ગુજરાત

gujarat

ગોધરા રેન્જ IGએ લીધી આરોગ્ય કેન્દ્રની મુલાકાત

By

Published : May 17, 2021, 6:54 AM IST

દેશ અને દુનિયામાં કોરોના કેશોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આ કોરોનાને નાથવા માટે તમામ લોકો પ્રયત્નો કરી રહ્યા છે. જેમાં ખાસ કરીને આરોગ્ય વિભાગ અને પોલીસ વિભાગની હાલ કોરોનાને નાથવામાં એક મહત્વની ભૂમિકા છે.

ગોધરા રેન્જ IGએ લીધી આરોગ્ય કેન્દ્રની મુલાકાત
ગોધરા રેન્જ IGએ લીધી આરોગ્ય કેન્દ્રની મુલાકાત

  • ગોધરા રેન્જ IGMS ભરાડાએ આજે લીધી રીંછવાણી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત
  • આરોગ્ય કર્મીઓના જુસ્સામાં વધારો કર્યો
  • પોલીસ વિભાગની હાલ કોરોનાને નાથવામાં એક મહત્વની ભૂમિકા

પંચમહાલ: દેશ અને દુનિયામાં કોરોના કેશોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આ કોરોનાને નાથવા માટે તમામ લોકો પ્રયત્નો કરી રહ્યા છે. જેમાં ખાસ કરીને આરોગ્ય વિભાગ અને પોલીસ વિભાગની હાલ કોરોનાને નાથવામાં એક મહત્વની ભૂમિકા છે. આરોગ્ય વિભાગ દર્દીની સારવારમાં છે ત્યારે કોરોના સંક્રમણ વધે નહીં તે માટે સતત લોકોની વચ્ચે રહી ભીડ નિયંત્રણ અને બીજા અન્ય કાર્યો પોલીસ વિભાગ કરી રહ્યું છે. જેમાં ઘણા પોલીસ કર્મીઓ સંક્રમિત પણ થયા અને સાજા થઈને પાછા સેવામાં જોડાયા હતા.

કોરોનાને લઈને ઘર્ષણ થાય તો તાત્કાલિક નજીકના પોલીસ મથકનો સંપર્ક કરી સહાય લેવા જણાવ્યું

ગોધરા રેન્જ IGMS ભરાડાએ ઘોઘમ્બા તાલુકાના રીંછવાણી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી. જેમાં આરોગ્ય કેન્દ્રની મુલાકાત દરમિયાન તેમને આરોગ્ય કેન્દ્રમાં કેટલા લોકો સારવાર લઈ રહ્યા છે અને કેટલા લોકોને સાજા થઈને ઘરે મોકલવામાં આવ્યા તેવી બાબતોની માહિતી મેળવી હતી તેમજ ડોકટર અથવા કોઈ પણ આરોગ્ય કર્મીને કંઈ પણ કોઈ વ્યક્તિ સાથે જો કોરોનાને લઈને ઘર્ષણ થાય તો તાત્કાલિક નજીકના પોલીસ મથકનો સંપર્ક કરી સહાય લેવા જણાવ્યું હતું. પોલીસ હંમેશા આપની સાથે છે એમ કહી આરોગ્ય કર્મીઓના જુસ્સામાં વધારો કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details