ગુજરાત

gujarat

પાટણનું આનંદ સરોવર છલકાતા શહેરમાં ઘુસ્યા પાણી

By

Published : Aug 26, 2022, 12:05 PM IST

પાટણમાં આનંદ સરોવર ઓવરફ્લો થતાં આસપાસની સોસાયટીઓમાં પાણી ભરાયા છે. પાણી નિકાલ માટે પાલિકાએ રોડ તોડી નાખતા વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેને લઈને નગરપાલિકાના સત્તાધીશોની કામગીરી સામે શહેરીજનોમાં રોષ ફેલાયો છે. Anand Sarovar overflow in Patan, heavy rain, Patan municipality is working

આનંદ સરોવર છલકાતા શહેરીજનોમાં દુ:ખ
આનંદ સરોવર છલકાતા શહેરીજનોમાં દુ:ખ

પાટણ શહેર સહિત જિલ્લામાં ચોમાસાની સિઝન બરાબર જામી છે. સાર્વત્રિક મેઘમહેર થઈ છે. તો બીજી તરફ શહેરનું આનંદ સરોવર છલોછલ (Rain damage in Patan) ભરાઈ છલકાતા આસપાસની સોસાયટીના રહીશોના જીવ અધ્ધર થયા છે. ત્યારે નગરપાલિકા તંત્ર દ્વારા પાણીના નિકાલ માટે શહેરમાં પ્રવેશવાનો (Patan municipality is working) મુખ્ય માર્ગ તોડી પાઇપ નાખી પાણી નિકાલની કામગીરી હાથ ધરી હતી. જેને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

પાટણમાં આનંદ સરોવર ઓવરફ્લો થતાં આસપાસની સોસાયટીઓમાં પાણી ભરાયા

સોસાયટીઓ માટે આફત રૂપ પાટણના તત્કાલીન ધારાસભ્ય અને રાજ્યના મુખ્યપ્રધાન આનંદી પટેલે પાટણના ગુંગડી તળાવની કાયાપલટ કરી કરોડો રૂપિયાના ખર્ચે સહેલાણીઓ માટે હરવા ફરવાના સ્થળ તરીકે વિકસાવી આનંદ સરોવર નામાધીન કર્યું હતું. પરંતુ છેલ્લા 25 વર્ષથી નગરપાલિકાની શાસન ધુરા સંભાળતા ભાજપના સત્તાધીશો દ્વારા તેની સારસંભાળ નહીં લેવાતા તે ફરી ગુંગડી તળાવ બન્યું છે. આ સરોવર ચોમાસામાં આજુબાજુની સોસાયટીઓ માટે આફત રૂપ બને છે. આ ઉપરાંત મુખ્ય માર્ગ તોડી નાખવામાં આવતા નગરપાલિકાની અણ આવડત ભરી કામગીરી સામે લોકોમાં ભારે રોષ ફેલાયો હતો.

પાટણનું આનંદ સરોવર છલકાયું

આ પણ વાંચોબસ સ્ટેશન બેટમાં ફેરવાતાં વરસાદે પ્રવાસીઓને પડાવી દીધી બૂમ

વાહન ચાલકો અટવાયા પાટણમાં છેલ્લા બે દિવસથી અનરાધાર વરસાદ કારણે સોસાયટીઓમાં ફરી વળ્યા હતા. પાણીનું લેવલ વધે અને પરિસ્થિતિ ગંભીર બને તે પહેલા નગરપાલિકાના સત્તાધીશો આનંદ સરોવર ખાતે દોડી આવ્યા હતા. કોઈપણ જાતના (Highest rainfall in Gujarat) વિચાર વિમર્શ કે ચર્ચા કર્યા વગર આનંદ સરોવરની બાજુમાંથી પસાર થતાં શહેરમાં પ્રવેશવાનો મુખ્ય માર્ગ તોડી નાખી સરોવરનું પાણી વત્રાસુર કેનાલમાં ઠાલવવામાં આવ્યું હતું.નગરપાલિકા દ્વારા રોડ તોડી નાખવામાં આવતા વાહન ચાલકો અટવાયા હતા. તેમજ ચારથી પાંચ મિનિટનું ચક્કર કાપી શહેરમાં આવવાની ફરજ પડી હતી.

પાલિકાએ રોડ તોડી નાખતા વાહન ચાલકો ભારે હાલાકી

આ પણ વાંચોપાટણ દ્વારકાધીશ મંદિરમાં વિવિધ મનોરથની કરાઇ ઉજવણી

નગરપાલિકાના અનગઢ વહીવટ પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે તીખી પ્રતિ પ્રક્રિયા આપતા જણાવ્યું હતું કે, નગરપાલિકામાં છેલ્લા 25 વર્ષથી ભાજપનું શાસન છે અને દર વર્ષે ચોમાસામાં આનંદ સરોવર ઓવરફ્લો થઈ તેના પાણી આજુબાજુની સોસાયટીઓમાં ફરી વળે છે અને ઘરવખરી સહિત મકાનોને ભારે નુકસાન થાય છે. પ્રિ મોન્સૂન પ્લાન ઘડવામાં આવે છે. પરંતુ આ સમસ્યાના ઉકેલ માટે નક્કર કામગીરી કરવામાં આવતી નથી. કલેકટરના જાહેરનામા વગર વાહન વ્યવહારથી ધમધમતો મુખ્ય માર્ગ તોડી તોડવામાં આવ્યો છે તે અયોગ્ય છે. નગરપાલિકાના અનગઢ વહીવટને કારણે હાલમાં શહેરના તમામ પ્રવેશ દ્વાર બંધ થયા છે. જેથી વાહન ચાલકો અને શહેરીજનો ભારે હાલાકીઓ વેઠી રહ્યા છે. શહેરમાં સર્જાયેલી આ સમસ્યાઓના ઉકેલ માટે આગામી સમયમાં શહેરીજનોને સાથે રાખી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી હતી. Anand Sarovar overflow in Patan, heavy rain, Patan municipality is working, Meteorological department forecast regarding rain

નગરપાલિકાના સત્તાધીશોની કામગીરી સામે શહેરીજનોમાં રોષ

ABOUT THE AUTHOR

...view details