ગુજરાત

gujarat

કમોસમી વરસાદને પગલે શેરડીના હારવેસ્ટિંગમાં બ્રેક, ખેડુતોને માઠી અસર

By

Published : Nov 5, 2019, 9:43 PM IST

નવસારીઃ આ વર્ષે સારા વરસાદને લઈને ખેડૂતોના આંખોમાં હર્ષના આંસુ છલકાયા હતાં, તો બીજી બાજુ કમોસમી વરસાદનું માવઠું ખેડૂતોને દુઃખના આંસુએ રડાવ્યા છે, ત્યારે શેરડીનો પાક લેનારા ખેડૂતો સાથે સુગરમિલોમાં ચિંતાના વાદળો છવાઇ ગયા છે. ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જ નામના રાક્ષસે માનવજાતને નષ્ટ કરવાની કસમ લીધી હોય તેવું વાતાવરણ ઉભું કરી દીધું છે શિયાળા, ચોમાસા કે ઉનાળામાં દરેક ઋતુઓના અનુભવ કરાવવાના કારણે સંવેદનશીલ ગણાતા પાકોને માઠી અસર પહોંચી છે.

haha

કમોસમી વરસાદને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે અને મોટા પાયે પાકોને નુકસાન થયું છે. જેમાં દક્ષિણ ગુજરાતનો મહત્વનો પાક અને ખેડૂતોની સધ્ધરતાનો આધાર ગણાતી શેરડીનું વાતાવરણના કારણે ઉત્પાદન ઓછું થયું છે. આ સાથે છેલ્લા એક અઠવાડિયાથી વરસાદી માહોલ શેરડીના હારવેસ્ટિંગ સામે બ્રેક લગાવતા સુગરમિલોનું કામકાજ પાછળ ધકેલાયું છે.

કમોસમી વરસાદને પગલે શેરડીના હારવેસ્ટિંગમાં બ્રેક
૧૯૬૫થી સિંચાઈ વિભાગની નહેરનું અમલીકરણ બન્યું ત્યારથી દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ શેરડીની ખેતી કરીને સારી એવી આવક ઉભી કરીને આર્થિક ગતિને વેગ આપ્યો હતો. ચાલુ વર્ષે પણ વરસાદ સારો રહેતા ખેડૂતો મોટી આશ લઈને બેઠા હતાં. પરંતુ, જે પ્રકારે વાતાવરણ બદલાયું છે તે જોતાં ખેડૂત ફરી બિચારાની વ્યાખ્યામાં આવ્યો છે. જેના કારણે સુગરમિલ સાથે સંકળાયેલા લોકો પણ મુસીબતમાં આવ્યા છે.

દક્ષિણ ગુજરાતના ખેડૂતો પહેલા ડાંગરની ખેતી કરીને જીવનનિર્વાહ કરતા હતાં. પરંતુ, મોટા પ્રમાણમાં પાણીના સ્ત્રોતો મળી જતા શેરડીની ખેતી તરફ વળ્યાં શેરડીની ખેતી ખેડૂતો માટે લાભદાયક નિવડતા ખૂબ મોટા પ્રમાણમાં ખેતી થવા લાગી પણ છેલ્લા 5 વર્ષમાં કલાયમેટ ચેન્જની નજર ખેતીવાડી પર પડતા અહીં નુક્સાનીના વાદળો છવાતા રહ્યા છે. કમોસમી માવઠું ખેડૂતો માટે ખોટનો સોદા સમાન પુરવાર થઈ રહ્યું છે.



Intro:પેન્ડિંગ સ્ટોરી એપ્રુવ
એસાઇન્મેન્ટ

ચાલુવર્ષે ચોમાસાનો સમય એવો હતો કે સારા વરસાદને લઈને ખેડૂતોના આંખોમાં હર્ષના આશુ છલકાય ગયા હતા ત્યારે હાલ કમોસમી વરસાદનું માવઠું ખેડૂતોને દુઃખના આશુએ રડાવ્યા છે ત્યારે શેરડીનો પાક લેનારા ખેડૂતો સાથે સુગરમિલોમાં ચિંતાના વાદળો છવાય ગયા છે .ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જ નામના રાક્ષસે માનવજાતને નષ્ટ કરવાની કસમ લીધી હોય એવું વાતાવરણ ઉભું કરી દીધું છે શિયાળ ચોમાસા કે ઉનાળા માં દરેક ઋતુઓના અનુભવ કરાવવાના કારણે સંવેદનશીલ ગણાતા પાકોને માઠી અસર પોહચડી છે જેમાં દક્ષિણ ગુજરાતનો મહત્વનો પાક અને ખેડૂતોની સધ્ધરતાનો આધાર ગણાતી શેરડી વાતાવરણના કારણે ઉત્પાદન ઓછું થયું છે સાથે છેલ્લા એક અઠવાડિયાથી વરસાદી માહોલ શેરડીના હરવેસ્ટિંગ સામે બ્રેક લગાવતા સુગરમિલોનું કામકાજ પાછળ ધકેલાયું છે


Body: ૧૯૬૫ થી સિંચાઈ વિભાગની નેહેરનું અમલીકરણ બન્યું ત્યારથી દક્ષિણગુજરાતના ખેડૂતોએ શેરડીની ખેતી કરીને સારી એવી આવક ઉભી કરીને આર્થિક ગતિને વેગ આપયો હતો ચાલુ સાલે પણ વરસાદ સારો રેહતા ખેડૂતો મોટી આશ લઈને બેઠા હતા પરંતુ જે પ્રકારે વાતાવરણ બદલાયું છે એ જોતાં ખેડૂત ફરી બિચારા ની વ્યાખ્યામાં આવ્યો છે જેના કારણે સુગરમિલ સાથે સંકળાયેલા લોકો પણ મુસીબતમાં આવ્યા છેConclusion:
.દક્ષિણગુજરાતના ખેડૂતો પેહલા ડાંગરની ખેતી કરીને જીવનનિર્વાહ કરતા હતા પરંતુ મોટા પ્રમાણમાં પાણીના સ્ત્રોતોમળી જતા શેરડીની ખેતી તરફ વળ્યાં શેરડી ની ખેતી ખેડૂતો માટે લાભદાયક નિવળતા ખૂબમોટા પ્રમાણમાં ખેતી થવા લાગી પણ છેલ્લા 5 વર્ષમાં કલયમેટ ચેન્જની નજર ખેતીવાડી પર લાગતા અહીં નુક્શાનીના વાદળો છવાતા રહ્યા છે કમોસમી માવઠું ખેડૂતો માટે ખોટનો સોદા સમાન પુરવાર થઈ રહ્યું છે.

બાઈટ -૧ ભૂમિત આરિયા (એમ ડી ગણદેવી સુગર)

બાઈટ -૨ બિમલ પટેલ (ડિરેક્ટર ગણદેવી સુગર)

ભાવિન પટેલ
નવસારી

ABOUT THE AUTHOR

...view details