ગુજરાત

gujarat

Diwali 2021: પાટણમાં દિવાળીનાં દિવસે વેપારીઓએ કર્યું ચોપડા પૂજન

By

Published : Nov 4, 2021, 9:56 PM IST

દિવાળી(Diwali)નાં પાવન પ્રસંગે ચોપડા પૂજન(Book worship)નું પણ એક વિષેશ મહત્વ રહેલું જોવા મળે છે. ત્યારે આજે પાટણમાં વિવિધ વેપારીઓએ આજે શુભ મૂહર્તમાં ચોપડાઓની ખરીદી કરી ત્યાર બાદ ચોપડા પૂજન કરવામાં આવ્યું હતું.

Diwali 2021: પાટણમાં દિવાળીનાં દિવસે વેપારીઓએ કર્યું ચોપડા પૂજન
Diwali 2021: પાટણમાં દિવાળીનાં દિવસે વેપારીઓએ કર્યું ચોપડા પૂજન

  • દિવાળીનાં દિવસે ચોપડા ખરીદવા વેપારીઓનો ભારે ઘસારો
  • શુભ મુહૂર્તમાં વેપારીઓએ ચોપડાઓની કરી ખરીદી
  • કોમ્પ્યુટર યુગમાં ચોપડાઓનું વેચાણ ઘટ્યું
  • વેપારીઓએ ચોપડાની ખરીદી કરી પરંપરા જાળવી

પાટણ: દિવાળી(Diwali)નાં દિવસે ચોપડાઓ(Book worship)નું વિષેશ પૂજન કરવામાં આવે છે. વેપાર ધંધા સાથે સંકળાયેલ વેપારીઓ આજનાં દિવસે શુભ મૂહર્તમાં ચોપડાઓની ખરીદી કરી અને ત્યાર બાદ પોતાની પેઢી ઉપર વિધિવત રીતે મંત્રોચ્ચાર સાથે ચોપડાઓનું પૂજન કરી નવા વર્ષનાં ધંધા રોજગારનાં શ્રી ગણેશ કરતાં હોય છે. આજે પણ પરંપરાગત સંસ્કૃતિ મુજબ વર્ષો જૂની ચોપડા પૂજનની આ પરંપરા જળવાયેલી જોવા મળે છે.

Diwali 2021: પાટણમાં દિવાળીનાં દિવસે વેપારીઓએ કર્યું ચોપડા પૂજન

ચોપડાનાં વેચાણમાં ઘટાડો નોંધાયો

પાટણમાં દિવાળીનાં દિવસે વેપારીઓ દ્વારા ચોપડાઓની ખરીદી કરી હતી અને ત્યાર બાદ ચોપડા પૂજન કરવામાં આવ્યું હતું. આ બાબતે ચોપડા બજારના આગેવાન વેપારી ભરત પટેલે જણાવ્યું હતું કે, પહેલાં જે પ્રમાણે વેપારીઓ દિવાળીનાં દિવસે ચોપડાની ખરીદી કરતા હતાં પરંતુ હાલમાં કોમ્પ્યુટરનાં યુગમાં વેપારીઓ ઓછી માત્રામાં ચોપડાની ખરીદી કરે છે. જેથી વેચાણમાં ઘટાડો થયો છે.

આ પણ વાંચો : દેશમાં અહીં ઉજવાય છે સૌથી પહેલા દિવાળી, જાણો શું છે પ્રથા

આ પણ વાંચો : દિવાળીમાં ફૂલોના ભાવ ત્રણ ગણા છતાં 50 ટકા વધુ વેપાર થયો, જમાલપુરમાં હજારો કિલો ફૂલ વેચાયા

ABOUT THE AUTHOR

...view details