ગુજરાત

gujarat

Navsari video viral: નવસારીના યુવાનનો 11સેકંડમાં નારિયળના છોલતો વિડિયો વાયરલ

By

Published : Mar 5, 2023, 2:26 PM IST

બનાસકાંઠાના ધાનેરા તાલુકાના રવિ ધામ ગામના વતની અને નવસારીને પોતાની કર્મભૂમિ બનાવીને સ્ટીલના વેપાર સાથે જોડાયેલા 40 વર્ષીય લક્ષ્મણ પુરોહિત ને ઓછામાં ઓછા સમયમાં દાંત વડે નારિયેળ છોલવાનો પડકાર સમાજના અન્ય યુવાનો તરફથી મળ્યો હતો. તેથી પડકાર ને લક્ષ્મણ પુરોહિતે ઝીલી માત્ર 11 સેકન્ડમાં માજ મસ્ત મોટું નારિયેળ પોતાના દાત વડે છોલી નાખે છે.

Etv Bharat
Etv Bharat

Navsari video viral: નવસારીનો યુવાન નો 11સેકંડમાં નારિયળના છોલતાં છોલતો વિડિયો વાયરલ

નવસારીમાં: રહેતા પુરોહિત સમાજના યુવાન નો હોળીની રમતમાં 11 સેકન્ડમાં નારિયળ છોલતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.ભારતીય સંસ્કૃતિમાં હોળીના તહેવારને ઘણું મહત્વ આપવામાં આવે છે. હોળીનો તહેવાર આવતા જ અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ પ્રકારથી હોળીના તહેવારને ઉજવવામાં આવે છે. તેમાં પણ ખાસ કરીને ઉત્તર પ્રદેશ રાજસ્થાન જેવા રાજ્યોમાં હોળીનો તહેવાર ચારથી પાંચ દિવસ સુધી પારંપરિક રીતે ઉજવવામાં આવે છે. ગુજરાતમાં પણ હોળીનો તહેવાર અલગ અલગ જિલ્લાઓમાં પારંપરિક રીતે જેવા કે હોળીને આધારિત ગીતો કે અને લોક નૃત્ય કરીને હોળી ના તેહવાર ને ઉજવવામાં આવે છે.

Navsari video viral: નવસારીનો યુવાન નો 11સેકંડમાં નારિયળના છોલતાં છોલતો વિડિયો વાયરલ

કર્મભૂમિ બનાવી:નવસારી જિલ્લામાં રહેતા અલગ અલગ જિલ્લાના લોકો નવસારીને પોતાની કર્મભૂમિ બનાવી અહીં મોટી સંખ્યામાં વસવાટ કરે છે. જેમાં ઉત્તર ગુજરાતથી આવેલા પુરોહિત પ્રજાપતિ ચૌધરી સમાજના લોકો ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં હોળીના તહેવાર ને પારંપરિક રીતે ઘણા ઉત્સાહથી ઉજવવામાં આવે છે. અહીં નવસારીમાં પણ તેઓ હોળી ના તહેવારને ખૂબ ઉત્સાહ થી ઉજવે છે. અહીં યુવાનો એકબીજાને અલગ અલગ પડકારો આપી રમતો રમે છે. જેવીકે દાંત વડે ઓછામાં ઓછા સમયથી નાળિયેર છોલવું એ પણ આ રમતનો એક ભાગ છે. તો બીજી એક રમત નારિયેળ નો રસ્તા પર છૂટો ઘા કરી જમીન પર પછાડી એક જ વારમાં નારીયલના કેટલા ટુકડા કરશે. આ પ્રકારની અનેક નારિયેળની રમતો ઉત્તર ગુજરાતના સમાજ દ્વારા રમવામાં આવે છે. વર્ષો જૂની પોતાની આ પરંપરા માદરે વતનથી દૂર રહીને પણ નવસારીમાં તેઓના સમાજ દ્વારા જાળવી રાખવામાં આવી છે.

આ પણ વાંચો Navsari News : બીજેપીએ એન્ટ્રી કરતા સહકારી બેંકની ચૂંટણીમાં રાજકારણ ગરમાયું

પ્રેક્ટિસ હોવી ઘણી જરૂરી:વર્ષોથી અમે આ પરંપરા સાથે જોડાયા છે. જેથી મને આનો ઘણો અનુભવ છે તેથી જ હું આટલા ઝડપી નારિયેળને દાંત વડે છોલી શકું છું. અને હંમેશા આ સ્પર્ધામાં પ્રથમ રહ્યો છું .આ સ્પર્ધામાં નારિયેળને છોલવા માટે પોતાના દાંત ટકાઉ અને મજબૂત હોવા જોઈએ સાથે દાંત ને છોલટા માં ઘા કરી બેસાડી ખેંચવાની પણ ટેકનીક મહત્વની છે. કારણ કે જરા પણ ભૂલ થઈ તો તમારા મોઢા ના ભાગે અથવા તો હોઠ પર ઈજા થઈ શકે છે. તેથી આ રમતની પ્રેક્ટિસ હોવી ઘણી જરૂરી છે--લક્ષ્મણ પુરોહિત મોઢે નારિયેળ છોલનાર

આ પણ વાંચો Navsari Water ATM: પીવાના પાણી માટે રૂપિયા 20 લાખ નાંખ્યા, એ પણ 'પાણીમાં'

છોલતો વિડિયો ખૂબ વાયરલ:બનાસકાંઠાના ધાનેરા તાલુકાના રવિ ધામ ગામના વતની અને નવસારીને પોતાની કર્મભૂમિ બનાવીને સ્ટીલના વેપાર સાથે જોડાયેલા 40 વર્ષીય લક્ષ્મણ પુરોહિત ને ઓછામાં ઓછા સમયમાં દાંત વડે નારિયેળ છોલવાનો પડકાર સમાજના અન્ય યુવાનો તરફથી મળ્યો હતો. તેથી પડકાર ને લક્ષ્મણ પુરોહિતે ઝીલી માત્ર 7 સેકન્ડમાં માજ મસ્ત મોટું નારિયેળ પોતાના દાત વડે છોલી નાખ્યું હતું. સૌને આશ્ચર્યચકિત કર્યા હતા ઓછામાં ઓછા સમયમાં નારિયેળ છોલી લેતા મિત્રોએ લક્ષ્મણ પુરોહિતને વધાવી લીધો હતો.

વિડિયો ખૂબ વાયરલ:અન્ય મિત્રો દ્વારા આ નારીયલ છોલતા વિડીયો ને પોતાના મોબાઈલમાં કેદ કરી સામાન્ય માણસે પોતાના હાથો વડે નારિયેળ છોલવું એ ઘણું કઠિન કામ હોય છે. તેથી કોઈ ઓજાર ની મદદ લઈ સામાન્ય છોલવું પડે છે. પણ અહીં આ યુવાન પોતાના દાતો વડે થોડીજ સેકન્ડમાં નારિયળ છોલી કાઢે છે. તેથી સોશિયલ મીડિયા પર લક્ષ્મણ પુરોહિતનો નારિયેળ છોલતો વિડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details