ગુજરાત

gujarat

નવસારીના પ્રથમ ઑક્સિજન પ્લાન્ટનું સાંસદ સી. આર. પાટીલના દ્વારા ઉદ્ઘાટન

By

Published : Jun 11, 2021, 8:44 PM IST

કોરોનાની બીજી લહેરમાં નવસારી જિલ્લામાં લોકોને ઑક્સિજનની અછતના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જેને ધ્યાનમાં રાખીને એક ઉદ્યોગસાહિકે જિલ્લામાં ઑક્સિજન પ્લાન્ટની સ્થાપના કરી છે.

નવસારીના પ્રથમ ઓક્સિજન પ્લાન્ટનું સાંસદ
નવસારીના પ્રથમ ઓક્સિજન પ્લાન્ટનું સાંસદ

  • નવસારીના ઉદ્યમીએ સ્થાપ્યો પ્લાન્ટ
  • 21 ટન ઑક્સિજનની ક્ષમતાવાળા છે પ્લાન્ટ
  • ઑક્સિજન પ્લાન્ટ શરૂ થતાં પાડોશી જિલ્લામાં દોડવું નહીં પડે

નવસારી: કોરોનાની બીજી લહેરમાં નવસારીજનોએ ઑક્સિજન માટે વલખાં મારવા પડ્યા હતા કેમકે નવસારીમાં ઑક્સિજન પ્લાન્ટ ન હતો. પડોશી જિલ્લા પાસેથી ઓક્સિજનની વ્યવસ્થા થતી હતી. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને હવે નવસારીને રોજની 1200 ઑક્સિજન બોટલ મળી રહે એટલી ક્ષમતાનો નવસારીનો પ્રથમ ઑક્સિજન પ્લાન્ટ નવસારીના જ ઉદ્યમીએ સ્થાપ્યો છે. જેનું ઉદ્ઘાટન શુક્રવારે નવસારીના સાંસદ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના હસ્તે કરવામાં આવ્યું હતું.


25 દિવસમાં જ ઉભો કરાયો ઑક્સિજન પ્લાન્ટ
નવસારી જિલ્લામાં માર્ચ અને એપ્રિલ મહિનામાં કોરોના કેસોમાં થયેલા ધરખમ વધારાને કારણે સરકારી અને ખાનગી હોસ્પિટલો હાઉસફુલ થઈ હતી. જેની સાથે જ કોરોના દર્દીને તરત જ ઑક્સિજન પર લાવી દેતો હતો. જેથી નવસારીવાસીઓએ ઑક્સિજન માટે વલખાં મારવા પડ્યા હતા. જેમાં તંત્ર અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા ઓક્સિજનની વ્યવસ્થા કરવામાં આવી હતી પણ પડોશી જિલ્લાઓમાંથી ઑક્સિજન મેળવવો તંત્ર માટે પણ મુશ્કેલ બન્યું હતું. આથી નવસારીના હીરા ઉદ્યમી ચંદુ ગડારા અને તેમના સહયોગી દ્વારા 21 ટન લિક્વિડ ઑક્સિજનની ટેન્ક સાથેનો નવસારીનો પ્રથમ ઓક્સિજન પ્લાન્ટ સ્થાપ્યો છે. 25 દિવસમાં કાર્યરત થયેલા આ પ્લાન્ટમાં રોજના 1200 ઑક્સિજન બોટલ ભરી શકાય એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેથી ભવિષ્યમાં ફરી સ્થિતિ બગડે તો આ ઑક્સિજન પ્લાન્ટ ઘણો ઉપયોગી સાબિત થશે એવી આશા વ્યક્ત કરી હતી.

ABOUT THE AUTHOR

...view details