ગુજરાત

gujarat

નવસારીમાં કિશોરીઓ માટે શરૂ કરાયો 'પ્રોજેક્ટ સ્નેહા', 50 શાળામાં યોગ, કરાટે, આત્મરક્ષણની અપાશે તાલીમ

By

Published : Nov 23, 2021, 12:19 PM IST

નવસારીમાં કિશોરીઓ માટે શરૂ કરાયો 'પ્રોજેક્ટ સ્નેહા', 50 શાળામાં યોગ, કરાટે, આત્મરક્ષણની અપાશે તાલીમ
નવસારીમાં કિશોરીઓ માટે શરૂ કરાયો 'પ્રોજેક્ટ સ્નેહા', 50 શાળામાં યોગ, કરાટે, આત્મરક્ષણની અપાશે તાલીમ ()

વર્તમાન સમયમાં બાળકીઓ માટે આત્મરક્ષણ (Self Defense) એ ખૂબ જ અનિવાર્ય બની ગયું છે. ત્યારે બાળકીઓને આ પ્રકારની તાલીમ આપવા અને તેમનો સર્વાંગી વિકાસ કરવા નવસારીમાં 'પ્રોજેક્ટ સ્નેહા' (Project Sneha) શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટનો પ્રારંભ તવડી પ્રાથમિક શાળાથી (Tavadi Primary School) કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ અંતર્ગત જિલ્લાની 50 શાળાઓમાં 3,180 કિશોરીઓને અઠવાડિયામાં ત્રણ દિવસ શિક્ષણ સાથે તાલીમ આપવામાં આવશે.

  • નવસારીની કિશોરીઓના સર્વાંગી વિકાસ માટે શરૂ થયો પ્રોજેક્ટ સ્નેહા (Project Sneha)
  • જિલ્લાની 50 શાળાઓમાં 3,180 વિદ્યાર્થિનીઓને આપવામાં આવશે તાલીમ (Training)
  • વિદ્યાર્થીનીઓને યોગ, કરાટે સાથે વ્યવસાયિક તાલીમથી એક્ટિવ બનાવવાનો થશે પ્રયાસ
  • DDO, DPEO સહિત જિલ્લાના અધિકારીઓએ એકી સાથે 50 શાળાઓમાં શરૂ કરાવ્યો પ્રોજેક્ટ

નવસારીઃ રાજ્યમાં કંઈક અલગ કરવામાં નવસારી જિલ્લો હંમેશા અગ્રેસર રહ્યો છે. નવસારી જિલ્લા પંચાયતે (Navsari District Panchayat) જિલ્લાની કિશોરીઓના સર્વાંગી વિકાસ કરવા 'પ્રોજેક્ટ સ્નેહા' (Project Sneha) શરૂ કર્યો છે, જેનો પ્રારંભ તવડી પ્રાથમિક શાળા (Tavadi Primary School) ખાતે નવસારીના પ્રાથમિક શિક્ષણાધિકારીએ (Navsari DPEO) કરાવ્યો હતો.

જિલ્લાની 50 શાળાઓમાં 3,180 વિદ્યાર્થિનીઓને આપવામાં આવશે તાલીમ (Training)

આ પણ વાંચો-પાટણની કોમલે દિલ્હીમાં યોજાયેલી નેશનલ કરાટે સ્પર્ધામાં 2 ગોલ્ડ મેડલ જીતી ગુજરાતનો ડંકો વગાડ્યો

ધોરણ 9થી 12ની કિશોરીઓના આરોગ્ય અને પોષણનું પણ અપાશે ધ્યાન

નવસારી જિલ્લા પંચાયત (Navsari District Panchayat) દ્વારા જિલ્લાની ધોરણ 9થી 12 ધોરણમાં ભણતી કિશોરીઓને પૂરતું પોષણ મળી રહે, તેમનો શૈક્ષણિક તેમ જ વ્યવસાયિક તાલીમ સાથે સર્વાંગી વિકાસ થાય એવા ઉદ્દેશ્ય સાથે 'પ્રોજેક્ટ સ્નેહા' (Project Sneha) લોન્ચ કરવામાં આવ્યો છે. જિલ્લાની પસંદગીની 50 શાળાઓમાં 3180 કિશોરીઓને અઠવાડિયામાં ત્રણ દિવસ શિક્ષણ સાથે તાલીમ આપવામાં આવશે, જેમાં મનદુરસ્તી માટે યોગ, સેલ્ફ ડિફેન્સ (Self Defense), કરાટે (Karate), સ્પોકન ઈંગ્લિશ (Spoken English), કમ્પ્યુટર (Computer) તેમ જ ભરતગૂંથણ, સિવણ, મીણબત્તી બનાવવું, અગરબત્તી બનાવવું જેવી વ્યવસાયિક તાલીમો પણ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.

જિલ્લાની 50 શાળાઓમાં 3,180 વિદ્યાર્થિનીઓને આપવામાં આવશે તાલીમ (Training)

આ પણ વાંચો-મહેસાણા ભાજપ બક્ષીપંચ મોરચાએ સ્પર્ધાત્મક પરીક્ષા માટે શરૂ કર્યા નિઃશુલ્ક કોચિંગ સેન્ટર, 400 વિદ્યાર્થીઓ લઈ રહ્યા છે તાલીમ

મોટિવેશનલ સ્પીકર કિશોરીઓને કરશે પ્રોત્સાહિત

આ પ્રોજેક્ટ અંતર્ગત મહિનામાં એક દિવસ મોટિવેશનલ સ્પીકર (Motivational speaker) દ્વારા કિશોરીઓને મોટીવેટ કરવાનો પણ પ્રયાસ કરાશે. ઉલ્લેખનીય છે કે, ICDS દ્વારા કિશોરીઓને પોષણ આહાર મળી રહે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જ્યારે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કિશોરીઓની આરોગ્ય તપાસ (Health Check up) પણ કરવામાં આવી છે, જેથી આગામી ભવિષ્યમાં કિશોરીઓ ગમે તે પરિસ્થિતિમાં પોતાના પગ પર ઊભી થઈ શકે અને રાષ્ટ્રની ઉન્નતિમાં પોતાનું યોગદાન આપી શકે એવા ઉમદા ઉદ્દેશને સાકાર કરવાનો જિલ્લા પંચાયત દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે.

વિદ્યાર્થીનીઓને યોગ, કરાટે સાથે વ્યવસાયિક તાલીમથી એક્ટિવ બનાવવાનો થશે પ્રયાસ

તવડી ગામથી પ્રોજેક્ટનો થયો પ્રારંભ

જલાલપોરના તવડી ગામમાં (Tavadi Village) પ્રાથમિક શાળામાં (Primary Schools) જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ (DPEO) 'પ્રોજેક્ટ સ્નેહા'નો (Project Sneha) પ્રારંભ કરાવ્યો હતો. આ સાથે જ કિશોરીઓને આ પ્રોજેક્ટમાં વધુમાં વધુ ભાગ લઈ જીવનને એક નવી દિશા આપવા માટે અપીલ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details