ગુજરાત

gujarat

પાટણમાં સતત બીજા વર્ષે પણ નાગ પાંચમની સાદગીથી ઉજવણી

By

Published : Aug 27, 2021, 3:56 PM IST

પાટણમાં નાગપંચમીની સાદગીથી ઉજવણી (Celebration of Nag Panchami in Patan) કરવામાં આવી છે. વિવિધ ગોગા મહારાજના સ્થાનકો પર એકદમ સાદગીપૂર્ણ રીતે ભક્તો દ્વારા નાગ દેવતાની પૂજા-અર્ચના કરવામાં આવી હતી. જ્યારે આ વર્ષે પણ મેળાઓ બંધ રાખવામાં આવ્યા હતા.

Celebration of Nag Panchami
Celebration of Nag Panchami

  • પાટણમાં સાદગીપૂર્ણ રીતે નાગપાંચમની ઉજવણી
  • શહેરના વિવિધ ગોગા મહારાજના સ્થાનકો પર શ્રદ્ધાળુ ભક્તોએ કર્યા દર્શન
  • પરંપરાગત રીતે ભરાતા લોકમેળાઓ કોરોનાને ધ્યાનમાં લઈને બંધ રખાયા

પાટણ: નાગ પંચમીના પવિત્ર દિવસે પાટણ શહેરના વિવિધ ગોગા મહારાજના સ્થાનકો પર એકદમ સાદગીપૂર્ણ રીતે ભક્તો દ્વારા નાગ દેવતા (Celebration of Nag Panchami in Patan)ની પૂજા-અર્ચના કરવામાં આવી હતી. વિવિધ મંદિરોમાં પરંપરાગત રીતે યોજાતા લોકમેળાઓ કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને આ વર્ષે પણ બંધ રખાયા હતા.

પાટણમાં સતત બીજા વર્ષે પણ નાગ પાંચમની સાદગીથી ઉજવણી

ગોગા મહારાજના સ્થાનકો ઉપર શ્રદ્ધાળુ ભક્તો દ્વારા પૂજા-અર્ચના કરાઈ

શ્રાવણ માસમાં લોકમેળાઓ, વ્રતો અને ધાર્મિક ઉત્સવોની હારમાળાઓ સર્જાય છે. સતત બીજા વર્ષે પણ કોરોના મહામારીને ધ્યાનમાં લઇ તમામ ધાર્મિક પ્રસંગો સાદગીપૂર્ણ રીતે ઉજવવામાં આવી રહ્યા છે. નાગપંચમી નિમિત્તે શહેરના ગોગા મહારાજના સ્થાનકો ઉપર શ્રદ્ધાળુ ભક્તો દ્વારા પૂજા-અર્ચના કરવામાં આવી હતી. પંચાસર ચોકમાં આવેલા વડવાળા નાગ દેવતાના મંદિરે ભાવિક ભક્તોએ નાગદેવતાના દર્શન કરી શ્રીફળ કુલેરનું નિવેદન ધરાવી સુખ શાંતિ માટેની પ્રાર્થના કરી હતી.

પાટણમાં સતત બીજા વર્ષે પણ નાગ પાંચમની સાદગીથી ઉજવણી

સતત બીજા વર્ષે પણ પાટણમાં નાગ પાંચમની સાદગીથી ઉજવણી

પંચાસર દેરાસર પાસે નાગ દેવતાના સ્થાનકે વર્ષોથી ભરાતો લોકમેળો આ વર્ષે પણ કોરોના મહામારીને ધ્યાને લઇ બંધ રાખવામાં આવ્યો હતો. આમ સતત બીજા વર્ષે પણ પાટણમાં નાગ પાંચમની સાદગીથી ઉજવણી કરવામાં આવી હતી.

પાટણમાં સતત બીજા વર્ષે પણ નાગ પાંચમની સાદગીથી ઉજવણી

ABOUT THE AUTHOR

...view details