ગુજરાત

gujarat

પાવાગઢ મંદિર ખાતે માઇભક્તો ઉમટ્યા, કોરોના ગાઈડલાઈનનું ઉલ્લંઘન

By

Published : Dec 21, 2020, 7:17 AM IST

સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે દિવાળી બાદ મોટી સંખ્યામાં યાત્રાળુઓની ભીડ પાવાગઢ ડુંગર પર જોવા મળી હતી. રવિવારે વહેલી સવારથી માઇભકતો પાવાગઢ ખાતે પહોંચ્યા હતાં. જેમાં બપોર સુધીમાં શ્રદ્ધાળુ માઇભકતોની સંખ્યામાં વધારો જોવા મળ્યો હતો.

pavagadh
pavagadh

  • પાવાગઢ ખાતે મોટી સંખ્યામાં ઉમટ્યા માઇ ભક્તો
  • માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો જોવા મળ્યો અભાવ
  • પોલીસ અને મંદિર દ્વારા લોકોને સાવચેત રહેવા કરવામાં આવી રહી છે અપીલ



    પાવાગઢઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે દિવાળી બાદ મોટી સંખ્યામાં યાત્રાળુઓની ભીડ પાવાગઢ ડુંગર પર જોવા મળી હતી. રવિવારે વહેલી સવારથી માઇભકતો પાવાગઢ ખાતે પહોંચ્યા હતાં. જેમાં બપોર સુધીમાં શ્રદ્ધાળુ માઇભકતોની સંખ્યામાં વધારો જોવા મળ્યો હતો.

    લોકો ભુલ્યા સોશિયલ ડિસ્ટન્સ

    યાત્રાધામ પાવાગઢ ખાતે દર વર્ષે શનિવાર રવિવારે હજારોની સંખ્યામાં યાત્રાળુઓ તેમજ સહેલાણીઓ પાવાગઢ ખાતે પધારી ડુંગર પર બિરાજમાન માતાજીના દર્શન કરી તેમજ ઐતિહાસિક સ્થાપત્યો ની મુલાકાત લે છે. જોકે હાલમાં ચાલતી કોરોનાની મહામારીને પગલે છેલ્લા કેટલાક સમયથી શનિવાર રવિવારથી યાત્રાધામ પાવાગઢ ખાતે યાત્રિકો અને સહેલાણીઓની હાજરીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ દિવાળીમાં યાત્રિકોની ભીડ જોવા મળી હતી.
પાવાગઢ મંદિર ખાતે માઇભક્તો ઉમટ્યા

ભક્તોની જામી ભીડ

ગત રવિવારે પ્રથમવાર હજારોની સંખ્યામાં માઇ ભકતો યાત્રા ધામ પાવાગઢ ખાતે આવી પહોંચતા પાવાગઢની તળેટી થી લઈ ડુંગરની ટોચ પર બિરાજમાન મહાકાળી માતાજીના મંદિર સુધી યાત્રિકોની ચહલપહલ નજરે પડી હતી અને લાંબા સમય બાદ ડુંગરપર યાત્રિકોનો ધમધમાટ જોવા મળ્યો હતો. લોકોમાં કોરોના ગાઈડલાઈનનું ઉલ્લંઘન જોવા મળ્યું હતું. લોકોએ ક્યાંક માસ્ક નહોતા પહેર્યા અને અમુક લોકોતો શોભના ગાંઠિયાની જેમ માસ્કને નાકની નીચે રાખી ફરત હતાં.

ETV ભારત પણ માઇભક્તોને અપીલ કરી રહ્યું છે કે ભલે ભક્તિમાં લિન થાવ પણ સરકાર દ્વારા જાહેર કરાયેલા કોરોના ગાઈડલાઈનનું પાલન કરો અને પોતાનું તેમજ પરિવાર અને દેશને સુરક્ષિત રાકો.

મંદિર ટ્રસ્ટ દ્વારા કોરોના ગાઈડલાઈનનુ પાલન

જોકે રવિવારે મહાકાળી માતાજીના મંદિરે દર્શનાર્થે પહોંચેલા યાત્રિકોને શ્રી કાલિકા ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા કોરોના અંતર્ગત બનાવેલી સરકારી ગાઈડલાઈન અનુસાર મંદિરમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. જેમાં ટ્રસ્ટ દ્વારા સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કનું પૂરેપૂરું પાલન માઈભક્તો પાસે કરાવવામાં આવ્યું હતું. જ્યારે સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા પણ પાવાગઢની તળેટી લઇ માચી ખાતે અને ડુંગર સુધી કાયદો-વ્યવસ્થાની જાળવણીને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details