ગુજરાત

gujarat

દૂધ અને છાસ ઉપર GST લગાવ્યું છે, તે ગુજરાત માટે યોગ્ય નથી: વિપુલ ચૌધરી

By

Published : Jul 27, 2022, 10:31 PM IST

પાટણમાં અર્બુદા સેનાએ દ્વારા વિપુલ ચૌધરીના અધ્યક્ષ સ્થાને જિલ્લા કારોબારીની બેઠક(District Executive Meeting) યોજાઈ હતી. OBC અનામત બચાવવા દૂધ અને દહીં પર લગાવેલા GST(GST on Milk and Buttermilk) દૂર કરવા તહરાબો રજૂ કરાયા હતા. વિપુલ ચૌધરીએ જણાવ્યું છે કે જો આગામી 15 ઓગસ્ટ સુધીમાં આ GST દૂર નહિ કરવામાં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

દૂધ અને છાસ ઉપર GST લગાવ્યું છે, તે ગુજરાત માટે યોગ્ય નથી: વિપુલ ચૌધરી
દૂધ અને છાસ ઉપર GST લગાવ્યું છે, તે ગુજરાત માટે યોગ્ય નથી: વિપુલ ચૌધરી

પાટણ: જિલ્લા અર્બુદા સેના(Arbuda Sena in Patan) દ્વારા મેલડી માતા મંદિરમાં(Meladi Mata Temple) જિલ્લા કારોબારીની બેઠક વિપુલ ચૌધરીના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. જેમાં OBC અનામત બચાવવા સામાજિક સમરસતા દૂધ અને દહીં પર લગાવેલા GST(GST on Milk and Buttermilk) દૂર કરવા સહિતના 10 જેટલા ઠરાવો કરવામાં આવ્યા હતા. આ તમામ ઠરાવોને સર્વાનું મતે મંજૂર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, આગામી વિધાનસભાની ચૂંટણીમાં વિપુલ ચૌધરીના હાથ મજબૂત કરવા સેનાના આગેવાનોને અનુરોધ કરાયો હતો. આગામી 15 ઓગસ્ટ સુધીમાં જો આ GST સર્કલર ડવવાર ધટાવવામાં નહિ આવે તો આંદોલન કરવામાં આવશે.

બેઠકમાં ઓબીસી અનામત બચાવવા સામાજિક સમરસતા દૂધ અને છાશ પર લગાવેલ જીએસટી રદ કરવા અંગેના કરાયા ઠરાવો

આ પણ વાંચો:હવે ગ્રામ પંચાયતની 3,252 બેઠકો પર નહીં રહે OBC અનામત, આ રહ્યું મોટું કારણ

અર્બુદા સેનાને પાટણ જિલ્લાની પ્રથમ કારોબારી મળી -રાજ્યના પૂર્વ ગૃહ પ્રધાન તેમજ દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન(Former Chairman of Dudhsagar Dairy) વિપુલ ચૌધરી દ્વારા અર્બુદા સેનાનું ગઠન કરવામાં આવ્યું છે. ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લાઓમાં પ્રવાસ ખેડી ગામડે ગામડે આ સેનામાં યુવકો તેમજ યુવાનોને જાગૃત કરી સભ્યો બનાવવામાં આવ્યા છે. આજે (બુધવારે) પાટણના મેલડી માતાના મંદિરમાં અર્બુદા સેનાને પાટણ જિલ્લાની પ્રથમ કારોબારી મળી હતી. જેમાં પાટણ જિલ્લાના યુવાનો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

પાટણ ખાતે અર્બુદા સેનાની જિલ્લા કારોબારી બેઠક યોજાઈ

દૂધ અને છાસ ઉપર લગાવેલા GST રદ કરવા સહિતના 11 ઠરાવો રજૂ કરાયા - આ કરોબારીમાં અર્બુદા સેનાનું બંધારણ ઉદ્દેશ્યો તથા સંગઠન અંગે મોંઘી ચૌધરીના વ્યક્તિ સભ્ય અંગે, રામજી ચૌધરીની વિશાળ કદની પ્રતિમા અંગે, મોતી ચૌધરી ફાઉન્ડેશન અંગે, મલ્ટી સ્ટેટ કો ઓપરેટિવ અંગે, સામાજિક સમસત્તા, 10% OBC અનામત બચાવવા અંગે તથા સહકારી ડેરી ઉદ્યોગ(Cooperative Dairy Industry) દ્વારા ઉત્પાદિત દૂધ અને છાસ ઉપર લગાવેલા GST રદ કરવા સહિતના 11 ઠરાવો રજૂ કરવામાં આવ્યા હતા. આ તમામ ઠરાવોને કરવાનું મતે મંજૂર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત આગામી વિધાનસભાની ચૂંટણીમાં વિપુલ ચૌધરીના હાથ મજબૂત કરવા પણ અનુરોધ કરાયો હતો.

દૂધ દો નારી મહિલાઓની કાળી મજૂરી પર પૈસા કમાવાની સરકારની દાનત યોગ્ય નથી :વિપુલ ચૌધરી

દૂધ અને છાસ ઉપર GST લગાવ્યું, તે ગુજરાત માટે યોગ્ય નથી - વિપુલ ચૌધરીએ જણાવ્યું હતું કે, ગુજરાતનું મોટાભાગનું દૂધ સહકારી માળખામાં આવતું હોય ત્યારે સરકારે દૂધ અને છાસ ઉપર GST લગાવ્યું છે. તે ગુજરાત માટે યોગ્ય નથી. ભારત સરકારે દૂધ દોનારી મહિલાઓની કાળી મજૂરીમાં પૈસા શોધવાનું મન થાય તે યોગ્ય નથી. આ બાબતે દૂધ દોનારીઓ સંઘર્ષ કરશે. આગામી 15 ઓગસ્ટ સુધીમાં સરકાર દ્વારા દૂધ અને છાસ ઉપરથી GST દૂર નહીં કરવામાં આવે તો આગામી સમયમાં આંદોલન કરવામાં આવશે. તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.

આ પણ વાંચો:બરોડા ડેરીની સાધારણ સભામાં હોબાળો

અર્બુદા સેના લોકોના પ્રશ્નોને આપશે વાચા -વધુમાં વિપુલ ચૌધરીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભારત સરકાર માહીના માધ્યમથી વ્યાપાર કરીને બિનજરૂરી સ્પર્ધા ઉભી કરી છે. શાસક પક્ષ બિલકુલ ચૂપ હોય ત્યાં લોકોના પ્રશ્નોને વાચા આપવાનું કામ અર્બુદા સેના કરવાની છે. ભૂતકાળમાં 25 વર્ષ પહેલા વીજળીના પ્રશ્ન ખેડૂતો આંદોલનો(Farmer Agitation For Electricity) કરતા હતા. સરકાર દ્વારા તેઓની ધરપકડ કરી આતંકવાદી ધારો લગાડવામાં આવતો હતો ત્યારે તે સમયના શાસકોની બકરી બે હતી ત્યારે આજે અમારા પક્ષના શાસકોની બકરી બે છે તેમ કહી ભાજપ સરકાર ઉપર કટાક્ષ કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details