ગુજરાત

gujarat

પાટણના કોરોના ગ્રસ્ત યુવાને આયુર્વેદિક દવાથી કોરોનાને હરાવ્યો

By

Published : May 26, 2021, 7:09 AM IST

કોરોના મહામારીમાં આયુર્વેદિક સારવાર તરફ વળી રહ્યા છે. પાટણમાં એક યુવાને આયુર્વેદ દ્વારા કોરોનાને હરાવીને સંપૂર્ણ સ્વસ્થ્ય થયો હતો.

corona
પાટણના કોરોના ગ્રસ્ત યુવાને આયુર્વેદિક દવાથી કોરોનાને હરાવ્યો

  • કોરોના મહામારીમાં આયુર્વેદ તરફ વળ્યા લોકો
  • આયુર્વેદથી પાટણના યુવાનોએ હરાવ્યો કોરોનાને
  • કોરોનાને કારણે ગભરાવવાની જરૂર નથી

પાટણ: જિલ્લામાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે અને અનેક દર્દીઓ આ બિમારીની લપેટમાં આવી રહ્યા છે. દર્દીઓ સારવાર માટે એલોપેથિક દવાઓની સાથે સાથે આયુર્વેદિક દવાઓ પણ ઉપયોગ કરી રહ્યા છે. પાટણના એક કોરોનાગ્રસ્ત યુવાને આયુર્વેદિક દવા ના ઉપચાર દ્વારા જ કોરોનાને મહાત આપી સ્વસ્થ બન્યો છે.

કોરોના લક્ષણ

પાટણના છીડિયા દરવાજા પાસે આવેલ બલાપીર પાસે રહેતા અને પાટણ તાલુકા પંચાયતમાં કરાર આધારીત એન્જિનિયર તરીકે ફરજ બજાવતા મયુર પટેલ નામના યુવાનને ગત તારીખ 22 એપ્રિલના રોજ શરદી અને તાવના લક્ષણો જણાતા કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જે પોઝિટિવ આવતા તેને ઘરે રહી દવા લેવાની સલાહ આપવામાં આવી હતી.

પાટણના કોરોના ગ્રસ્ત યુવાને આયુર્વેદિક દવાથી કોરોનાને હરાવ્યો

આયુર્વેદિક સારવાર

આયુર્વેદ માટે અત્યંત વિશ્વાસ હોવાને કારણે આ યુવાને આયુર્વેદિક સારવાર લેવાનું નક્કી કર્યું અને પાટણની સરકારી આયુર્વેદ હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબોના ટેલિફોનથી સંપર્ક કર્યો. આયુષ તબીબે સામાન્ય કોરોનાના લક્ષણ હોવાથી ગભરાવવાની કોઈ આવશ્યકતા નથી તેમ જણાવી આયુર્વેદ પ્રમાણે કોરોનાની સારવાર દરમિયાન શું ખાવું શું ન ખાવું તેમ જ દિવસ દરમિયાન શું કરવું તેનું સચોટ માર્ગદર્શન આપી જરૂરી ઔષધીઓ આપી હતી અને આ ઔષધિઓનું સેવન ચાલુ રાખ્યું અને પરિણામે બે જ દિવસમાં કોરોના લક્ષણો દૂર થઈ ગયા.

આ પણ વાંચો : સુરતમાં મ્યુકોરમાઈકોસીસના દર્દીને આયુર્વેદ અને હોમિયોપેથીની દવાથી સ્વસ્થ કરાયા હોવાનો દાવો

તબીબના માર્ગદર્શનથી થયા સ્વસ્થ્ય

આયુષ તબીબના માર્ગદર્શનથી દસ દિવસના આરામ પછી ફરીથી કોરોનાનો ટેસ્ટ કરાવતા તે નેગેટિવ આવ્યો અને આજે આ યુવાન સંપૂર્ણ સ્વસ્થ થઇ પોતાની ફરજ ઉપર પણ જવાનું શરૂ કર્યું છે. સામાન્ય રીતે કોરોનાની સારવાર પછી અશક્તિ કે શરીરનો દુખાવો રહેતો હોય છે પરંતુ આયુર્વેદિક સારવારને પરિણામે આ યુવાનને અશક્તિ કે કોઇપણ જાતનો શરીરનો દુખાવો થયો નથી અને હાલ કે તંદુરસ્ત છે.

ગભરાવવાની જરૂર નથી

પાટણ આયુર્વેદિક હોસ્પિટલના વૈદ્ય ભાર્ગવ ઠક્કરે જણાવ્યું હતું કે હાલમાં મોટાભાગના દર્દીઓ કોરોનાના લક્ષણો વગરના, સામાન્ય લક્ષણ વાળા કે મધ્યમ લક્ષણોવાળા જોવા મળે છે.કોરોના થાય તો ગભરાવાની જરૂર નથી.ખાવાપીવામાં પરેજી તેમજ ઘરે રહી સમયસર આયુર્વેદ દવા લેવાથી પણ સામાન્ય લક્ષણો ધરાવતા કોરોના દર્દીઓ સાજા થઇ શકે છે.

ABOUT THE AUTHOR

...view details