ગુજરાત

gujarat

પાટણઃ ધારપુર સિવિલ હોસ્પિટલમાંથી કોરોના પોઝિટિવ આરોપી ફરાર

By

Published : Oct 2, 2020, 1:09 AM IST

પાટણની ધારપુર સિવિલ હોસ્પિટલમાંથી કોરોના પોઝિટિવ આરોપી મધ્યરાત્રીએ ફરાર થઈ ગયો હતો, જેથી જિલ્લા પોલીસ વડાએ ફરજમાં બેદરકારી દાખવનારા 3 ગાર્ડને તાત્કાલિક સસ્પેન્ડ કર્યા છે. તેમજ આરોપીને ઝડપી પાડવા પાંચ અલગ અલગ ટીમો બનાવી છે.

accused absconding
ધારપુર સિવિલ હોસ્પિટલમાંથી કોરોના પોઝિટિવ આરોપી ફરાર

પાટણઃ ધારપુર સિવિલ હોસ્પિટલમાંથી કોરોના પોઝિટિવ આરોપી મધ્યરાત્રીએ ફરાર થઈ ગયો હતો, જેથી જિલ્લા પોલીસ વડાએ ફરજમાં બેદરકારી દાખવનારા 3 ગાર્ડને તાત્કાલિક સસ્પેન્ડ કર્યા છે. તેમજ આરોપીને ઝડપી પાડવા પાંચ અલગ અલગ ટીમો બનાવી છે.

ધારપુર સિવિલ હોસ્પિટલમાંથી કોરોના પોઝિટિવ આરોપી ફરાર

સમી પોલીસે ગત તારીખ 24/ 8ના રોજ પ્રોહિબિશનના ગુનામાં રાજસ્થાનના દયારામ બીસનોઈની ધરપકડ કરી હતી, જે બાદ તેને કોર્ટમાં રજૂ કરી જેલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. જ્યાં તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ગત તારીખ 24/ 9ના રોજ તેને ધારપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

જ્યા હોસ્પિટલમાં સારવાર દરમિયાન બુધવારે મઘ્યરાત્રિએ કોરોના ગ્રસ્ત આરોપી શૌચાલયની લોખંડની ગ્રીલ અને કાચ તોડી ફરાર થઈ ગયો હતો. પોલીસને આરોપી ફરાર થયાની જાણ થતાં પોલીસ બેડામાં દોડધામ મચી હતી.

જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજ મકવાણાએ પત્રકાર પરિષદ યોજી જણાવ્યું હતું કે, આરોપી ફરાર થવાની ઘટનામાં ફરજ પર બેદરકારી દાખવનારા વોર્ડમાં ફરજ પરના ત્રણ ગાર્ડને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જ્યારે આરોપીને ઝડપી પાડવા પોલિસની પાંચ અલગ અલગ ટીમો બનાવી રાજસ્થાન, બનાસકાંઠા, ગાંધીનગર, મહેસાણા અને અમદાવાદ તરફ રવાના કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details