ગુજરાત

gujarat

વેસ્ટમાંથી બેસ્ટ: ફેંકી દેવાયેલા કેળાના થડમાંથી નોવેલ સેન્દ્રિય ખાતર બનાવ્યું, જુઓ વિશેષ અહેવાલ...

By

Published : Nov 15, 2020, 8:20 PM IST

બાગાયતી પાકોમાં કેળાની ખેતી ખેડૂતોને સારી આવક રળી આપે છે. પરંતુ કેળા થયા બાદ તેના થડ, જે નકામા પડે છે, તેને ફેંકી દેવામાં આવતા હતા. આ નકામા પડતા કેળાના થડમાંથી મુલ્ય વર્ધન થકી નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા હાથ ધરાયેલા મંથનમાંથી સજીવ ખેતીમાં વરદાનરૂપ એવા સેન્દ્રિય ખાતરનું ઉત્પાદન કરવામાં આવ્યું છે. જે ભારત જ નહીં પણ વૈશ્વિક સ્તરે પોતાની ક્ષમતા દર્શાવી આંતરરાષ્ટ્રીય સ્તરે તેમજ અલગ-અલગ 7 દેશોમાં પણ પેટન્ટ મેળવી કૃષિ યુનિવર્સિટીને ગૌરવવંતી કરી છે.

ફેંકી દેવાતા કેળાના થળમાંથી નોવેલ સેન્દ્રિય ખાતર બન્યું
ફેંકી દેવાતા કેળાના થળમાંથી નોવેલ સેન્દ્રિય ખાતર બન્યું

  • નવસારી કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોનો આંતરરાષ્ટ્રીય સ્તરે ડંકો
  • નોવેલ સેન્દ્રિય ખાતરના અલગ-અલગ 7 દેશોમાં લેવાયા પેટન્ટ
  • ભારતની 28 અને દ. આફ્રિકાની એક કંપની સાથે કર્યા ટેકનોલોજી ટ્રાન્સફર કરાર

નવસારી: બાગાયતી પાકોમાં કેળાની ખેતી ખેડૂતોને સારી આવક રળી આપે છે. પરંતુ કેળા થયા બાદ તેના ભારી ભરખમ થડ, જે નકામા પડે છે, તેને ફેંકી દેવામાં આવતા હતા. આ નકામા પડતા કેળાના થડમાંથી મુલ્ય વર્ધન થકી નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા હાથ ધરાયેલા મંથનમાંથી સજીવ ખેતીમાં વરદાનરૂપ કહી શકાય, એવું નોવેલ સેન્દ્રિય ખાતર ઉદ્દભવ્યું અને આજે ભારત જ નહીં પણ વૈશ્વિક સ્તરે પોતાની ક્ષમતા દર્શાવી આંતરરાષ્ટ્રીય સ્તરે તેમજ અલગ-અલગ 7 દેશોમાં પણ પેટન્ટ મેળવી કૃષિ યુનિવર્સિટીને ગૌરવવંતી કરી છે.

ફેંકી દેવાયેલા કેળાના થડમાંથી નોવેલ સેન્દ્રિય ખાતર બનાવ્યું
જમીનની ફળદ્રુપતા વધારવા અને સજીવ ખેતી માટે વરદાનરૂપ છે નોવેલનવસારી સહિત દક્ષિણ ગુજરાતમાં કેરી-ચીકુ બાદ બાગાયતી પાકોમાં મોટા પ્રમાણમાં કેળાની ખેતી થાય છે. પરંપરાગત કેળાની ખેતીમાં ખેડૂતો પાક લીધા બાદ તેના મોટા થડોને કાઢી નાંખે છે અને તેના નિકાલની મોટી સમસ્યા હોય છે. ફેંકી દેવાતા કેળાના નકામા થડમાંથી વેલ્યુ એડેડ પ્રોડક્ટ્સ બનાવવા નવસારી કૃષિ યુનિવર્સિટીના જળ અને જમીન વ્યવસ્થાપન વિભાગ દ્વારા હાથ ધરાયેલા પ્રોજેકટમાં કેળના રેસામાંથી કાગળ અને કાપડ બનાવ્યા બાદ એક થડમાંથી નીકળતા 7 થી 8 લીટર પાણીમાં જમીન માટે જરૂરી પોટેશિયમ અને લોહતત્વ વિપુલ પ્રમાણમાં હોવા સાથે જ અન્ય તત્વો પણ હોવાનું જણાયું હતું. જેથી નિષ્ણાંત વૈજ્ઞાનિકોની ટીમે અન્ય જરૂરી તત્વોને ભેળવીને જમીનની ફળદ્રુપતા વધારવા અને સજીવ ખેતીમાં વરદાનરૂપ નોવેલ સેન્દ્રિય ખાતર તૈયાર કર્યું છે. જેના યુનિવર્સિટી દ્વારા અનેક ખેતી પાકો ઉપર અખતરા કરવામાં આવ્યા અને તેમાં શ્રેષ્ઠ પરિણામ પણ મળ્યા. ખાસ કરીને નોવેલમાં ઉપલબ્ધ કુદરતી રસાયણો તેમજ બેક્ટેરિયા જમીનની ફળદ્રુપતા વધારવા સાથે વાનસ્પતિક વૃદ્ધિ, ફુલ અને ફળોના સેટિંગ તેમજ ફળોની વૃદ્ધિ સાથે જ પાક વહેલો તૈયાર કરવામાં મદદ કરે છે. નોવેલની આ ગુણવત્તાને કારણે કૃષિ યુનિવર્સિટી આંતરરાષ્ટ્રીય પેટન્ટ મેળવવા સાથે જ 7 અલગ-અલગ દેશોમાં પણ પેટન્ટ મેળવવામાં સફળ રહી છે.
ફેંકી દેવાતા કેળાના થળમાંથી નોવેલ સેન્દ્રિય ખાતર બન્યું

