિજ બનાવવાની કામગીરી ઉભી થતાં રાજ્ય સરકાર દ્વારા ખાનગી કંપનીની નિમણૂંક કરવામાં આવી છે. કંપનીના અધિકારીઓ પાટણ આવી સ્થળનું નિરીક્ષણ કરી ઓવર બ્રિજ બનાવવાની શક્યતાઓની ચકાસણી કરી ત્રણેય બાજુની માપણી કરી હતી.

patan
patan

પાટણનું વર્ષો જૂનું કાંસા ભીલડી લાઈનનું સ્વપ્ન સાકાર થયા બાદ આ લાઇન પર મુસાફર અને ગુડ્ઝ ટ્રેનોની અવર જવર વધતા યુનિવર્સિટી રોડ ઉપર આવેલ રેલવે ફાટક બંધ રહેતા બન્ને બાજુ વાહનોની લાંબી કતારો સાથે ટ્રાફિકની સમસ્યા ઉભી થઇ છે. જેને કારણે ફાટક પર ઓવર બ્રિજ બનાવવા માટે નગરપાલિકા જિલ્લા વહીવટી તંત્રને રજૂઆત કરી હતી. જિલ્લા વહીવટી તંત્રએ આ દરખાસ્ત સરકારમાં મોકલી હતી.

યુનિવર્સિટી રોડ પર ફ્લાય ઓવર બ્રિજ બનાવવા માપણી કરાઈ

જેને પગલે સરકાર દ્વારા નીમવામાં આવેલ ખાનગી કંપનીના કન્સલ્ટન્ટ અને તેમની ટીમ પાટણ આવી હતી અને ફાટક ઉપર ફ્લાય ઓવર બ્રિજ બની શકે કે નહીં તેની શક્યતાઓની ચકાસણી કરી હતી અને ત્રણે બાજુના માર્ગોની માપણી કરી હતી. જેમાં રેલવે ફાટકથી કલેકટર કચેરી તરફ ફ્લાય ઓવર બ્રિજ માટે 350 મીટર, રેલવે ફાટકથી શક્તિ સર્કલ સુધી 80 મીટર, શક્તિ સર્કલથી પાલિકા બઝાર સુધી 175 મીટર અને શક્તિ સર્કલથી કોલેજ સુધી 150 મીટરની લંબાઈની માપણી કરી હતી. પ્રાથમિક તબકકે આ જગ્યા પર બ્રિજ બની શકે છે તેવો અંદાજવામાં આવી રહ્યું છે.

આ કંપની દ્વારા આગામી દિવસોમાં ફ્લાય ઓવર બ્રિજની ત્રણે બાજુની લંબાઈ, નકશાઓ તથા ડિઝાઇન તૈયારી કરી સરકાર સમક્ષ રજૂ કરવામાં આવશે. ત્યારબાદ રેલવે તંત્રના અધિકારીઓ સાથે ઉંચાઈ સહિતની ચર્ચાઓ કરી રેલવે તંત્રની મંજૂરીની મહોર મળશે તો આગામી દિવસોમાં નિયમ મુજબ ફ્લાય ઓવર બ્રિજની કામગીરી શરૂ કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details