ગુજરાત

gujarat

નવસારીમાં ઘરે સારવાર લઈ રહેલા કોરોના દર્દીઓને મળશે ફ્રીમાં ઓક્સિજનનો બાટલો

By

Published : Apr 21, 2021, 8:17 AM IST

Updated : Apr 21, 2021, 2:14 PM IST

નવસારીમાં કોરોનાના વધતા કહેરને કારણે હાલ શહેરમાં દર્દીઓ માટે ઓક્સિજનના બાટલાની ખોટ પડી રહી છે. આથી, કડવા પાટીદાર સમાજ અને જૈન સમાજ દ્વારા ફ્રી ઓક્સિજનના બાટલા આપવાનું કાર્ય શરૂ કર્યું છે. જોકે, પ્રથમ દિવસે જ ઘરે સારવાર લઈ રહેલા 15 દર્દીઓના સગાઓ ઓક્સિજનનો બાટલો લઈ ગયા હતા.

નવસારીમાં ઘરે સારવાર લઈ રહેલા કોરોના દર્દીઓને મળશે ફ્રીમાં ઓક્સિજનનો બાટલો
નવસારીમાં ઘરે સારવાર લઈ રહેલા કોરોના દર્દીઓને મળશે ફ્રીમાં ઓક્સિજનનો બાટલો

  • નવસારી કડવા પાટીદાર સમાજ અને જૈન સમાજની સરાહનીય પહેલ
  • બન્ને સમાજ દ્વારા ફ્રીમાં ઓક્સિજનના બાટલા આપવાની ઉભી કરાઈ વ્યવસ્થા
  • પ્રથમ દિવસે જ 15 ઓક્સિજનના બાટલા ઘરે સારવાર લઈ રહેલા દર્દીઓને આપવામાં આવ્યા

નવસારી: નવસારીમાં દિવસેને દિવસે કોરોના વધી રહ્યો છે. જેના પરિણામે શહેરની હોસ્પિટલોમાં બેડની વ્યવસ્થા ખૂટી પડી છે. ત્યારે, ઘરે રહીને કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓને ઓક્સિજનની અછત ન સર્જાય એ માટે નવસારીના કડવા પાટીદાર સમાજ અને જૈન સમાજ દ્વારા ફ્રી ઓક્સિજનના બાટલા આપવાનો સેવાયજ્ઞ શરૂ કરાયો છે. જેની શરૂઆતમાં જ ઘરે સારવાર લઈ રહેલા 15 દર્દીઓ ઓક્સિજનનો બાટલાઓ લઈ ગયા હતા.

નવસારીમાં ઘરે સારવાર લઈ રહેલા કોરોના દર્દીઓને મળશે ફ્રીમાં ઓક્સિજનનો બાટલો

આ પણ વાંચો:પૂર્વ ધારાસભ્ય હીરા સોલંકીએ ઓક્સિજનના બાટલા પર લગાવ્યા પોતાના સ્ટીકરો !

જરૂરી દસ્તાવેજો ચકાસી અપાય છે ઓક્સિજનના બાટલા

કોરોનાની આવી પરિસ્થિતિને કારણે હોસ્પિટલોમાં બેડ મળવા મુશ્કેલ બન્યા છે. ત્યારે, હવે ઘણા દર્દીઓ પોતાના ઘરે રહીને જ કોરોનાની સારવાર લઇ રહ્યા છે. આથી, તેમને જો ઓક્સિજનની તકલીફ જણાય તો ઓક્સિજનના બાટલાની વ્યવસ્થા ઘરે જ કરવી પડે છે. જોકે, આ કપરા સમયમાં સમાજસેવી સંસ્થાઓ સાથે અલગ-અલગ સમાજો પણ પોતાની જવાબદારી સમજી માનવતા દર્શાવી રહ્યા છે. શહેરના કડવા પાટીદાર સમાજ અને જૈન સમાજ દ્વારા નવસારીમાં ઘરે રહીને કોરોનાની સારવાર લેતા દર્દીઓ માટે ફ્રીમાં ઓક્સિજનનો બાટલો આપવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

નવસારીમાં ઘરે સારવાર લઈ રહેલા કોરોના દર્દીઓને મળશે ફ્રીમાં ઓક્સિજનનો બાટલો

કોરોનાને હરાવવામાં નવસારીજનોને મદદ મળશે

સમાજના યુવાનો દ્વારા ઓક્સિજનના બાટલાની વ્યવસ્થા ઊભી કરવાના પ્રથમ દિવસે જ ઘરે સારવાર લઈ રહેલા 15 દર્દીઓના સગાઓ ઓક્સિજનનો બાટલો લઈ ગયા હતા. જેને જોતા વધુ 40 ઓક્સિજનના બાટલાની વ્યવસ્થા કરાઈ છે. આ સાથે જ, યુવાનો બાટલામાં ઓક્સિજન ભરાવવા માટે સુરતના સચિન કે પલસાણાની કંપનીઓમાં દોડી રહ્યા છે અને ત્યાં જો ઓક્સિજન ન મળે તો અંકલેશ્વર સુધી ઓક્સિજન ભરાવવા જાય છે. કોરોનાની મહામારીમાં પાટીદાર અને જૈન સમાજ દ્વારા હાથ ધરાયેલા ફ્રી ઓક્સિજનના બાટલા આપવાનો સેવાયજ્ઞ ઘણા લોકોનો જીવ બચાવી જશે અને જેને કારણે કોરોનાને હરાવવામાં નવસારીજનોને મદદ મળશે.

નવસારીમાં ઘરે સારવાર લઈ રહેલા કોરોના દર્દીઓને મળશે ફ્રીમાં ઓક્સિજનનો બાટલો

આ પણ વાંચો:લ્યો બોલો, ઓક્સિજનના બાટલા સમજી તસ્કરો નાઇટ્રોજનના બાટલા ઉઠાવી ગયા

ઓક્સિજન કોન્સન્ટ્રેટર અને બાયપેપ મશીનની કરાઈ વ્યવસ્થા

બન્ને સમાજ દ્વારા ઓક્સિજન બાટલામાં હવામાંથી ઓક્સિજન બનાવી શકે તે માટે 5 લીટરના ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન પણ વસાવવામાં આવ્યા છે. જેની સાથે બાયપેપ મશીન પણ લેવામાં આવ્યું છે જેથી જરૂરિયાતમંદોને ઓક્સિજન પૂરતા પ્રમાણમાં આપી શકાય.

Last Updated : Apr 21, 2021, 2:14 PM IST

ABOUT THE AUTHOR

...view details