કેળનાં થડમાંથી મળે છે પોટેશિયમ અને આર્યનથી ભરપૂર પાણી

ફેંકી દેવાતા કેળાના નકામા થડને પ્રથમ બે ભાગમાં વહેંચી એના પડ કાઢીને તેમાંથી મશીન મારફતે રેસા છૂટા કરવામાં આવે છે. બાદમાં તેના નકામા કચરામાંથી પ્રેશર ટેકનીકથી પાણી છૂટુ પાડવામાં આવે છે. પોટેશિયમ અને આર્યનથી ભરપૂર પાણીમાં વિવિધ તત્વોને ઉમેરીને બોઇલર મશીનમાં ગરમ કરવામાં આવે છે અને તૈયાર થયેલા નોવેલને મોટા પ્લાસ્ટિકના પીપમાં ભર્યા બાદ, 1-1 લીટરની પ્લાસ્ટિક બોટલોમા તેને ભરીને આકર્ષક લેબલિંગ કરીને ખેડૂતો સુધી પહોંચાડાય છે. સાથે જ નોવેલનો અલગ-અલગ પાકમાં કેટલો છાંટકાવ કરવો એના વિશેની માહિતી વૈજ્ઞાનિકો ખેડૂત સુધી પહોંચાડવાનો પણ પ્રયાસ કરી રહ્યા છે. નોવેલના ઉપયોગ થકી પાકમાં 15 થી 20 ટકાની વૃદ્ધિ જોવા મળી છે સાથે જ ઓર્ગેનિક હોવાથી માનવ સ્વાસ્થ્ય માટે પણ લાભદાયી છે.

ફેંકી દેવાતા કેળાના થળમાંથી નોવેલ સેન્દ્રિય ખાતર બન્યું

કીટક અને રોગો સામે પણ અસરકારક છે નોવેલ સેન્દ્રિય ખાતર

કેળાના થડમાંથી બનેલા નોવેલ સેન્દ્રિય ખાતરને મળેલી સફળતા બાદ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા પાકમાં થતી કીટકો, ઇયળો અને રોગોને અટકાવવા માટે પણ નોવેલમાં કુદરતી રીતે મળતા વિવિધ તત્વોનો અર્ક ભેળવીને નોવેલ પ્લસ અને નોવેલ પ્રાઈમ સેન્દ્રિય ખાતર તૈયાર કરવામાં આવ્યા છે. જેના થકી કીટક નાશક અને ફૂગ નાશક તરીકે પણ નોવેલ બજારમાં નામના મેળવી રહ્યું છે. જેને જોતા ભારતની 28 કંપનીઓ અને દક્ષિણ આફ્રિકાના બોસ્વાનાની કંપનીએ યુનિવર્સિટી સાથે ટેકનોલોજી ટ્રાન્સફર હેઠળ કરાર કરી વ્યાપારિક ધોરણે તેનું ઉત્પાદન શરૂ કર્યું છે.

ફેંકી દેવાતા કેળાના થળમાંથી નોવેલ સેન્દ્રિય ખાતર બન્યું
સમગ્ર ભારતમાં સરકારી યોજના થકી ખેડૂતો સુધી પહોંચશે નોવેલકેળાના ઉત્પાદન બાદ ફેંકી દેવાતા તેના નકામા થડનો ઉપયોગ કરી સંશોધન થકી દેશ વિદેશમાં ડંકો વગાડનાર નોવેલ સેન્દ્રિય ખાતરને ભારત સરકાર સમગ્ર દેશમાં સરકારી યોજનાઓ થકી ખેડૂતો સુધી પહોંચાડવાનું પ્લાનિંગ કરી રહી છે, ત્યારે નોવેલ સેન્દ્રિય ખાતરે નવસારી કૃષિ યુનિવર્સિટી સાથે નવસારીને પણ વૈશ્વિક સ્તરે નવી ઓળખ આપી છે.
ફેંકી દેવાતા કેળાના થળમાંથી નોવેલ સેન્દ્રિય ખાતર બન્યું

ABOUT THE AUTHOR

...view details