ગુજરાત

gujarat

GPSC વર્ગ 1-2ની પરીક્ષા પૂર્ણ, નવસારીમાં 70 ટકા વિદ્યાર્થીઓ ગેરહાજર

By

Published : Jan 8, 2023, 10:41 PM IST

Updated : Jan 9, 2023, 9:34 AM IST

રાજ્યના કુલ 21 જીલ્લામાં GPSC વર્ગ 1-2 ની (gpsc class 1 and 2 exam) પરીક્ષા યોજવામાં આવી હતી. નવસારીમાં જીપીએસસી વર્ગ એક અને બે ની પરીક્ષામાં 70 ટકા વિદ્યાર્થીઓ ગેરહાજર (70% students absent in Navsari) રહ્યા હતા. જેમાં જીપીએસસીની પરીક્ષા અંગે ઉમેદવારોની ઉદાસિનતા સામે આવી હતી.

GPSC વર્ગ  1-2ની પરીક્ષા પૂર્ણ,
GPSC વર્ગ 1-2ની પરીક્ષા પૂર્ણ,

GPSC વર્ગ 1-2ની પરીક્ષા પૂર્ણ,

નવસારી:રાજ્યના કુલ 21 જીલ્લામાં GPSC વર્ગ 1-2 ની પરીક્ષા(gpsc class 1 and 2 exam) યોજવામાં આવી હતી. રાજ્યના 21 જીલ્લામાં 633 જેટલા પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 1.60 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપવા માટે ફોર્મ ભર્યું હતું. (gpsc class 1 and 2 exam organized 21 districts)

શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા પૂર્ણ:આજે રાજ્યમાં જીપીએસસી વર્ગ એક અને બેની પરીક્ષા યોજાય છે જેમાં નવસારી જિલ્લામાં પણ જીપીએસસીની પરીક્ષાના જિલ્લામાં 17 પરીક્ષા કેન્દ્રો રાખવામાં આવ્યા હતા જ્યાં સાધન સુરક્ષા સાથે શાંતિપૂર્ણ માહોલમાં શરૂ થઈ હતી અને પરીક્ષાર્થીઓ સમયસર પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા આપવા માટે આવ્યા હતા પરંતુ આ વર્ષની જીપીએસસીની પરીક્ષામાં કંઈક અલગ આંકડાઓ તરીને આવ્યા હોય તેમ આ વર્ષની પરીક્ષામાં પરીક્ષાર્થીઓ સંખ્યામાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. નવસારીમાં જીપીએસસી વર્ગ 1 અને 2ની પરીક્ષામાં 70 ટકા વિદ્યાર્થીઓ ગેરહાજર રહેતા જીપીએસસીની પરીક્ષા અંગે ઉદાસીનતા સામે આવી.

આ પણ વાંચો:શિક્ષણના ધામમાં શિક્ષા, પ્રાર્થનામાં મોડું થતાં વિદ્યાર્થીઓને ક્રૂરતાપૂર્વક માર માર્યો

જીપીએસસીની પરીક્ષા અંગે ઉદાસીનતા: જિલ્લામાં જીપીએસસીની સ્પર્ધાત્મક પરીક્ષા માટે 5156 પરીક્ષાર્થીઓ નોંધાયા હતા જેમાંથી ફક્ત 1670 પરીક્ષાથીઓ જ ઉપસ્થિત રહ્યા હતા અને પરીક્ષામાં 3,486 પરીક્ષાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. દર વર્ષે જીપીએસસીની પરીક્ષા યોજાય છે. જેમાં પરત પરીક્ષાાર્થીઓ ઉત્સાહ સાથે પરીક્ષા આપે છે. પરંતુ નવસારી જિલ્લામાં 70 ટકા જેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર રહેતા જીપીએસસીની પરીક્ષા અંગે ઉદાસીનતા સામે આવી હોય તેવું આંકડા પરથી તારણ કાઢી શકાય છે.

102 ખાલી જગ્યા જીપીએસસીની પરીક્ષા રાજ્યની 102 ખાલી જગ્યા માટે યોજાઇ રહી છે. જેમાં 1 લાખ 61 હજાર વિદ્યાર્થીઓએ ઉમેદવારી નોંધાવી હતી. આ પરીક્ષા ગુજરાતના 21 જિલ્લાના 633 સેન્ટર પર યોજાઇ હતી. પરીક્ષા કેન્દ્ર પર સધન વ્યવસ્થા કરવામાં આવી હતી. રાજ્યના કુલ 21 જીલ્લામાં GPSC વર્ગ 1-2 ની પરીક્ષા યોજવામાં આવી હતી. નવસારીમાં જીપીએસસી વર્ગ એક અને બે ની પરીક્ષામાં 70 ટકા વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. જેમાં જીપીએસસીની પરીક્ષા અંગે ઉમેદવારોની ઉદાસિનતા સામે આવી હતી.

આ પણ વાંચો:શાંતિપૂર્ણ વાતાવરણમાં ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષા

પરીક્ષા કેન્દ્ર પર સધન વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં સવારે 11 થી 1 અને બપોરે 3 થી 6 એમ બે પેપર લેવામાં આવ્યા હતા. શાંતિપૂર્ણ રીતે પરીક્ષા યોજાય તે માટે દરેક બિલ્ડીંગ ઉપર સરકારના આયોગ અને તકેદારીના પ્રતિનિધિઓની હાજરી રહ્યા હતા તેમજ સ્થળ સંચાલક અને સુપરવિઝન માટે એક સુપરવાઇઝર પણ મૂકવામાં આવ્યા હતા.

Last Updated :Jan 9, 2023, 9:34 AM IST

ABOUT THE AUTHOR

...view details