ગુજરાત

gujarat

પંચમહાલ જિલ્લાના મોરવા હડફ ખાતે પુરૂષોત્તમ રૂપાલાએ સભા સંબોધી

By

Published : Feb 24, 2021, 11:01 PM IST

પંચમહાલ જિલ્લાના મોરવા હડફ ખાતે બુધવારે ચૂંટણી પ્રચાર સભા સંબોધવામાં આવી હતી, જેમાં કેન્દ્રીય પ્રધાન અને ભાજપનાં સ્ટાર પ્રચારક પુરુષોત્તમ રૂપાલા ઉપસ્થિત રહ્યાં હતાં.

પુરૂષોત્તમ રૂપાલા
પુરૂષોત્તમ રૂપાલા

  • પંચમહાલના મોરવા હડફ ખાતેપુરૂષોત્તમ રૂપાલાએ ચૂંટણી પ્રચાર સભા સંબોધી
  • કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રૂપાલા ઉપસ્થિત રહ્યાં
  • કોંગ્રેસ પર આકરા પ્રહારો કરવામાં આવ્યાં

પંચમહાલ : જિલ્લાના મોરવા હડફ ખાતે બુધવારે ચૂંટણીનો પ્રચાર કરવા માટે ભાજપ દ્વારા જાહે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેન્દ્રીય પ્રધાન અને ભાજપનાં સ્ટાર પ્રચારક પુરુષોત્તમ રૂપાલા ઉપસ્થિત રહ્યાં હતાં.

કોંગ્રેસના સૂપડા સાફ કરીને ભાજપને મત આપવા માટે અપીલ કરી

પુરૂષોત્તમ રૂપાલાએ સભા સંબોધી હતી. આ સભા દરમિયાન તેમના દ્વારા કોંગ્રેસ પર આકરા પ્રહારો કરવામાં આવ્યાં હતાં, બીજી તરફ તમામ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના સૂપડા સાફ કરીને ભાજપને મત આપવા માટે પુરૂષોત્તમ રૂપાલાએ અપીલ કરી હતી.

મોરવા હડફ ખાતે પુરૂષોત્તમ રૂપાલાએ સભા સંબોધી

કોંગ્રેસનો કોઈ એજન્ડા કે રણનીતિ નથી - રૂપાલા

આ ઉપરાંત પુરૂષોત્તમ રૂપાલાએ ગોધરામાં યોજાયેલી ઔવૈસીની પાર્ટી અંગે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, ઔવૈસી અહીં ચૂંટણી લડે છે, પણ એનો એજન્ડા શું તે અંગે તેણે ચોખવટ નથી કરી. જે પાર્ટીનો કોઈ એજન્ડા નથી કોઈ આગળની રણનીતિ નથી. અમદાવાદમાં ઔવૈસીની પાર્ટીને મળેલી બેઠકોને ટાંકી પુરૂષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, લોકોને જાણ નથી, જેની કોઈ ચર્ચા નથી, તેમ છતાં કોઈ એવી રીત છે જેના થકી ચૂંટણીઓ જીતી શકાય છે. જેની સમજણ દેશના બધા નાગરિકોમાં આવશે, ત્યારે ઔવૈસીના બધા સવાલોના જવાબ મતદારોને આપોઆપ મળી જશે.

ABOUT THE AUTHOR

...view details