ગુજરાત

gujarat

પાટણ જિલ્લામાં કોરોના સામે લડવા 40 ટકા vaccination પૂર્ણ

By

Published : Jul 17, 2021, 10:40 AM IST

પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા કોરોના પ્રતિરોધક રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેને અનુલક્ષીને જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા સમગ્ર જિલ્લામાં વિવિધ સ્થળો પર રસીકરણ કેન્દ્રો ઉભા કરીને રસી આપવામાં આવી રહી છે. જિલ્લામાં અત્યારસુધીમાં પ્રથમ અને બીજો ડોઝ મળીને કુલ 15,05,337 ટાર્ગેટ સામે 5,09,936 વ્યક્તિઓને રસી આપવામાં આવતા અંદાજે 40 ટકા જેટલું vaccination થયું છે.

કોરોના સામે લડવા 40 ટકા રસીકરણ પૂર્ણ
કોરોના સામે લડવા 40 ટકા રસીકરણ પૂર્ણ

  • ફ્રન્ટલાઈન વર્કરે પ્રથમ ડોઝના 8,496ના ટાર્ગેટ સામે 8484એ રસી લીધી
  • સંભવિત ત્રીજી લહેરને ધ્યાને રાખીને vaccination Centerપર ઘસારો
  • જિલ્લામાં અત્યારસુધી 40 ટકા vaccination થયુ

પાટણ : જિલ્લામાં કોરોનાની બીજી લહેરે ભારે હાહાકાર મચાવી સંખ્યાબંધ લોકોને ઝપેટમાં લીધા હતા. સરકારી અને ખાનગી હોસ્પિટલો હાઉસફુલ બની હતી. એક તબક્કે બેડ અને ઓક્સિજનની પણ ભારે અછત સર્જાતા કોરોનાગ્રસ્ત દર્દીઓને સારવાર માટે ભારે હાલાકી વેઠવી પડી હતી.

કોરોના સામે લડવા 40 ટકા રસીકરણ પૂર્ણ

કોરોનાની બીજી લહેર શાંત પડતા સમગ્ર જિલ્લો કોરોના મુક્ત બન્યો

કોરોના સંક્રમણને કાબૂમાં લેવા માટે સરકાર દ્વારા કોરોના પ્રતિરોધક અભિયાન વેગવાન બનાવી રસીકરણ સેન્ટરો શરૂ કર્યા છે. લોકો રસી લઇને કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે સુરક્ષિત બને તે માટે જનજાગૃતિ અભિયાન પણ હાથ ધર્યું છે. જેને કારણે લોકો ઉત્સાહભેર્ વેક્સિનેશન સેન્ટરો પર લાઇનો લગાવીને રસી લઈ રહ્યા છે. પાટણ શહેર સહિત જિલ્લામાં કોરોનાની બીજી લહેર શાંત પડી છે અને સમગ્ર જિલ્લો કોરોના મુક્ત બન્યો છે. સંભવિત ત્રીજી લહેરને ખારવા જિલ્લાવાસીઓ હોશભેર કોરોના પ્રતિરોધક રસી લઇ રહ્યા છે.

કોરોના સામે લડવા 40 ટકા રસીકરણ પૂર્ણ

આ પણ વાંચો : Russian Vaccine Registration: અન્ય રાજ્યોના લોકોએ સુરતમાં કરાવ્યું રજિસ્ટ્રેશન

ફ્રન્ટલાઈન વર્કર્સના પ્રથમ ડોઝમાં 100 ટકા vaccination થયું

જિલ્લામાં અત્યાર સુધીમાં હેલ્થ કેર વર્કર્સે પ્રથમ ડોઝના 8,496ના ટાર્ગેટ સામે 8,484એ રસી લેતા 99 ટકા vaccination નોંધાયું છે. જ્યારે બીજા ડોઝમાં 8,484 ટાર્ગેટ સામે 7,235એ રસી લેતાં 85 ટકા vaccination થયું છે. આજે ફ્રન્ટલાઈન વર્કર્સના પ્રથમ ડોઝના 15,406ના ટાર્ગેટ સામે 15,497એ રસી લેતા 100 ટકા vaccination થયું છે. બીજા ડોઝના 15,497ના ટાર્ગેટ સામે 13,609એ રસી લેતા 87.8 ટકા vaccination થયું છે.

આ પણ વાંચો : બનાસકાંઠામાં 19 જુલાઈથી Diphtheria vaccination શરૂ થશે, 5 લાખ બાળકોને અપાશે રસી

18 વર્ષથી 44 વર્ષના બીજા ડોઝમાં 2.8 ટકાvaccinationથયું

45 વર્ષથી વધુ વયના પ્રથમ ડોઝના 4,06,857ના ટાર્ગેટ સામે 2,14,748એ રસી લેતા 52.5 ટકા vaccination થયું છે. જ્યારે બીજા ડોઝના 2,13,748 ના ટાર્ગેટ સામે 96,592એ રસી લેતા 45.2 ટકા vaccination થયું છે. આ ઉપરાંત 18 વર્ષથી 44 વર્ષના પ્રથમ ડોઝના 6,86,268ના ટાર્ગેટ સામે 1,50,581એ રસી લેતા 21.9 ટકા vaccination થયું છે. જ્યારે બીજા ડોઝમાં 1,50,581ના ટાર્ગેટ સામે 4,190 લોકોએ રસી લેતા 2.8 ટકા vaccination થયું છે.

આ પણ વાંચો -

ABOUT THE AUTHOR

...view details