ગુજરાત

gujarat

Right to Education Act: રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતરગત પાટણ જિલ્લામાં 732 બેઠકો સામે 1997 ફોર્મ ભરાયા

By

Published : Apr 12, 2022, 9:54 PM IST

Right to Education Act: રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતરગત પાટણ જિલ્લામાં 732 બેઠકો સામે 1997 ફોર્મ ભરાયા

પાટણ જિલ્લામાં રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ(right to education act patan gujarat) અંતરગત ખાનગી પ્રાથમિક શાળાઓની સરખાણીમાં બેઠકો સામે વધું બેઠકો માટેના ફોર્મ ભરાયા છે. જેમાં ધોરણ 1માં પ્રવેશ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન(right to education act online application form) થઈ ગયું છે. આ સાથે ચાલુ શૈક્ષણિક વર્ષમાં બે પ્રાથમિક શાળાઓ બંધ થતા વિદ્યાર્થીઓને પ્રવેશ મળશે નહીં.

પાટણ:રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ પાટણ જિલ્લામાં(right to education act patan gujarat ) ધોરણ 1માં પ્રવેશ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનની કાર્યવાહી પૂર્ણ થઇ છે. જિલ્લામાં 105 ખાનગી પ્રાથમિક શાળાઓની 732 બેઠકો સામે કુલ 1997 ફોર્મ ભરાયા છે. કોરોના મહામારીને કારણે ચાલુ વર્ષે બે શાળાઓ બંધ થતાં પ્રવેશની સંખ્યામાં ઘટાડો થયો છે. જેથી 40 વિદ્યાર્થીઓને પ્રવેશ મળશે નહીં. આ વર્ષે પાટણ જિલ્લામાં બેઠકો કરતાં વધુ ફોર્મ(right to education act online application form) ભરાયા છે. જેના કારણે પ્રવેશ પ્રક્રિયાની કાર્યવાહી જટિલ બનશે.

પાટણ જિલ્લામાં રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતરગત ખાનગી પ્રાથમિક શાળાઓની સરખામીની બેઠકો સામે વધું બેઠકો માટેના ફોર્મ ભરાયા છે.

આ પણ વાંચો:Right To Education Act: પાટણ જિલ્લામાં ધોરણ-1માં પ્રવેશ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનની કાર્યવાહી પૂર્ણ

મફત શિક્ષણ આપવા માટેની યોજના - સરકારનાપ્રાથમિક શિક્ષણ વિભાગ (primary education department Gujarat) દ્વારા રાઇટ ટુ એજ્યુકેશન (rte)અંતર્ગત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને મફત શિક્ષણ(free education for poor students) આપવા માટેની યોજના કાર્યરત કરવામાં આવી છે જે અંતર્ગત નવા શૈક્ષણિક વર્ષમાં પાટણ જિલ્લાની 105 શાળાઓને 732 બેઠકો ફાળવવામાં આવી છે જે માટે તારીખ 30 માર્ચ થી 11એપ્રિલ સુધી ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા દરમિયાન 1997 ફોર્મ ભરાયા છે. 16 એપ્રિલ સુધી ફોર્મ ચકાસણીની કાર્યવાહી ચાલશે. તમામ ફોર્મ ચકાસણી પૂર્ણ થયા બાદ 26 એપ્રિલે પ્રથમ યાદી બહાર પાડવામાં આવશે.
પાટણ જિલ્લામાં બેઠકો કરતાં વધુ ફોર્મ ભરાયા છે. જેના કારણે પ્રવેશ પ્રક્રિયાની કાર્યવાહી જટિલ બનશે.

આ પણ વાંચો:RTEને લઈને મોટી જાહેરાત: 25 જૂનથી 5 જુલાઈ સુધી ભરી શકાશે ઓનલાઈન ફોર્મ

બે પ્રાથમિક શાળાઓ બંધ થઈ -ઉલ્લેખનીય છે કે ગત વર્ષે બેઠકોની સંખ્યા કરતાં ત્રણ ગણાના ફોર્મ ભરાયા હતા. જ્યારે ચાલુ વર્ષે પણ હમણાં ફોર્મ ભરાયા છે. જેમાં ચાલુ શૈક્ષણિક વર્ષમાં બે પ્રાથમિક શાળાઓ બંધ થતા 40 જેટલા વિદ્યાર્થીઓને RTE(features of right to education act) અંતર્ગત ખાનગી શાળાઓમાં પ્રવેશ મળશે નહીં.

ABOUT THE AUTHOR

...view details