ગુજરાત

gujarat

કેવડીયા કોલોનીમાં લારી ગલ્લા હટાવવા બાબતે ધારાસભ્ય છોટુ વસાવાનો વિરોધ

By

Published : Sep 5, 2019, 10:54 AM IST

નર્મદાઃ કેવડીયા કોલોનીમાં લારી ગલ્લા હટાવવા બાબતે ભરૂચ ભાજપના સાંસદ મનસુખ વસાવાએ વિરોધ નોધાવ્યા બાદ ઝઘડિયાના ભારતીય ટ્રાયબલ પાર્ટીનાં ધારાસભ્ય છોટુ વસાવાએ પણ વિરોધ નોધાવ્યો છે.

કેવડીયા કોલોનીમાં લારી ગલ્લા હટાવવા બાબતે ધારાસભ્ય છોટુ વસાવાનો વિરોધ

કેવડીયા કોલોનીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક આવેલ લારી ગલ્લા તંત્ર દ્વારા હટાવવાની કામગીરી શરૂ કરાતા જ વિવાદ જોવા મળી રહ્યો છે. આદિવાસીઓ બેરોજગાર બની જવાના આક્ષેપ સાથે ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ નર્મદા નિગમનાં ચેરમેન રાજીવ ગુપ્તાને અંગ્રેજ ગણાવ્યા હતા અને વિરોધ નોધાવ્યો હતો.

કેવડીયા કોલોનીમાં લારી ગલ્લા હટાવવા બાબતે ધારાસભ્ય છોટુ વસાવાનો વિરોધ

આ બાબતે ઝઘડિયાના ભારતીય ટ્રાયબલ પાર્ટીના ધારાસભ્ય છોટુ વસાવાએ પણ વિરોધ નોધાવ્યો છે. છોટુ વસાવાએ આ અંગે નિવેદન આપતા જણાવ્યું કે સરકાર આદિવાસીઓને હટાવી વિદેશી કંપનીને લાવવા માંગે છે, સરકાર દ્વારા સમગ્ર ટ્રાયબલ વિસ્તારને બાનમાં લેવાયો છે અને સરકારની નીતિ આદિવાસી વિરોધી છે. જેનો તેઓ દ્વારા વિરોધ કરવામાં આવે છે.

Intro:-કેવડીયા કોલોનીમાં લારી ગલ્લા હટાવવા બાબતે ઝઘડિયાના ધારાસભ્ય છોટુ વસાવાનો વિરોધ
-આદિવાસીઓને હટાવી વિદેશી કંપનીને લાવવાની સાજીસ છે,સરકાર આદિવાસીઓ વિરોધી છે:છોટુ વસાવા
Body:કેવડીયા કોલોનીમાં લારી ગલ્લા હટાવવા બાબતે ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ વિરોધ નોધાવ્યા બાદ ઝઘડિયાના ભારતીય ટ્રાયબલ પાર્ટીનાં ધારાસભ્ય છોટુ વસાવાએ પણ વિરોધ નોધાવ્યો છે Conclusion:કેવડીયા કોલોનીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક આવેલ લારી ગલ્લા તંત્ર દ્વારા હટાવવાની કામગીરી શરુ કરાતા જ વિવાદ જોવા મળી રહ્યો છે.આદિવાસીઓ બેરોજગાર બની જવાના આક્ષેપ સાથે ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ નર્મદા નિગમનાં ચેરમેન રાજીવ ગુપ્તાને અંગ્રેજ ગણાવ્યા હતા અને વિરોધ નોધાવ્યો હતો તો આ બાબતે ઝઘડિયાના ભારતીય ટ્રાયબલ પાર્ટીના ધારાસભ્ય છોટુ વસાવાએ પણ વિરોધ નોધાવ્યો છે.છોટુ વસાવાએ આ અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે સરકાર આદિવાસીઓને હટાવી વિદેશી કંપનીને લાવવા માંગે છે,સરકાર દ્વારા સમગ્ર ટ્રાયબલ વિસ્તારને બાનમાં લેવાયો છે અને સરકારની નીતિ આદિવાસી વિરોધી છે જેનો તેઓ દ્વારા વિરોધ કરવામાં આવે છે
બાઈટ
છોટુ વસાવા-ધારાસભ્ય,ઝઘડીયા

ABOUT THE AUTHOR

...view details