ગુજરાત

gujarat

પાટણમાં પક્ષી બચાવ રેલીનું આયોજન કરાયું

By

Published : Jan 10, 2020, 5:08 PM IST

પાટણ: જીવદયા પ્રેમીઓ અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા ઉત્તરાયણ પર્વ નિમિત્તે પક્ષી બચાવો અભિયાનમાં લોકજાગૃતિ અર્થે મહા રેલી યોજાઈ હતી. આ રેલીને જિલ્લા કલેક્ટર આનંદ પટેલે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી. રેલી શહેરનાં વિવિધ માર્ગો પર ફરી હતી. જેમાં પક્ષી બચાવવા માટેનો સંદેશો આપ્યો હતો.

પાટણમાં પક્ષી બચાવ રેલીનું આયોજન કરાયું
પાટણમાં પક્ષી બચાવ રેલીનું આયોજન કરાયું

ઉલ્લેખનીય છે કે, મકર સંક્રાંતિ પર્વમાં પતંગ રસિકોના આનંદમાં કેટલાય અબોલ પક્ષીઓ પતંગના દોરાથી ઘાયલ થઈ મોતને ભેટતા હોય છે ત્યારે પાટણમાં જીવદયા પ્રેમીઓ દ્વારા પક્ષી બચાવો અંતર્ગત જનજાગૃતિ રેલી યોજાઈ હતી.

પાટણમાં પક્ષી બચાવ રેલીનું આયોજન કરાયું

જેમાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતેથી રેલીનું પ્રસ્થાન થયુ હતું. જેમાં વિવિધ સૂચક બેનરો પ્લેકાર્ડ દ્વારા પક્ષીઓને બચાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. તેમજ ઉત્તરાયણમાં સવારે 9 વાગ્યા પહેલા અને સાંજે 4 વાગ્યા પછી પતંગ ન ચગાવવા, ચાઈનીઝ દોરીનો ઉપયોગ ન કરવો, તુક્કલ ન ચગાવવા, ફટાકડા ન ફોડવા લોકોને અપીલ કરાઈ હતી. રેલીમાં વિધાર્થી અને જીવદયા પ્રેમીઓએ પણ પોતાના પ્રતિભાવો દ્વારા પક્ષી બચાવવા લોકોને અપીલ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details