ગુજરાત

gujarat

Gram Panchayat Election 2021: ટાંકવાસણા નાનું ગામ છતાં સવલતોથી ભરપૂર

By

Published : Dec 9, 2021, 8:17 AM IST

પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાનું ટાંક વાસણા ગામ (TankVasna Village) જિલ્લાનું એક એવું ગામ છે કે, જ્યાં આઝાદી પછી પંચાયત રાજમાં આજ દિન સુધીમાં ક્યારેય ગ્રામ પંચાયતની ચૂંટણી ( Gram Panchayat Election 2021) યોજાઈ નથી. આ ઉજ્જવળ પરંપરાને ચાલુ વર્ષે પણ ગ્રામજનો દ્વારા ચાલુ રાખવામાં આવી છે અને ગામના યુવાન અને શિક્ષિત ઉમેદવારને સરપંચ તરીકે સ્વીકારી સમરસતાની પરંપરા જાળવી (Maintain Tradition) રાખવામાં આવી છે. ચૂંટણી સમયે થતાં રાજકીય કાવાદાવાઓથી (Political machination) પર રહી ટાંકવાસણા ગામના લોકો અને ગામનો સર્વાંગી વિકાસ થાય તે માટે વર્ષોથી સર્વાનુમતે સરપંચની નિમણૂક કરે છે જે પરંપરાને આજે પણ ગામલોકોએ જાળવી રાખી છે.

Gram Panchayat Election 2021: ટાંકવાસણા નાનું ગામ છતાં સવલતોથી ભરપૂર
Gram Panchayat Election 2021: ટાંકવાસણા નાનું ગામ છતાં સવલતોથી ભરપૂર

ટાંકવાસણા ગામે સમરસ ગ્રામ પંચાયતની પરંપરા જાળવી રાખી
● સંપ ત્યાં જંપની ઉક્તિને ગામ લોકો કરી રહ્યા છે સાર્થક
● ગામલોકોએ ચાલુ વર્ષે ગામના શિક્ષિત યુવાનને બનાવ્યો સરપંચ

પાટણ:જિલ્લાના સરસ્વતી તાલુકાનું ટાંક વાસણા ગામ માત્ર 700 થી 800ની વસ્તી ધરાવતું અને 506 મતદારો ધરાવતું ગામ છે. આ ખોબા જેવડું નાનકડું ગામ તેની એક આગવી પરંપરા થકી સમગ્ર જિલ્લામાં આદર્શ અને સમસર ગામ તરીકે તેની ઓળખાણ છે. કારણ કે, દેશમાં 243 પંચાયતી રાજના અમલ (Gram Panchayat Election 2021) પછી આ ગામમાં ક્યારેય ગ્રામ પંચાયતની ચૂંટણીઓ થઈ નથી.

Gram Panchayat Election 2021: ટાંકવાસણા નાનું ગામ છતાં સવલતોથી ભરપૂર

ટાંકવાસણા ગામે સમરસ ગ્રામ પંચાયતની પરંપરા જાળવી રાખી

ટાંક વાસણા ગામમાં ઠાકોર, રબારી અને દેવીપૂજક સમાજના લોકોનો વસવાટ છે, ત્યારે આ નાનકડા ગામમાં ભાઈચારો અને એકતા થકી ગામ લોકો પોતાની પસંદગીનો ઉમેદવાર ચૂંટી ગામમાં સમરસતા જાળવી રાખવામાં આવી છે. હાલ ચાલુ દરમિયાન આ વર્ષે ગ્રામ પંચાયતોની ચૂંટણી (Gram Panchayat Election) સમગ્ર રાજ્યમાં થઈ રહી છે, જ્યારે આ ગામે પોતાની વર્ષો જૂની પરંપરાને આજે પણ જાળવી (Maintain Tradition) રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને ગામલોકોએ ભેગા મળીને પોતાની પસંદગીનો ઉમેદવાર સરપંચ તરીકે નક્કી કરી ગામને સરસ બનાવામાં આવ્યું છે. ગામના પૂર્વ સરપંચ ઝવેરભાઈ આ વિશે જણાવે છે કે, તેમને 70 - 72 વર્ષ થયાં પણ તેઓએ ગામમાં ચૂંટણી જોઈ નથી.

આ પણ વાંચો:EVM મશીનના અભાવને કારણે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ બેલેટ પેપરથી યોજાશે

કોરોના રસીકરણમાં મામલે ગ્રામ લોકોએ જાગૃતિ રાખી

ગામની સુવિધાની વાત કરીએ તો ગામમાં એક થી આઠ ધોરણ સુધીની પ્રાથમિક શાળા, આંગણવાડી, દૂધ મંડળી, જાહેર સૌચાલય તેમજ ઘેર-ઘેર શૌચાલયની સુવિધા જોવા મળે છે અને સરકારની આવાસ યોજનાનો અમલ (Implement of government's housing scheme) અને ગામમાં રોડ રસ્તા સહિત બ્લોક પેવરનું કામ પણ કરવામાં આવ્યું છે. આ સાથે કોરોના રસીકરણ (COVID-19 vaccine Vaccine) મામલે ગામવાસીઓએ જાગૃત બની રસીના બન્ને ડોઝમાં 97 ટકાની કામગીરી કરી ગામને સુરક્ષિત કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો:Gram Panchayat elections 2021: રાજ્યના 10 હજાર ગામડાઓમાંથી 30,000થી વધુ ઉમેદવારોએ ફોર્મ ભર્યા

ગામે આજ દિન સુધી કોર્ટનું પગથિયું જોયું નથી

ટાંકવાસણા ગામની બીજી ખાસિયત એ છે કે, આ ગામે કોર્ટનું પગથિયું આજ દિન સુધી જોયું નથી. ગામના નાના મોટા ઝઘડાનું નિરાકરણ ગ્રામ્યકક્ષાએ જ કરવામાં આવે છે અને ગામના વિકાસ અને સરકારની યોજનાઓના અમલીકરણ માટે આ વખતે ગામલોકો દ્વારા શિક્ષિત યુવાનની સરપંચ તરીકે પસંદગી કરવામાં આવી છે. ટાંકવાસણા ગામના નવનિયુક્ત નિમાયેલ યુવા સરપંચ ભરતજી ઠાકોર પણ ગામની આ પરંપરાને આગામી સમયમાં પણ જાળવી રાખી ગામને વિકાસશીલ બનાવી ગામની આગવી ઓળખ ઉભી કરવા તત્પરતા વ્યક્ત કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details