ગુજરાત

gujarat

પંચમહાલમાં ગુમ થયેલા વ્યક્તિને શોધવા ડ્રાઇવનું આયોજન, સપ્તાહમાં 53 શોધાયા

By

Published : Nov 25, 2019, 11:19 PM IST

પંચમહાલ: જિલ્લા પોલીસ દ્વારા પંચમહાલ જિલ્લામાં ગુમ થયેલા વ્યક્તિઓને શોધી કાઢવા માટે સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. જે ડ્રાઈવ દરમિયાન 7 સગીર બાળકો સહિત 46 પુખ્તવયના વ્યક્તિઓને પોલીસ દ્વારા શોધી કાઢવામાં આવ્યા છે.

પંચમહાલ

પંચમહાલ જિલ્લા પોલીસ દ્વારા જિલ્લાના તમામ પોલીસ મથકોમાં ગુમ થયા હોવાની નોધાયેલી ફરિયાદોમાં ન મળી આવેલા વ્યક્તિઓને શોધી કાઢવા માટેની સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. જે ડ્રાઈવ દરમિયાન પંચમહાલ જિલ્લાના વિવિધ પોલીસ મથકોમાં વર્ષ 2014થી 2019 સુધી ગુમ થયેલા પુખ્ત અને સગીર વયના બાળકો સહીત 250 વ્યક્તિઓ પૈકી 53 વ્યક્તિઓને એક સપ્તાહ દરમિયાન શોધી કાઢવામાં આવ્યા છે.

પંચમહાલમાં ગુમ થયેલા વ્યક્તિને શોધવા ડ્રાઇવનું આયોજન,
પોલીસ દ્વારા ડ્રાઈવ દરમિયાન મળી આવેલા વ્યક્તિઓને તમામ કાર્યવાહી બાદ તેમના પરિજનોને સુપરત કર્યા હતા. જયારે હજૂ બાકી રહેલા 200 જેટલા ગુમ થયેલા વ્યક્તિઓને શોધવા માટે સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details