ગુજરાત

gujarat

Love jihad: મુસ્લિમ યુવકે હિન્દુ યુવતીને લગ્નના વાયદા કર્યા, દુષ્કર્મ કરી હિન્દુ યુવક સાથે પરણાવી દીધી

By

Published : Jul 5, 2023, 2:02 PM IST

Updated : Jul 5, 2023, 3:07 PM IST

નવસારી ખેરગામમાં ચકચારી લવ જેહાદ કેસનો મુખ્ય આરોપી અસીમ શેખ ઝડપાયો છે. મુંબઈ આવી ગુજરાત આવતો હતો ત્યારે ફાઉન્ટન હોટલ ખાતેથી નવસારી LCB પોલીસે દબોચી લીધો હતો. મહિલાને બેગમ બનાવવાની લાલચ આપીને કોઇ હિન્દુ યુવક સાથે લગ્ન કરાવી દીધા હતા. યુવક સામે 14 પ્રોહિબિશન, 3 મારામારી રાયોટીંગ અને 1 વ્યાજખોરીનો ગુનો નોંધાયો છે. અસીમને પોલીસે કોર્ટ સમક્ષ રજૂ કરી 9 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

Love jihad: મુસ્લિમ યુવકે હિન્દુ યુવતીને બેગમ બનાવવાના વાયદા કર્યા, દુષ્કર્મ કરી હિન્દુ યુવક સાથે પરણાવી દીધી
Love jihad: મુસ્લિમ યુવકે હિન્દુ યુવતીને બેગમ બનાવવાના વાયદા કર્યા, દુષ્કર્મ કરી હિન્દુ યુવક સાથે પરણાવી દીધી

મુસ્લિમ યુવકે હિન્દુ યુવતીને બેગમ બનાવવાના વાયદા કર્યા, દુષ્કર્મ કરી હિન્દુ યુવક સાથે પરણાવી દીધી

નવસારી:સમયની ગતિ ફાસ્ટ છે. પરંતુ લવ જેહાદ કેસ બનવાની ઝડપ તો તેનાથી પણ વધારે ફાસ્ટ જોવા મળી રહી છે. નવસારીમાં એવો બનાવ સામે આવ્યો જેને સાંભળીને તમે ચોંકી જશો. યુવતીને બેગમ બનાવવાની લાલચ આપીને અનેક વાર દુષ્કર્મ આચર્યું હતું. વાત ત્યાંથી અડકી જતી નથી. આ બાદ આ યુવક તેના મિત્ર સાથે આ યુવતીના લગ્ન કરાવી દે છે. યુવતીને મોડે મોડે ભાન આવી અને પોલીસ ફરિયાદ કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.

પોલીસનો સહારો:નવસારી જિલ્લાના ખેરગામના કુંભારવાડામાં રહેતો અસીમ નિઝામમિયા શેખ નામના યુવકે એક યુવતીને પટાવી ફોસલાવીને અનેક વાર દુષ્કર્મ કર્યું હતું. આમ છતાં યુવતિને સમજ ના આવી. ત્યારબાદ યુવતીની આંખ તો ત્યારે ઉઘડી જયારે વિધર્મી યુવતી સાથે લગ્ન નઇ કરી શક્યો. એટલે યુવક આરોપીએ હિન્દુ યુવક રોનક પટેલ નામના બીલીમોરાના મળતિયા યુવક સાથે લગ્ન કરાવી દીધા હતા. જે બાદ નરાધમોએ દુષ્કર્મ આચરતા યુવતીની સમજણમાં સમગ્ર પિક્ચર બહાર આવ્યું અને પોલીસનો સહારો લીધો હતો.

"ભોગ બનનાર યુવતી દ્વારા ખેરગામ પોલીસ સ્ટેશનમાં આરોપી અસીમ શેખ વિરુદ્ધ લગ્નની લાલચે અનેક વાર દુષ્કર્મ આચર્યુંનો ગુનો નોંધાવ્યો હતો. આ સંદર્ભમાં હરકતમાં આવેલી પોલીસે આરોપીને મુંબઈથી દબોચી લીધો છે. જેમાં આરોપીનાં નવ દિવસના રિમાન્ડ મેળવી તપાસ ચાલુ છે".--ઋષિકેશ ઉપાધ્યાય ( જિલ્લા પોલીસવડા નવસારી)

પોલીસે કર્યો પર્દાફાશ: લવ જેહાદના કેસમાં સમગ્ર ભારત ભડકે બળે એવો વિચાર સાથે અમુક વિધર્મી યુવક હવે નવી તરકીબ અપનાવીને કૃત્ય કરવાનો પર્દાફાશ પોલીસે કર્યો છે. જે સમગ્ર સમાજ માટે લાલબત્તી સમાન કેસ નોંધ્યો છે. આવા અસામાજીક તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. સાથે આરોપીના પરિવાર સાથે આરોપી પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. મારામારી,વ્યાજખોરો,પ્રોહિબિશ નાના મોટા 20 જેટલા ગુના ધરાવે છે. જેને લઈને પોલીસે સમગ્ર મામલો ગંભીરતાથી લઈને આરોપીને દબોચી લીધો છે.

  1. Ahmedabad Crime: લવ જેહાદ કેસમાં મુખ્ય આરોપીની ધરપકડ,ઉત્તર પ્રદેશ ક્નેક્શન ખૂલ્યું
  2. Valsad News : સરકારે એન્ટી લવ જેહાદ કાયદો લાવવા કટ્ટર હિન્દુત્વવાદી નેતાની માગણી, બજરંગ દળની રેલી યોજાઇ
Last Updated :Jul 5, 2023, 3:07 PM IST

ABOUT THE AUTHOR

...view details