ગુજરાત

gujarat

પાટણની ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ અંતર્ગત કાર્યક્રમ યોજાયો

By

Published : Sep 6, 2020, 7:48 AM IST

પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે શિક્ષક દિન નિમિત્તે શારીરિક સ્વાસ્થ્ય વિભાગ દ્વારા ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં તંદુરસ્ત રહેવા માટેની ફોર્મ્યુલા શીખવવામાં આવી હતી અને યુનિવર્સિટીના વિવિધ વિભાગના વડાઓનું શાલ ઓઢાડી કુલપતિ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

ફીટ ઇન્ડિયા મૂવમેન્ટ અંતર્ગત પાટણ યુનિવર્સિટીમાં કાર્યક્રમ યોજાયો
ફીટ ઇન્ડિયા મૂવમેન્ટ અંતર્ગત પાટણ યુનિવર્સિટીમાં કાર્યક્રમ યોજાયો

પાટણઃ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે યુનિવર્સિટીના શારીરિક સ્વાસ્થ્ય વિભાગ દ્વારા ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના પ્રોફેસર અને વહીવટી સ્ટાફને તંદુરસ્ત રહેવા માટેની ફોર્મ્યુલા શીખવવામાં આવી હતી.

ફીટ ઇન્ડિયા મૂવમેન્ટ અંતર્ગત પાટણ યુનિવર્સિટીમાં કાર્યક્રમ યોજાયો
શિક્ષક દિન નિમિત્તે યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે કોરોના કાળ વચ્ચે શરીરને સ્વસ્થ રાખવા અને રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે યોગ, પ્રાણાયામ, સંતુલિત આહાર, એક્યુપ્રેશર થેરપી વગેરેની મદદથી આપણે કેવી રીતે રોગ મુક્ત જીવન જીવી શકીએ તે માટેના ઉપાયો જણાવાયા હતા. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા ફિટ ઇન્ડિયા મંત્રને સાર્થક કરતું વ્યાખ્યાન આપ્યું હતું. આ કાર્યક્રમમાં રાજેન્દ્રનગર આર્ટસ કોલેજના પ્રિન્સિપાલ ડૉક્ટર પ્રવિણભાઈ ચૌધરીએ પ્રાણાયામના પ્રેક્ટિકલ પ્રયોગ થકી સમજ આપી હતી. તો આ પ્રસંગે યોગમાં પારંગત યુવાને યોગ નિદર્શન કરી સૌને યોગ થકી શરીર સ્વસ્થ રાખી શકાય છે. તે વિશેની સમજ આપી હતી.
ફીટ ઇન્ડિયા મૂવમેન્ટ અંતર્ગત પાટણ યુનિવર્સિટીમાં કાર્યક્રમ યોજાયો
શિક્ષક દિન નિમિત્તે યુનિવર્સિટીના વિવિધ વિભાગના વડાઓનું શાલ ઓઢાડી કુલપતિએ સન્માન કર્યું હતું. આ પ્રસંગે યુનિવર્સિટીના કુલપતિ ડૉ. જે જે વોરાએ શિક્ષક દિનનું મહત્વ સમજાવ્યું હતું અને સૌ અધ્યાપકગણ અને સ્ટાફને દરરોજ 10 હજાર પગલાં ચાલવાનો અનુરોધ કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details