ગુજરાત

gujarat

પાટણમાં કોંગ્રેસનું જન વેદના સંમેલન યોજાયું

By

Published : Nov 13, 2019, 8:14 PM IST

પાટણઃ શહેરમાં કોંગ્રેસ દ્વારા જન વેદના સંમેલન યોજાયું હતું. જેમાં કોંગ્રેસ પૂર્વ પ્રદેશ પ્રમુખ સિદ્ધાર્થ પટેલ સહિત અનેક સ્થાનિક નેતાઓ હાજર રહ્યાં હતાં. આ કાર્યક્રમમાં પ્રજાની વિવિધ સમસ્યા અને તેના નિવારણ અંગેની ચર્ચા કરવામાં આવી હતી, ત્યારબાદ રેલી કાઢીને જિલ્લા કલેક્ટરને સંબોધી લોક સમસ્યાને અંગે આવેદન પાઠવવામાં આવ્યું હતું.

પાટણમાં કોંગ્રેસનું જન વેદના સંમેલન યોજાયું

પ્રજાની સમસ્યાઓને વાચા આપવા માટે પાટણમાં કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ સિદ્ધાર્થ પટેલના અધ્યક્ષતામાં જન વેદના કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બેરોજગારી, રદ્દ થતી સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને ખેડૂતોની આત્મહત્યા સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

પાટણમાં કોંગ્રેસનું જન વેદના સંમેલન યોજાયું

ભાજપ સરકારની નિષ્ફળતાના કારણે છેલ્લા એક મહિનામાં 36 ખેડૂતોએ આત્મહત્યા કરી છે. તેમજ ખેડૂતોને પાક વીમાની યોગ્ય ચુકવણી કરવામાં આવી નથી. આ ઉપરાંત અતિવૃષ્ટિના કારણે થયેલા નુકસાનની સામે ખેડૂતોને પૂરતી સહાય ન મળતી હોવાના ગંભીર આક્ષેપ કોંગ્રેસે ભાજપ પર કર્યા હતાં.

જન વેદના કાર્યક્રમ બાદ રાધનપુરના ધારાસભ્યની અધ્યક્ષતા હેઠળ શહેરના મુખ્ય માર્ગો પર રેલી કાઢવામાં આવી હતી. જેમાં કોંગ્રેસના આગેવાનો દ્વારા ભાજપ સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યાં હતા. અંતમાં જિલ્લા કલેક્લટરની કચેરીએ પહોંચી નિવાસી કલેક્ટરેને મોંઘવારી, બેકારી, આર્થિક મંદી અને કથળાયેલી કાયદા વ્યવસ્થાને અંગે આવેદન પાઠવ્યું હતું.

Intro:સ્ટોરી ઍપૃવ બાય એસાઇમેન્ટ ડેસ્ક

કેન્દ્ર તેમજ રાજય ની વર્તમાન સરકારની પ્રજા વિરોધી નીતિઓ અને આપેલા વચનો પૂર્ણ કરવામાં સરકાર સરેઆમ નિષફ્ળ રહેતા પ્રજા ના પ્રશ્નો ને વાચા આપવા કોંગ્રેસ દ્રારા બગવાડા ચોક કોંગ્રેસ ના પૂર્વ પ્રદેશ પ્રમુખ સિદ્ધાર્થ પટેલ ના અધ્યક્ષ સ્થાને જન વેદના સંમેલન યોજાયું હતુ ને ત્યાર બાદ રેલી કાઢી કલેક્ટ ને ઉદ્દેશી આવેદન પત્ર આપ્યું હતુ.Body: જન વેદના સંમેલન ને સંબોધતા કોંગ્રેસ ના સિદ્ધાર્થ પટેલે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરિ જણાવ્યુ હતુ કે દેશ મા મોંઘવારી કૂદકે ને ભૂશ્કે વધી રહી છે શિક્ષિત યુવાનો ને રોજગારી મળતી નથી. સરકાર ખર્ચાઓ કરિ સ્પર્ધાંત્મક પરીક્ષાઓ ના ફોર્મ ભરાવે છે અને પાછળ થી પરીક્ષાઓ રદ કરિ યુવાનો ની મસ્કરીઓ કરે છે.ખેડુતો ની હાલત પણ દયનિય છે.રાજય મા છેલ્લાં એક મહિનામાં 36 ખેડુતો એ આત્મહત્યા કરિ છે જે ભાજપ સરકાર ની નીશ્ફળતા દર્શાવે છે.ખેડુતો ના પાકો અતિવૃષ્ટિ ને કારણે નીશ્ફળ ગયા છે. વડા પ્રધાન ના કાર્યાલય થી જ કાર્યરત પાક વિમાનુ કોઈ પણ પ્રકાર નું વળતર ખેડુતો ને આપવામા આવતું નથી વડા પ્રધાન નાં કાર્યાલય થકી ચાલતી આ યોજના મા મોટા પાયે વિમા કંપનીઓ ભ્રષ્ટાચાર કરે છે છતા ખેડૂતો ની રજૂઆતો ને સાં ભળવામા આવતી ન હોવાના આક્ષેપો કરિ ભાજપ સરકાર દરેક ક્ષેત્રે નીસફ્ળ રહેતાં પ્રજાના પ્રશ્નો ને વાચા આપવા કોંગ્રેસ ને સમગ્ર રાજય મા જન વેદના સંમેલનો યોજવાની ફરજ પડી છે

Conclusion: સંમેલન બાદ પાટણ ના ધારાસભ્ય કિરીટ પટેલ, રાધનપુર ના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ ની આગેવાની મા રેલી યોજાઈ હતી.રેલીમાં કૉંગ્રેસ આગેવાનો કાર્યકરો એ ભાજપ સરકાર સામે સૂત્રોચ્ચાર કરિ દેખાવો કર્યા હતાં. રેલી જીલ્લા કલેટકટર કચેરી એ પહોચી હતી જયાં નિવાસી કલેક્ટર ને મોંઘવારી,બેકારી, આર્થિક મંદી, કથળાયેલી કાયદો વ્યવસ્થા ,ભાવ વધારાને અંકુશ મા લેવા માટે આવેદન પત્ર આપ્યુ હતુ.


બાઈટ 1 રઘુભાઈ દેસાઈ ધારાસભ્ય રાધનપુર

ABOUT THE AUTHOR

...view details