ગુજરાત

gujarat

મંદિર તોડવા આવેલા મુગલ બાદશાહને ગણેશજીએ આપ્યો પરચો

By

Published : Sep 3, 2022, 10:45 AM IST

નવસારીમાં જેતે સમયે મુગલ સમ્રાટ ઔરંગઝેબને ગણપતિ બાપાએ પરચો બતાવ્યાનો (Ganesh Festival 2022 in Navsari) ઈતિહાસ સામે આવ્યો છે. મંદિર તોડવા આવેલા મુગલો હાથ જોડીને પાછા વળી ગયા હતા. ત્યારે જૂઓ શું છે આ રસપ્રદ વાત. mughal samrat Aurangzeb Ganesha Parcho, Ganesha Parcho in Sisodra Village

મંદિર તોડવા આવેલા મુગલ બાદશાહને ગણેશજીએ આપ્યો પરચો
મંદિર તોડવા આવેલા મુગલ બાદશાહને ગણેશજીએ આપ્યો પરચો

નવસારીસમગ્ર દેશમાં હાલ ગણેશ ઉત્સવ ધામધૂમથી લોકો ઉજવણી કરી રહ્યા છે. ત્યારે નવસારી જિલ્લામાંથી ગણેશજી સાથે મુગલ સમ્રાટ ઔરંગઝેબનો સંબંધ સામે આવ્યો છે.મુગલ સમ્રાટ ઔરંગઝેબ પોતાના શાસન દરમિયાન (Ganesh Festival 2022 in Navsari) ઘણા મંદિરો તોડ્યા હતા, પરંતુ નવસારીની નજીક આવેલા સિસોદ્રા ગણેશ મંદિરના બાપાએ ઔરંગઝેબને એવો પરચો બતાવ્યો હતો કે, સમ્રાટે પોતે અહીં મંદિરના નિભાવ પેટે 20 વીઘા જમીન દાનમાં આપી હતી.

મંદિર તોડવા આવેલા મુગલ બાદશાહને ગણેશજીએ આપ્યો પરચો

શું હતી ઘટના સને 1660-62ના અરસામાં નવસારી પંથકમાં પણ મુગલ સમ્રાટ ઔરંગઝેબનું શાસન હતું. એવુ કહેવાય છે કે, ઔરંગઝેબે તેના શાસનમાં મંદિરો તોડ્યા હતા, ત્યારે તેની નજર 1662માં નવસારીને નજીક આવેલા સિસોદ્રાના ગણેશ મંદિર ઉપર પણ પડી હતી. ઔરંગઝેબના સિપાહીઓ ગણેશ સિસોદ્રાના મંદિર ઉપર હુમલો કરવા આવ્યા હતા. પરંતુ અહીં ઝેરી ભમરાઓ અચાનક નીકળી આવ્યા હતા અને સિપાહીઓને (temple attack in gujarat) ભગાડ્યા હતા. આ વાતની જાણ ઔરંગઝેબને થતા તેઓએ મંદિર તોડવાનું તો માંડી વાળ્યું હતું, સાથે ગણપતિના હાજર હજૂર હોવાનો પુરાવો મળતા મંદિરના રાખવા માટે ત્યાંની 20 વિઘા જમીન પણ બક્ષિસ આપી દીધી હતી.

આ પણ વાંચોગણપતિ મૂર્તિ વિસર્જન માટે 50થી વધુ કુંડ બનાવ્યા, AMCનો કરોડોનો ખર્ચ

ગણેશજીએ આપ્યો પરચો જે તે સમયે પૂજારી પરિવારની 8મી પેઢીના મોહનગીરી ગોસ્વામી પૂજારી હતા. ઔરંગઝેબ સાથે ગણેશજીએ ચમત્કાર કરી પરચો આપવાની વાત સમગ્ર પંથકમાં પ્રસરી હતી. જેને લઈને મંદિર પ્રત્યે દ. ગુજરાતમાં આસ્થા વધી હતી. આ મંદિરમાં બાધા લેનાર તમામની મનોકામના બાપ્પા પૂર્ણ કરે છે. મુંબઈ સહિત સમગ્ર ગુજરાતમાંથી ભક્તો અહીં દર્શનાર્થે આવે છે. ઔરંગઝેબે સમગ્ર ભારતમાં 6 જગ્યાએ હિંદુ ધર્મસ્થાનો માટે જમીન બક્ષિસ આપી હોવાનો (Ganesha Parcho in Sisodra Village) ઇતિહાસ અને દસ્તાવેજ છે, જેમાંનું એક સિસોદ્રાનું ગણેશવડ મંદિર પણ છે.

આ પણ વાંચોપર્યાવરણ બચાવોની થીમ પર ગણેશજીનો શણગાર, લાખોમાં છે આ પંડાલની કિંમત

વિઘ્નહર્તા ગણેશજી હાજરાહજૂર ઔરંગઝેબ માટે ભૌગોલિક રીતે પણ સિસોદ્રા ગણેશ મહત્વનું હતું. જેથી ચમત્કાર થતાં જમીન બક્ષિસમાં આપી હતી. હાલમાં ગણેશોત્સવ ચાલી રહ્યો છે ત્યારે ગણેશ મંદિરો પણ ભક્તોથી ઉભરાય રહ્યા છે. અનેક મંદિરોમાં વિઘ્નહર્તા ગણેશજી હાજરાહજૂર છે તે પૈકી ગણેશ સિસોદ્રા ખાતેના ગણેશવડમાં ભગવાને ભક્તો જીવંત સ્વરૂપે જુએ છે. mughal samrat Aurangzeb Ganesha Parcho

ABOUT THE AUTHOR

...view details