ગુજરાત

gujarat

દુબઈમાં નોકરી અપાવવાની લાલચે સુરતના ટ્રાવેલ્સ સંચાલકે નવસારીની યુવતીના 3.75 લાખ પડાવ્યા

By

Published : Aug 27, 2021, 1:36 PM IST

કોરોનાકાળમાં ઘણા લોકોએ નોકરી ગુમાવી છે અને હવે કોરોના થોડો હળવો થતા લોકો ફરી એકવાર નોકરીની શોધમાં છે. નવસારીની એક યુવતી પણ નોકરીની શોધમાં હતી અને તેની વિદેશનીમાં નોકરી આપવાના બહાને તેની સાથે 3 લાખની છેંતરપિડી કરવામાં આવી હતી. યુવતીએ આ અંગે પોલીસ ફરીયાદ કરી હતી.

froud
દુબઈમાં નોકરી અપાવવાની લાલચે સુરતના ટ્રાવેલ્સ સંચાલકે નવસારીની યુવતીના 3.75 લાખ પડાવ્યા

  • કોરોના કાળમાં લોકો શોધી રહ્યા છે નોકરી
  • નવસારીમાં વિદેશી નોકરીના નામે યુવતીને છેંતરવામાં આવી
  • યુવતીએ છેતરપિંડીની કરી પોલીસ ફરીયાદ

નવસારી: કોરોના કાળમાં લોકોને નોકરી મળવી મુશ્કેલ બની છે. ભણેલા ગણેલા લોકો પણ ઓછા પગારે નોકરી કરવા તૈયાર થઈ જાય છે. આવા સમયમાં કોઈ વિદેશી નોકરીની ઓફર આવે તો રણમાં તળાવ મળ્યા જેવુ સુખ મળે છે. નવસારીની યુવતી પણ કોરોના કાળ પછી નોકરીની તલાસમાં હતી. તેને એક ટ્રાવેલ એજન્ટ દ્વારા વિદેશી નોકરીની ઓફર આવી હતી અને આ નોકરી તેની 3 લાખ ઉપરની પડી હતી. તે યુવતીની સાથે નોકરીની નામે છેતરપિંડી થઈ હતી.

નોકરીના નામે છેતરપિંડી

નોકરી માટે ગ્લોબલ ગેટવે ટૂર એન્ડ ટ્રાવેલ્સના સંચાલક સોયેબ વલીમિયાંનો સંપર્ક કર્યો હતો. સોયેબે સિમ્પલ પાસેથી ઇમિગ્રેશન કંપનીની નોકરીની લાલચે રજિસ્ટ્રેશન અને અલગ-અલગ ખર્ચાને નામે ટૂકડે ટૂકડે કરી 3.75 લાખ રૂપિયા પડાવ્યા હતા. દરમિયાન તમારૂ કામ થઈ રહ્યુ છે, થોડો સમય લાગશે જેવી વાતો કરી સોયેબ દુબઇ મોકલવાની વાતને ટાળતો રહ્યો હતો. લાંબો સમય વિતતા સિમ્પલ પટેલને પોતે છેતરાઈ હોવાનો ભાસ થતા તેણે રૂપિયા પરત માંગ્યા હતા. પરંતુ સોયેબે રૂપિયા અન્ય વ્યક્તિને આપી દીધા હોવાની વાત કરી રૂપિયા આપવાની ના પાડી દીધી હતી.

આ પણ વાંચો : આસામમાં ઉગ્રવાદીઓએ કોલસાની પાંચ ટ્રકોને આગ લગાવી, 1નું મૃત્યુ

પોલીસએ શરૂ કરી તપાસ

પોતાની સાથે થયેલી છેતરપિંડીની સિમ્પલ પટેલે નવસારી ગ્રામ્ય પોલીસ મથકમાં ગ્લોબલ ગેટવે ટૂર એન્ડ ટ્રાવેલના સંચાલક સોયેબ વલીમિયાં સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરીયાદને આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સમગ્ર મુદ્દે તપાસકર્તા અધિકારી PSI એન. બી. સોલંકીએ જણાવ્યું હતુ કે, "પ્રથમ દ્રશ્યા ટ્રાવેલ્સ સંચાલકે છેતરપિંડી કરી હોવાનું જણાયું છે, ફરિયાદી યુવતીની જેમ અન્ય લોકો પણ છેતરપિંડીનો ભોગ બન્યા છે કે કેમ એની તપાસ સાથે જ આરોપી ટ્રાવેલ્સ સંચાલકને પકડવા માટેના પ્રયાસો પણ હાથ ધર્યા છે".

આ પણ વાંચો : સોનુ સૂદ 'દેશ કે મેન્ટર્સ' પ્રોગ્રામના બ્રાન્ડ એમ્બેસેડર બનશે, દિલ્હી સરકાર ટૂંક સમયમાં લોન્ચ કરશે

ABOUT THE AUTHOR

...view details