ગુજરાત

gujarat

પાટણની જમીન દફતર કચેરીનો સર્વેયર 10 હજારની લાંચ લેતા ઝડપાયો

By

Published : Oct 20, 2021, 12:47 PM IST

પાટણ ખાતે આવેલ જમીન દફતર મોજણી કચેરીમાં ફરજ બજાવતાં સિનિયર સર્વેયર સર્વે કરેલ જમીનની શીટ તૈયાર કરવા રૂ.10 હજારની લાંચ માંગી હતી.એસીબી લાંચની રકમ સ્વીકારતા રંગે હાથ ઝડપી લીધો હતો. જેની જાણ અન્ય કર્મચારીઓ અને અધિકારીઓને થતા ભારે સનસનાટી મચી હતી.

પાટણની જમીન દફતર કચેરીનો સર્વેયર રૂ.10 હજારની લાંચ લેતા ઝડપાયો
પાટણની જમીન દફતર કચેરીનો સર્વેયર રૂ.10 હજારની લાંચ લેતા ઝડપાયો

  • પાટણમાં જમીન દફતર મોજણી કચેરીનો કર્મચારી લાંચ લેતા ઝડપાયો
  • કર્મચારીએ 10 હજારની લાંચની માગણી કરી
  • એસીબીએ ટ્રેપ ગોઠવી ધરપકડ કરી

પાટણઃ પાટણમાં આવેલ જમીન દફતર મોજણી કચેરીમાં ફરજ બજાવતાં સિનિયર સર્વેયર સર્વે કરેલ જમીનની શીટ તૈયાર કરવા ફરીયાદી પાસે રૂ. 10 હજારની લાંચની માંગણી કરી હતી. સોલાર પ્લાન્ટ નાખવા ફરિયાદીએ ઓન લાઈન અરજી મોજણી વિભાગમાં કરી હતી.આ અરજીના અનુસંધાને સર્વેયરે જગ્યા પર સર્વે કરી જમીનની સીટ તૈયાર કરવા 10 હજાર રૂપિયા ની માગણી કરી હતી. ફરિયાદીએ એસીબી નો સંપર્ક કરતા બનાસકાંઠા એસીબી દ્વારા ટ્રેપ ગોઠવી સરકારી કર્મચારી ને રંગે હાથ ઝડપી પાડ્યો હતો.

પાટણની જમીન દફતર કચેરીનો સર્વેયર રૂ.10 હજારની લાંચ લેતા ઝડપાયો


10 હજાર લાંચ ની માગણી કરવામાં આવી

પ્રાપ્ત માહિતી અનુંંસાર પાટણની જમીન દફતર મોજણી કચેરીમાં અરદાર દ્વારા પોતાની સંયુક્ત જમીનમાં સોલાર પ્લાન્ટ માટે જગ્યા ભાડે આપવાની છે. આ જગ્યાની હદ અને નિશાની નક્કી કરવા માટે તેઓએ કચેરીમાં ઓનલાઇન અરજી કરી હતી. જે અરજીની તપાસ માટે કચેરી દ્વારા સિનિયર સવેર વર્ગ -3ના ધ્રુવ પરસોતમભાઈ પટેલ ને સોપતા તેઓએ સર્વે કરેલ જમીન ની સીટ તૈયાર કરવા અદાર પાસે રૂ .10 હજાર લાંચ ની માગણી કરવામાં આવી હતી. પરંતુ અરજદાર આ રકમ આપવા માંગતા નોહતા અને આવા લાંચિયા કર્મચારીને સબક મળે તે માટે તેઓએ બનાસકાંઠા એસીબી કોરી નો સંપર્ક કર્યો હતો. આ હકીકત જણવા એસીબી ટીમ સાથે છટકું ગોઠવી મગળવારના રોજ ઈદે મિલાદ ની જાહેર રજા ના દિવસે શહેરના નવા બસ સ્ટેશન આગળ રૂ. 10 હજારની રકમ માટે ધ્રુવ પટેલ ને બોલાવી લાંચ રૂપિયા 10 હજારની રકમ આપતા એસીબી ટીમે તેઓને ઝડપી પાડવમાં આવ્યો છે, અને કારાદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

કર્મચારી લાંચ લેતા ઝડપાતા અન્ય કર્મચારીઓમાં ફફડાટ

પાટણમાં જમીન દફતર મોજણી કચેરીમાં ફરજ બજાવતા સિનિયર સવાર વર્ગ -3 ના કર્મચારી રૂ .10 હજારની લાચની રકમ સ્વીકારતા ઝડપાયા હોવાની વાત રજા ના દિવસે પણ વાયુવેગે જિલ્લા તંત્ર અને પાટણ દફ્તર મોજણી કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓને મળતા ફફડાટ ફેલાયો હતો.એસીબી બોર્ડર એકમ, ભુજના મદદનીશ નિયામક કે.એચ.ગોહિલના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા એસીબી પી.આઇ. એન.એ.ચૌધરીએ છટકું ગોઠવી ધ્રુવ પટેલને લાંચની રકમ સ્વીકારતા રંગે હાથ ઝડપી લીધો હતો.

આ પણ વાંચોઃપથરીનું નિદાન કરી Kidney કાઢી લીધી હતી, Consumer court એ 11.23 લાખનું વળતર ચૂકવવા KMG Hospitalને કર્યો આદેશ

આ પણ વાંચોઃપાટણમાં હિટ એન્ડ રનની ઘટનામાં 2ના મોત, પોલીસે 3 લોકો વિરુદ્ધ હત્યાનો ગુનો કર્યો દાખલ

ABOUT THE AUTHOR

...view details