ગુજરાત

gujarat

બદલાતા સમય સાથે મેર મેરૈયા પણ આધુનિક બન્યા

By

Published : Oct 25, 2022, 10:09 AM IST

પાટણ દિવાળીના દિવસે મેર મેરૈયાનું (Diwali festival in Patan) વિશેષ મહત્વ છે, ત્યારે ચાલુ વર્ષે પાટણની બજારમાં તૈયાર મેર મેરૈયાએ લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું. શહેરીજનોએ મોટી માત્રામાં આ તૈયાર મેરે મેરૈયાની ખરીદી કરી હતી. (Mer Meraiya Importance)

બદલાતા સમય સાથે મેર મેરૈયા પણ આધુનિક બન્યા
બદલાતા સમય સાથે મેર મેરૈયા પણ આધુનિક બન્યા

પાટણ પ્રકાશના પર્વ દિવાળીની અનેક માન્યતાઓ સાથે ઉજવણી (Diwali festival in Patan) કરવામાં આવે છે. ઘરમાંથી અનિષ્ટ તત્વો અને અંધારું દૂર થાય તે માટે દિવાળીના દિવસે વરખડીના વૃક્ષની ત્રણ પાખીયાવાળી ડાળીઓ લાવી મહિલાઓ તેની ઉપર કપડાંની કે રૂની દિવેટ બનાવી માટીનો લેપ કરી તૈયાર કરી રાત્રે પ્રજ્વલિત કરી ઘરમાં ફેરવીને મહોલ્લા બાર મૂકવામાં આવે છે, પરંતુ બદલાતા યુગની સાથે ચાલુ વર્ષે પાટણની બજારમાં રંગરોગાન કરેલા તૈયાર મેર મેરૈયાએ આકર્ષણ જમાવ્યું હતું.(Mer Meraiya Importance)

તૈયાર મળતાં મેર મેરૈયાની બોલબાલા

મેર મેરૈયાની ખરીદી પાટણ શહેરમાં કપડા, સોના ચાંદી સહિત બજારોમાં ભારે (Diwali Mer Mariah Significance) ભીડ જોવા મળી હતી. ત્યારે આ વર્ષે પાટણની બજારમાં મેર મેરૈયા ખરીદવા માટે લોકોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો. 30 રૂપિયાના ભાવે તૈયાર મેર મેરૈયાઓ વેચાયા હતા.લોકો પણ ઉત્સાહ પૂર્વે ખરીદી કરી રહ્યા હતા. પહેલા લોકો ઘરે મેરૈયા બનાવતા હતા, પરંતુ વર્તમાન યુગમાં સમયના અભાવે લોકો ઘરે બનાવી શકતા નથી. જેથી લોકો તૈયાર મેર મેરૈયાની ખરીદી કરે છે. (Mer Meraiya in market of Patan)

શેમાંથી બને મેર મેરૈયા વર્તમાન સમયમાં તહેવારોમાં રીતરિવાજ યથાવત રહ્યા છે. પણ તેમાં બદલાતા સમય (Diwali 2022 in Patan) પ્રમાણે બદલાવ આવ્યો છે. દિવાળીના દિવસે અગાઉ વરખડી વૃક્ષની ડાળીઓને ધરે લાવી મેર મેરૈયા તૈયાર કરવામાં આવતા હતા. પરંતુ હવે આ મેર મેરૈયા બજારોમાં તૈયાર જોવા મળતા મળે છે. (Diwali festival in Patan Mer Meraiya)

ABOUT THE AUTHOR

...view details