ગુજરાત

gujarat

નવસારીમાં અનરાધાર વરસાદ, શહેરોમાં પાણી ભરાયા

By

Published : Jul 19, 2021, 12:17 PM IST

નવસારી જિલ્લામાં મોડી રાતે 2 વાગ્યા પછી મેઘરાજાની ધુંઆધાર પધરામણી થઈ છે. વહેલી સવારે 2થી 4માં જ જિલ્લાના 5 તાલુકાઓ વરસાદી પાણીથી તરબોળ થયા હતા. જયારે સવારે 8થી 10માં નોનસ્ટોપ બેટિંગ કરતા નવસારી-વિજલપોર નગરપાલિકાની પ્રિ-મોનસૂન કામગીરીની પોલ ખોલી નાંખી હતી. શહેરના નીચાણવાળા વિસ્તારો સહિત મોટાભાગના રસ્તાઓ પર પાણી ફરી વળતા લોકો હેરાન થયા હતા. ઘણી જગ્યાએ દુકાનોમાં તો ક્યાંક ઘરોમાં વરસાદી પાણી ઘુસી જતા લોકોએ પાલિકાની કામગીરી સામે રોષ ઠાલવ્યો હતો.

નવસારીમાં અનરાધાર વરસાદ
નવસારીમાં અનરાધાર વરસાદ

  • ગણદેવી તાલુકામાં 8 કલાકમાં 10 ઇંચ વરસાદ
  • વાંસદાને છોડીને તમામ તાલુકાઓમાં ભારે વરસાદ
  • શહેરમાં પાલિકાની પ્રિ-મોનસૂન કામગીરીની પોલ ખુલી

નવસારી : જિલ્લામાં ગત મોડી રાતથી વરસી રહેલા ધોધમાર વરસાદને કારણે ગણદેવી તાલુકામાં 10 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને પગલે 6ગણદેવીની વેંગણિયા નદી બંને કાંઠે વહેતી થઈ છે. જેના કારણે ગણદેવી-બીલીમોરા માર્ગ પર વેંગણિયા નદી પરના લો લેવલ બંધરા-પુલ પરથી નદીના પાણી ફરી વળ્યાં હતા. જેના કારણે વેંગણિયાના દક્ષિણ છેડે અંદાજે 15 પરિવારોનો ગણદેવીથી સંપર્ક તૂટ્યો હતો.

નવસારીમાં પાણી ભરાયા

હવામાન વિભાગની આગાહી પણ ખોટી પડતી હતી

જૂનમાં વરસાદ વરસ્યા પછી પાછો ઠેલાતા લોકો ભારે ઉકળાટથી અકળાયા હતા. જ્યારે ખેડૂતો વરસાદની ચાતક નજરે વરસાદની રાહ જોઈ રહ્યા હતા. હવામાન વિભાગની આગાહી પણ ખોટી પડી રહી હતી. ગત મોડી રાતે 2 વાગ્યાથી શરૂ થયેલા વરસાદને કારણે 8 કલાકમાં નવસારી જિલ્લાના 5 તાલુકાઓમાં પાણી-પાણી થયા છે.

નવસારીમાં પાણી ભરાયા

દક્ષિણ કિનારે આવેલા અંદાજે 250 પરિવારો સંપર્ક વિહોણા થયા

સૌથી વધુ ગણદેવી તાલુકામાં 9.79 ઇંચ વરસાદ ખાબકતા ગણદેવીની નદીઓમાં નવા નીર આવ્યા હતા. ગણદેવીની વેંગણિયા નદી પણ બન્ને કાંઠે થતા ગણદેવી-બીલીમોરા માર્ગ પરનો બંધારા પુલ ડૂબ્યો હતો. જેને કારણે દક્ષિણ કિનારે આવેલા અંદાજે 250 પરિવારો સંપર્ક વિહોણા થયા હતા.

નવસારીમાં પાણી ભરાયા

આ પણ વાંચો : Disaster: ઉત્તરકાશીના માંડો અને નિરાકોટ ગામમાં ધોધમાર વરસાદથી મોટું નુકસાન

વેપારીઓએ જાતે ડ્રેનેજમાંથી કચરો કાઢીને પાણીના નિકાલની વ્યવસ્થા કરી

સવારથી વરસી રહેલા ભારે વરસાદને કારણે નવસારી-વિજલપોર શહેરમાં પણ ઠેર-ઠેર પાણી ભરાયા હતા. શહેરના વિજલપોર, કાશીવાડી, કાલિયાવાડીના ભૂત ફળિયા, શાંતાદેવી રોડ, દેવેશ્વર મહાદેવ મંદિર નજીક ચોવીસી, છાપરા રોડ વગેરે વિસ્તારમાં પાણી ભરાયા હતા. જેને કારણે રસ્તા પરની દુકાનો તેમજ ઘરોમાં પાણી ભરાયા હતા. પાણી ભરાતા લોકોએ પાલિકાની પ્રિ-મોનસૂન કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા. પાણી ભરવાને કારણે રસ્તાનો કચરો ડ્રેનેજમાં જતા પાણીનો નિકાલ અટક્યો હતો. જેથી વેપારીઓએ જાતે ડ્રેનેજમાંથી કચરો કાઢીને પાણીના નિકાલની વ્યવસ્થા કરી હતી.

નવસારીમાં પાણી ભરાયા

પાલિકાના પ્રમુખ સહિત અધિકારીઓએ ઘટના સ્થળનું નિરક્ષણ કર્યું

નવસારી-વિજલપોર શહેરમાં ઘણા વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે લોકો હેરાન થયા હતા. ત્યારે નવસારી-વિજલપોર પાલિકાના પ્રમુખ, કોર્પોરેટરો તેમજ અધિકારીઓ પણ સ્થળ નિરીક્ષણ કરવા નીકળ્યા હતા. જેમાં જે ઘરોમાં પાણી ભરાયા હતા એમને માટે ભોજનની વ્યવસ્થા સાથે જ સ્થળાંતર કરાવવા પડે, તો એની પણ તૈયારીઓ આરંભી હતી. જોકે, સદનસીબે વરસાદ બંધ થતા પાલિકા તંત્રએ રાહતના શ્વાસ લીધા હતા.

નવસારીમાં પાણી ભરાયા

આ પણ વાંચો : સરીગામમાં ભારે વરસાદમાં 15 લોકો પોતાના વાહન સાથે તણાયા, ફાયર વિભાગે જહેમત કરીને બચાવ્યા

નવસારીમાં 8 કલાકમાં 8થી 10 ઇંચ વરસાદ

નવસારી જિલ્લામાં રાતે 2 વાગ્યાથી સવારે 10 વાગ્યા સુધીના 8 કલાકમાં 5 તાલુકાઓમાં 8થી 10 ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે વાંસદા તાલુકામાં ફક્ત અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો.

નવસારીમાં પાણી ભરાયા
  • નવસારીમાં વરસેલા વરસાદના તાલુકા અનુસાર આંકડાઓ
તાલુકો

વરસાદ

મી.મીમાં

વરસાદ

ઇંચમાં


નવસારી
198 8.25
જલાલપોર 209 8.70
ગણદેવી 240 10
ચીખલી 200 8.33
ખેરગામ 183 7.62
વાંસદા 13 0.54
નવસારીમાં પાણી ભરાયા

આ પણ વાંચો -

ABOUT THE AUTHOR

...view details