ગુજરાત

gujarat

પાટીલના 182 સીટ જીતવાના નિવેદનથી કોંગ્રેસ ગભરાયું, માટે હું પક્ષ છોડી ભાજપમાં આવ્યો : જીતુ ચૌધરી

By

Published : Apr 2, 2022, 7:48 PM IST

જીતુ ચૌધરીએ આજે નવસારીમાં યોજાયેલ ભાજપના આભાર સંમેલનમાં નિવેદન(Statement of Jeetu Chaudhary) આપતા જણાવ્યું હતું કે, પાટીલના 182 જીતના નિવેદનથી(Patil's statement to win 182 seats) તમામ કોંગ્રેસમાં ગભરાટ ફેલાઇ ગઇ હતી, જેના કારણે હું પણ પક્ષ છોડી ભાજપમાં જોડાયો છું.

Statement of Jeetu Chaudhary
Statement of Jeetu Chaudhary

નવસારી : નવસારીમાં યોજાયેલ ભાજપના આભાર સંમેલનમા કોંગ્રેસમાં અંદાજે 20 વર્ષો કાઢ્યા બાદ ભાજપમાં જોડાયેલા પાણી પુરવઠા પ્રધાન જીતુ ચૌધરીએ જણાવ્યું(Statement of Jeetu Chaudhary) હતું કે, " હું 18 વર્ષ કોંગ્રેસમાં રહ્યો, પણ ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે 182 બેઠકો જીતવાની વાત(Patil's statement to win 182 seats) કરતા જ કોંગ્રેસમાં ગભરાટ ફેલાયો છે, હું પણ ગભરાયો હતો જેથી ભાગીને ભાજપમાં આવ્યો છુ." જેમના આ નિવેદનથી સંમેલમાં હાસ્ય પ્રસરી ગયું હતું.

Statement of Jeetu Chaudhary

આ પણ વાંચો - મુખ્યપ્રધાન તરીકે ભુપેન્દ્ર પટેલના 200 દિવસ પૂર્ણ..! જુઓ 61,000 કિલોમીટરના પ્રવાસમાં શું લેવાયા મહત્વના નિર્ણયો

જીતુ ચૌધરીનું નિવેદન -રિવર લિંક પ્રોજેક્ટ સ્થગિત કર્યા બાદ આજે નવસારી જિલ્લા દ્વારા ચીખલીના સુરખાઈમાં બે આદિવાસી પ્રધાનોની ઉપસ્થિતિમાં આભાર સંમેલન યોજાયુ હતુ. જેમાં રાજ્યના પાણી પુરવઠા પ્રધાન જીતુ ચૌધરીએ કોંગ્રેસી ધારાસભ્યના વિરોધને આદિવાસીઓને ગેરમાર્ગે દોરવાની વાત કરી હતી. કોંગ્રેસમાં હતા ત્યારે તેમને પણ આ યોજનાનો વિરોધ કર્યો હતો.

આ પણ વાંચો - શિવપાલ યાદવે PM મોદી અને યોગીને કર્યા ફોલો, શું આ બીજેપીમાં જોડાવાના સંકેત છે!

ABOUT THE AUTHOR

...view details