ગુજરાત

gujarat

નવસારીમાં એક્ટિવ કોરોના દર્દીઓની સંખ્યા ઘટીને 1 હજારની અંદર

By

Published : May 21, 2021, 12:34 PM IST

રાજ્યમાં કોરોના કેસમા સતત ઘટાડો થઈ રહ્યો છે. નવાસારી જિલ્લામાં ગુરુવારે કોરોના એક્ટીવ કેસની સંખ્યા 1 હજારની અંદર થઈ છે. ગુરુવારે જિલ્લામાં 57 લોકો કોરોનાથી સંક્રમિત થયા હતા.

corona
નવસારીમાં એક્ટિવ કોરોના દર્દીઓની સંખ્યા ઘટીને 1 હજારની અંદર

  • જિલ્લામાં કોરોનાની સારવાર લેનાર દર્દીઓની સંખ્યા થઈ 953
  • ગુરુવારે નવસારીમાં નવા 57 લોકો થયા કોરોના સંક્રમિત
  • જિલ્લામાં 129 દર્દીઓએ કોરોનાને હરાવ્યો

નવસારી : રાજ્યમાં હાહાકાર મચાવનાર કોરોનાના કેસમાં ધીરે-ધીરે ઘટાડો જોવા મળી રહ્યો છે. જેમાં ગુરુવારે એક્ટિવ કોરોના દર્દીઓની સંખ્યા એક હજારની અંદર પહોંચી છે. જિલ્લામાં સારવાર લેનારા કોરોના દર્દીઓની સંખ્યા 953 થઈ છે, જ્યારે ગુરુવારે નવા 57 લોકો કોરોના પોઝિટિવ નોંધાયા હતા. જેની સામે 129 દર્દીઓએ કોરોનાને હરાવ્યો હતો. આરોગ્ય વિભાગના ચોપડે ગુરુવારે વધુ બે મૃત્યુ નોંધાયા છે.


નવસારી જિલ્લામાં ગુરુવારે 2 દર્દીઓએ કોરોનામાં જીવ ગુમાવ્યો

નવસારી જિલ્લામાં એપ્રિલ મહિનામાં કોરોનાએ ગતિ પકડતા જિલ્લામાં કોરોનાના કેસ 6 હજારથી ઉપર પહોંચ્યા હતા. જોકે મે મહિનો નવસારી માટે સારો સાબિત થઇ રહ્યો છે. મેના મધ્ય બાદ જિલ્લામાં કોરોના કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ગુરુવારે નવસારીમાં એક્ટિવ કોરોના દર્દીઓની સંખ્યા એક હજારની અંદર એટલે કે 953 થઈ છે. નવસારીમાં ગુરુવારે નવા 57 લોકો કોરોના સંક્રમિત થયા હતા. જેની સામે જિલ્લામાં 129 દર્દીઓએ કોરોનાને હરાવતા તેમને રજા આપવામાં આવી હતી. જ્યારે આરોગ્ય વિભાગના ચોપડે ગુરુવારે ધારાગીરીના 46 વર્ષીય ડ્રાઇવર યુવાન અને જલાલપોર તાલુકાના કૃષ્ણપુર ગામના 24 વર્ષીય માછીમાર યુવાનનું કોરોનાથી મૃત્યુ નોંધાયું હતું.

આ પણ વાંચો : નવસારીમાં આંશિક લોકડાઉનથી આર્થિક સંકટમાં પડેલા દુકાનદારોએ દુકાનો ખોલી, પોલીસે કરાવી બંધ


નવસારીમાં કોરોનાથી સાજા થનારા દર્દીઓની સંખ્યા થઈ 5132

નવસારી જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં કોરોના કેસમાં સતત વધારો થતાં કુલ કોરોના પોઝિટિવ કેસ 6239 નોંધાયા છે. જેની સામે 5132 દર્દીઓએ કોરોનાને હરાવ્યો હતો. જ્યારે આરોગ્ય વિભાગના ચોપડે અત્યાર સુધીમાં કુલ 154 કોરોના દર્દીઓએ જીવ ગુમાવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details