ગુજરાત

gujarat

મોઘજી ચૌધરી પર થયેલા જીવલેણ હુમલા મામલે ક્લેક્ટરને લેખિત રજૂઆત,વિપુલ ચૌધરી લડી લેવાના મુડમાં

By

Published : Jul 2, 2022, 9:57 PM IST

Updated : Jul 3, 2022, 6:39 PM IST

દૂધસાગર ડેરીના (Dudh Sagar Dairy Patan) પૂર્વ ચેરમેન ઉપર જીવલેણ હુમલો કરનાર ઈસમોની ધરપકડ કરી કાયદેસરના પગલાં લેવા માટે અર્બુદા સેનાના (Arbuda Sena Patan) આગેવાનો તરફથી ક્લેકટરની મદદ લેવામાં આવી છે. વિપુલ ચૌધરીએ જણાવ્યું હતું કે દૂધસાગર ડેરીના વાઇસ ચેરમેન ઉપર થયેલ જીવલેણ હુમલો એ દૂધસાગર ડેરી પર લાંછન સમાન છે.

મોઘજીભાઈ ચૌધરી પર થયેલા જીવલેણ હુમલા મામલે ક્લેક્ટરને લેખિત રજૂઆત,વિપુલ ચૌધરી લડી લેવાના મુડમાં
મોઘજીભાઈ ચૌધરી પર થયેલા જીવલેણ હુમલા મામલે ક્લેક્ટરને લેખિત રજૂઆત,વિપુલ ચૌધરી લડી લેવાના મુડમાં

પાટણ:દૂધસાગર ડેરીના (Dudhsagar Dairy Patan) પૂર્વ ચેરમેન ઉપર જીવલેણ હુમલો કરનાર ઈસમોની ધરપકડ કરી કાયદેસરના પગલાં લેવા માંગ કરવામાં આવી છે. આ સિવાય પૂર્વ ચેરમેન ઉપર લગાવવામાં આવેલી ખોટી કલમો દૂર કરવાની માંગ કરાઈ છે. પાટણમાં અર્બુદા સેના (Arbuda Sena Patan) અને પાટણ જિલ્લા દૂધ ઉત્પાદકોએ રેલી યોજી અધિક નિવાસી કલેકટરને (Patan Collector) આવેદનપત્ર આપ્યું હતું. એક અઠવાડિયાની અંદર હુમલો કરનારાઓને ઝડપી પાડવા માંગ કરી હતી. જો હુમલાખોરોને તાકિદે પકડવામાં નહીં આવે તો આગામી સમયમાં ત્રણ જિલ્લાઓમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે. તેવી ચિમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.

મોઘજી ચૌધરી પર થયેલા જીવલેણ હુમલા મામલે ક્લેક્ટરને લેખિત રજૂઆત,વિપુલ ચૌધરી લડી લેવાના મુડમાં

આ પણ વાંચો: Hit and Run : બાઈકને ટક્કર મારી કાર ચાલક ફરાર, ઘટના થઈ CCTVમાં કેદ

હુમલાને વખોડી કાઢવામાં આવ્યો:મહેસાણા દૂધ સાગર ડેરીની સામાન્ય વાર્ષિક સાધારણ સભામાં ડેરીના પૂર્વ વાઇસ ચેરમેન મોગજીભાઇ ચૌધરીની ગાડીને ડેરીના પ્રવેશદ્વાર પાસે રોકવામાં આવી હતી. પૂર્વ આયોજિત કાવતરું હોય તેમ તેઓને ગાડીમાંથી બહાર કાઢી તેમના ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ઠેરઠેર આ બાબતે વિરોધ પ્રદર્શનો કરવામાં આવી રહ્યો છે. પાટણમાં પણ દૂધ ઉત્પાદકો અને અર્બુદા સેનાના આગેવાનો કાર્યકરોએ આ હુમલાના વિરોધમાં સિંધવાઇ માતાના મંદિર ખાતે જાહેર સભા કરી હતી. વિપુલ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાયેલી સભામાં મોગજીભાઇ ચૌધરી ઉપર થયેલા હુમલાને વખોડી કાઢવામાં આવ્યો હતો. વિવિધ બેનરો અને પ્લેકાર્ડ સાથે દૂધ ઉત્પાદકો અને અર્બુદા સેનાના આગેવાનો કાર્યકરો સુત્રોચ્ચાર કર્યા હતા.

શું કહ્યું ધારાસભ્યએ: પાટણના ધારાસભ્ય ડૉ કિરીટ પટેલે જણાવ્યું હતું કે, સાધારણ સભામાં ચૂંટાયેલા પ્રતિનિધિઓએ હાજર રહેવું એ તેમનો અધિકાર છે. મોઘજીભાઇ ચૂંટાયેલા હોવા છતાં તેમને સભામાં જતાં રોકવામાં આવ્યા અને તેમની ઉપર હુમલો કરવામાં આવ્યો અને 307 જેવી કલમો લગાવવામાં આવી હતી. એ લોકશાહીમાં ચલાવી આ ન લેવાય. કોઈપણ વ્યક્તિ ઉપર કાયદાનો દુરૂપયોગ થતો હોય અત્યાચાર થતો હોય ત્યારે વિસ્તારના ધારાસભ્ય તરીકે આવા લોકોને સહકાર આપવો એ મારી નૈતિક ફરજ છે. જ્યાં સુધી મોઘજીભાઇ ઉપરથી ખોટી કલમો દૂર નહીં થાય ત્યાં સુધી પશુપાલકોને હું સહકાર આપીશ.

આ પણ વાંચો:વલસાડમાં ઘોઘમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયાં પાણી

તંત્રને જાણ કરાશે: ભાજપના કોઈ પણ કાર્યક્રમમાં પરમિશન લેવામાં આવતી નથી. જ્યારે વિરોધ પક્ષ કે ન્યાય માટે કોઇ રેલી કે કાર્યક્રમ કરવા માટેની પરમિશન માંગવા છતાં વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવતી નથી. આ માટે આગામી સમયમાં આવા કાર્યક્રમો અંગે અમે વહીવટી તંત્રને સરકારને જાણ કરીશું તેમ છતાં પરમિશન નહીં મળે તોપણ કાર્યક્રમો કરવામાં આવશે. મોઘજીભાઈ ઉપર હુમલો કરનારાઓને સાત દિવસમાં પકડવામાં નહીં આવે તો ત્રણ જિલ્લાઓમાં કલેકટર કચેરી ખાતે ધરણા પ્રદર્શન કરવામાં આવશે. તેવી ચીમકી પણ ધારાસભ્યએ ઉચ્ચારી હતી.

Last Updated : Jul 3, 2022, 6:39 PM IST

ABOUT THE AUTHOR

...view details