ગુજરાત

gujarat

પાટણ સબ જેલના કેદીઓ બે મહિના માટે મુક્ત થયા

By

Published : May 15, 2021, 9:40 AM IST

સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ પાટણ સુજનીપુર સબજેલમાં સાત વર્ષથી ઓછી સજા ભોગવી રહેલા આઠ કેદીઓને બે મહિના માટે જેલમુક્ત કરવામાં આવ્યા છે જેને લઇને આ કેદીઓ અને તેમના પરિવારજનોમાં આનંદની લાગણી જોવા મળી છે.

kedi
પાટણ સબ જેલના કેદીઓ બે મહિના માટે મુક્ત થયા

● જેલમુક્ત થતા કેદીઓ અને પરિવારજનોમાં છવાયો આનંદ

● સબ જેલ દ્વારા કેદીઓને રાશન કીટ પણ આપવામાં આવી

● બે મહિના બાદ કેદીઓને પરત જેલમાં આવવું પડશે

પાટણ : દેશમાં કોરોના સંક્રમણ અને હાહાકાર મચાવ્યો છે અને દિન-પ્રતિદિન પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે આ મહામારી દેશની જેલોમાં વિકરાળ સ્વરૂપ ધારણ ન કરે તે માટે તાજેતરમાં સુપ્રીમ કોર્ટની સૂચના અનુસાર હાઈપાવર કમિટીની બેઠક મળી હતી જેમ વિચાર વિમર્શ કરી રાજ્યની જેલોમાં કોરોના સંક્રમણ ન ફેલાય અને કેદીઓની સંખ્યા મર્યાદિત રહે તે માટે સાત વર્ષથી ઓછી સજા ભોગવતા હોય તેવા કેદીઓને બે મહિના માટે જેલ મુક્ત કરવાનો નિર્ણય લેવાયો હતો જેને અનુલક્ષી પાટણ સુજનીપુર સબજેલમાં સાત વર્ષથી ઓછી સજા ભોગવતા છ કાચા કામના અને બે પાકા કામના મળી કુલ આઠ કેદીઓને સુપ્રીમ કોર્ટની સુચના મુજબ બે મહિના માટે જેલમુક્ત કરવામાં આવ્યા હતા જેલ મુક્ત થયેલા આ કેદીઓને સબજેલ દ્વારા પરિવારના ભરણપોષણ માટે રોશન કીટ પણ આપવામાં આવી હતી.
કેદીઓ ખુશ

બે મહિના માટે જેલ મુક્ત થતા કેદીઓમાં સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી ખુશી જોવા મળી હતી અને પોતાના પ્રતિભાવો આપતાં જણાવ્યું હતું કે હાલની કોરોના મહામારી વચ્ચે તમને જ્યાં મુક્ત કરવામાં આવ્યા છે, અમે સમાજ વચ્ચે જઈ કોરોના વોરિયર્સ તરીકેની ભૂમિકા અદા કરીશું જેલ પ્રશાસન દ્વારા માનવતાવાદી અભિગમ અપનાવી અમારી સુધારણા માટે જે શીખવાડ્યું છે તેના પર અમલ કરીશું.

પાટણ સબ જેલના કેદીઓ બે મહિના માટે મુક્ત થયા

આ પણ વાંચો : અરવલ્લી: મોડાસા સબ જેલમાં કોરોનાનો પગપેસારો, 71 કેદી પોઝિટિવ


કેદીઓને આપવામાં આવી રસી

પાટણ સુજનીપુર સબજેલમાં હાલ કાચા અને પાકા કામના કુલ 195 જેટલા કેદીઓ સજા ભોગવી રહ્યા છે જેમાં 175 કાચા કામના અને પાંચ પાકા કામના કેદીઓ તેમજ મહિલા કેદીઓ બે બાળકો સાથે સજા ભોગવી રહ્યા છે જેલમાં રહેલા 51 કેદીઓને કોરોના રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details